જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર (J&K તરીકે પણ સંબોધાય છે) ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ 370 અને 35Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો છે.તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છ.જે પૈકી ક્ષેત્રફળની દૃષ્ટિએ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.જે 45,110 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.
જમ્મુ કાશ્મીર દક્ષીણે હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ ચીન સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ છે. આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: જમ્મુ, કાશ્મીર ખીણ અને લડાખ. આ રાજ્યના ઘણા ભાગો પર પાકિસ્તાન અને ચીન એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી તિબેટ સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.
જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ લડાખ એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌંદર્ય અને બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે
ઈતિહાસ
વર્ષ ૧૯૨૫માં મહારાજા હરી સિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતા મેળવી. ભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતા રજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. તેમને મળેલ સ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.
જમ્મુ અને કાશ્મીર રાજ્યના જિલ્લાઓ
આ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ આવેલા છે.
- અનંતનાગ જિલ્લો
- ઉધમપુર જિલ્લો
- કઠુઆ જિલ્લો
- કુપવાડા જિલ્લો
- જમ્મુ જિલ્લો
- ડોડા જિલ્લો
- પુંચ જિલ્લો
- પુલવામા જિલ્લો
- બડગાંવ જિલ્લો
- બારામૂલા જિલ્લો
- રાજૌરી જિલ્લો
- શ્રીનગર જિલ્લો
આ પણ જુઓ
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |