દેશ
Appearance
દેશ એ ભૂગોળ વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે. અંગ્રેજી ભાષામાં દેશને કન્ટ્રી (country) કહેવાય છે. વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન વ્યવસ્થિત રીતે કરે છે.