લખાણ પર જાઓ

અગાથા ક્રિસ્ટી

વિકિપીડિયામાંથી
KartikBot (ચર્ચા | યોગદાન) (સાફ-સફાઇ.) દ્વારા ૧૮:૦૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
અગાથા ક્રિસ્ટી
જન્મAgatha Mary Clarissa Miller Edit this on Wikidata
૧૫ સપ્ટેમ્બર ૧૮૯૦ Edit this on Wikidata
Ashfield Edit this on Wikidata
મૃત્યુ૧૨ જાન્યુઆરી ૧૯૭૬ Edit this on Wikidata
Winterbrook (યુનાઇટેડ કિંગડમ), વૉલિંગફોર્ડ Edit this on Wikidata
વ્યવસાયલેખક, crime fiction writer Edit this on Wikidata
કાર્યોThe A.B.C. Murders Edit this on Wikidata
See Agatha Christie bibliography Edit this on Wikidata
શૈલીcrime novel Edit this on Wikidata
જીવન સાથીMax Mallowan, Archie Christie Edit this on Wikidata
બાળકોRosalind Christie Edit this on Wikidata
માતા-પિતા
  • Frederick Alvah Miller Edit this on Wikidata
  • Clarisa Margaret Boehmer Edit this on Wikidata
પુરસ્કારો
  • Dame Commander of the Order of the British Empire (૧૯૭૧)
  • The Grand Master (career, ૧૯૫૫)
  • Anthony Award (૨૦૦૦)
  • Commander of the Order of the British Empire (૧૯૫૬) Edit this on Wikidata
વેબસાઇટhttps://agathachristie.com Edit this on Wikidata
સહી

અગાથા ક્રિસ્ટી, પૂર્ણ નામ અગાથા મેરી ક્લેરિસ્સા ક્રિસ્ટી (૧૫ સપ્ટેમ્બર ૧૮૯૦ – ૧૨ જાન્યુઆરી ૧૯૭૬) અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક હતા. તેમનો જન્મ ઇંગ્લેન્ડના સમુદ્ર કિનારે આવેલા ટોર્કે નામના ગામમાં થયો હતો. તેમણે પ્રથમ કવિતા માત્ર છ વર્ષ ની ઉંમરે લખી હતી. તેઓ નિરક્ષર હતા. તેમની પ્રથમ રહસ્યમય નવલકથા ધી મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઇલ્સ ૧૯૨૦માં પ્રગટ થઈ હતી.

તેમનાં પુસ્તકો વિશ્વભરમાં લોકપ્રિય હતાં અને તેણીના પુસ્તકો અત્યંત વેચાયા છે. તેમની વાર્તાઓ હત્યાઓ અને તે હત્યાઓ કોણે કરી તે વિશેની છે. તેમનાં પુસ્તકોનાં અત્યંત જાણીતાં પાત્રો મિસ માર્પલ અને હર્ક્યુલે પોઇરોટ છે. મિસ માર્પલ એ ઘરડી સ્ત્રી છે અને તે બધાં સાથે મળતાવડી છે. તેણી તર્કનો ઉપયોગ કરીને હત્યા માટે જવાબદાર કોણ છે તે શોધે છે. હર્ક્યુલે પોઇરોટ એ બેલ્જિયમનો જાસૂસ છે, જે લંડનમાં રહે છે. તે બધાં પૂરાવાનો વિચાર કરીને હત્યા કોણે કરી તે શોધે છે.

તેણીએ બે વખત લગ્ન કર્યા હતા. તેઓના બીજા લગ્ન ૧૯૩૦માં મેક્સ મેલોવાન સાથે થયા હતા અને રોસાલિન્ડ હિક્સ નામની પુત્રી હતી. તેણીએ દવાખાનાંમાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દવાની દુકાનમાં કામ કર્યું હતું. અગાથા ક્રિસ્ટીએ પ્રણય નવલકથાઓ અને નાટકો પણ લખ્યા હતા. તે પણ અત્યંત સફળ થયા હતા. ૧૯૭૧માં, તેણીને ડેમ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ બ્રિટનની રાણી દ્વારા આપવામાં આવ્યો હતો.[]

અગાથા ક્રિસ્ટીનું અવસાન ૧૨ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ ૮૫ વર્ષની ઉંમરે કુદરતી કારણોસર તેમના ઘરે થયું હતું.

અગાથા ક્રિસ્ટી સૌથી વધુ વેચાણ ધરાવતાં નવલકથાકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ ધરાવે છે. તેમના કુલ મળીને ૧૧૦ જેટલા પુસ્તકો છે. જેમાં ૪ પુસ્તકો પ્રકીર્ણ છે. ૬ પુસ્તકો પ્રણયકથા ના છે. ૨૦ જેટલા નાટક અને ૬૬ જેટલી રહસ્ય કથા છે. જેના ૧૫૭ ભાષામાં અવતરણ થયા છે. વેચાણ ની બાબતમાં તેના પુસ્તકો વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. તેમની નવલકથાઓની કુલ ૪૦૦ કરોડ નકલો વેચાઇ છે. વિલિયમ શેક્સપીયર અને બાઇબલ પછી તેમના પુસ્તકો સૌથી વધુ વેચાયા છે.[] તેમનાં પુસ્તકોનું ૧૦૩ ભાષાઓમાં ભાષાંતર થયેલ છે.[] તેમની સૌથી વધુ વેચાયેલ નવલકથા એન્ડ ધેન ધેર વેર નન છે, જેની ૧૦ કરોડ નકલો વેચાયેલ છે. તે વિશ્વની સૌથી વધુ વેચાયેલ રહસ્ય નવલકથા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. કાસ્ટાન, ડેવિડ સ્કોટ (૨૦૦૬), ધ ઓક્સફોર્ડ એનસાઇકલોપિડિયા ઓફ બ્રિટિશ લિટરેચર, , ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, p. ૪૬૭ .
  2. Flemming, Michael (૧૫ ફેબ્રુઆરી ૨૦૦૦). "Agatha Christie gets a clue for filmmakers". Variety. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૦.
  3. Guinness Book of World Records, Sterling, ૧૯૭૬, p. 210 .
  4. Davies, Helen; Dorfman, Marjorie; Fons, Mary; Hawkins, Deborah; Hintz, Martin; Lundgren, Linnea; Priess, David; Robinson, Julia Clark; Seaburn, Paul (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭). "21 Best-Selling Books of All Time". Editors of Publications International. મૂળ સંગ્રહિત માંથી 2009-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ માર્ચ ૨૦૦૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]