લખાણ પર જાઓ

કોળી

વિકિપીડિયામાંથી
Gujnim (ચર્ચા | યોગદાન) (→‎ગુજરાતનો કોળી સમાજ: link) દ્વારા ૧૬:૧૧, ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

કોળીભારત દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ રાજ્ય સહીત સારાયે ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરીયાકાંઠાનાં વિસ્તારમાં સ્થીત છે. તેઓ મુંબઇનાં મુળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઇનાં 'સાતે ટાપૂઓ' પર વસવાટ કરેલો. ગુજરાતમાં કોળીઓની વસ્તી મુખ્યત્વે રાજ્યનાં દક્ષીણ ભાગમાં સ્થીત છે, મુખ્યત્વે સુરત, નવસારી અને વલસાડ શહેરની આસપાસ. જેઓ મહારાષ્ટ્રની જેમ મુખ્યત્વે ખેડુતો કે માછીમારો છે. આ માહિતી કોળી જ્ઞાતિનાં એક ચોક્કસ વિભાગની છે (ખાસ કરીને દરીયાકાંઠાનાં), ગુજરાતમાં આ ઉપરાંત કોળી સમુદાયની અન્ય વસ્તી પણ છે. જેની વધુ માહિતી લેખમાં આગળ મળશે.

ગુજરાતનો કોળી સમાજ

ગુજરાતમાં, સને:૧૯૩૧ ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ, કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૦% જેટલી હતી. []

ગુજરાતનો કોળી સમાજ નીચે મુજબના સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે: []

  • દક્ષિણ ગુજરાત : કોળી પટેલ કે તળપદા, માટિયા, ગુલામ, માનસરોવરીયા.
  • સૌરાષ્ટ્ર : ઠાકરડા, પટેલિયા, ઘેડીયા, વળાંકીયા, ચુંવાળીયા, તળપદા, ખાંટ, પગી અને કોળી.
  • ઉત્તર ગુજરાત : ઠાકરડા કે ઠાકોર, ચુંવાળીયા, ઇંદરીયા.
  • મધ્ય ગુજરાત : પરદેશી, તળપદા, બારૈયા, ભાલીયા, ખાંટ, કોટવાળ, પગી, પાટણવાડીયા, ચુંવાળીયા, ડેબરીયા, પટેલીયા, ઠાકોર અને રાઠવા.

સંદર્ભ

બાહ્ય કડિઓ