લખાણ પર જાઓ

અનિલ ચાવડા

વિકિપીડિયામાંથી
Dsvyas (ચર્ચા | યોગદાન) (Aishik Rehman (talk) દ્વારા કરેલ ફેરફારોને Gazal world દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) દ્વારા ૦૪:૨૫, ૧૭ જુલાઇ ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

અનિલ ચાવડાગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના લેખક, કવિ, અને કટારલેખક છે.

તેમનો જાણીતો ગઝલસંગ્રહ સવાર લઈને (2012), જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014 આપવામાં આવ્યો એમને તે ઉપરાંત શયદા એવોર્ડ 2010, ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને ગુજરાત સમાચાર અને સમન્વયનો રાજીવ પટેલ એવોર્ડ મળ્યો છે.ગઝલ સિવાય તેમણે કવિતાના બીજા પ્રકાર જેવાકે ગીત, અછાંદસ કવિતા અને સોનેટ પર પણ કામ કર્યું છે. એક હતી વાર્તા એ તેમની ટૂંકી વાર્તા સંગ્રહ છે. તેઓ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીઓના ઘણાં ટીવી અને રેડીઓના કાર્યક્રમોમાં આવી ગયા છે.

શરૂઆતનું જીવન

[ફેરફાર કરો]

અનિલ ચાવડાનો જન્મ 10મે, 1985માં મણીબેન અને પ્રેમજીભાઈના ઘરે કરેલા (લખતર) ગામે, સુરેન્દ્રનગર જિલ્લામાં (ગુજરાત, ભારત) થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શાળાનો અભ્યાસ કરેલા પ્રાથમિક શાળા, લખતરમાં કર્યો। તેમણે 2002માં ધોરણ 10 સિદ્ધાર્થ ઉચ્ચ માધ્યમિક શાળા, વઢવાણમાં કર્યો અને ધોરણ 12એ નવસર્જન ઉચ્ચ માધ્યમિક શાળા, અમદાવાદથી કર્યો। તેમને 2005માં એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાંથી ગુજરાતી સાહિત્યમાં સ્નાતક થયા, 2007માં સરસપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતક થયા અને ચાણક્ય વિદ્યાલય અમદાવાદ થી તેમણે 2008માં ગુજરાતી સાહિત્યમાં બી.એડ કર્યું. તેમણે 2009માં પત્રકારત્વ પર ડિપ્લોમા ભવન કોલેજમાંથી કર્યું. 2011માં તેમણે 2011માં રંજન સાથે લગ્ન કર્યા. તેમના દીકરાનું નામ અર્થ છે.

કારકિર્દી

[ફેરફાર કરો]

અનિલ ચાવડાએ કોલેજના દિવસોથી કવિતાઓ લખવાની શરૂઆત કરી અને તે જાણીતા ગુજરાતી કવિઓ જેવાકે ચિનુ મોદી, આદિલ મન્સૂરી, સિતાંશુ યશાસ્ચંદ્ર, અને લાભશંકર ઠાકરથી પ્રભાવિત હતા.2004માં ગુજરાતી કવિતા જનરલ કવિલોકમાં તેમની ગઝલ પેહલી વખત પ્રકાશિત થઈ. પછી તેમના લખાણ જાણીતા ગુજરાતી સાહિત્ય સામયિકો જેવાકે ગઝલવિશ્વ, ધબક, પરિવેશ, શબ્દસૃષ્ટિ, કવિલોક,કુમાર, નવનીત સમર્પણ,પરબ, શબ્દસર અને તદાર્થયમાં પ્રકાશિત થતી રહી. 2007માં તેમની ગઝલો વીસ પંચામાં ગુજરાતી યુવા કવિઓ અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, અને ચંદ્રેશ મકવાણા સાથેના સંકલનમાં પ્રકાશિત થયો. 2014થી તેમણે 'સંવેદના સમાજ' માસિક ગુજરાતી સામાયિકમાં અમલીકરણ સંપાદક તરીકે કામ કર્યું। 2014થી દર રવિવારે સંદેશ છાપામાં તેમની 'મનની મોસમ' લેખ નિયમિત આવે છે.

15 ફેબ્રુઆરી, 2012માં તેમનો પહેલો ગઝલ સંગ્રહ 'સવાર લઈને' નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશીત થયો અને એ જાણીતા લેખકો અને ટીકાકારો રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, ચંદ્રકાન્ત શેઠ, રાધેશ્યામ શર્મા, અને ચંદ્રકાન્ત ટોપીવાળાએ ખૂબ વાખાણ્યો. 'એક હતી વાર્તા' ટૂંકી વાર્તાઓ તેમણે એજ વર્ષે પ્રકાશિત કરી. તેમની ગઝલોના મૂળભૂત તત્વોમાં કવિતાની ભાષામાં તેમની પોતાની હતાશા, દુઃખ અને કટાક્ષ રહ્યા છે. તેમની ગઝલની ભાષા સાદી, વાચક ભોગ્ય, સ્પષ્ટ અને તાજગીભર્યુંપ્રાકૃતિક કાવ્ય પ્રવાહ અને પ્રાસએ ફક્ત શબ્દોમાં જ નહીં કથા વસ્તુમાં પણ વણી લેવાયો હોય છે. ગુજરાતી સાહિત્યમાં તેમની નોંધ જૂની બોલી અને અત્યારના શબ્દો ગઝલમાં લીધા એવી રીતે લેવાઈ છે. ગુજરાતી ગીતોમાં પણ તેમનુ મહત્વનું પ્રદાન છે. તેમના ગીતો કાલ્પનિક અને સારી ગુણવતાના વર્ણન માટે નોંધનીય છે. 19 પુસ્તકોને તેમણે ભાષાંતર કર્યા છે. આલોક શ્રીવાસ્તવની કવિતાઓ 'આમીન'તેમણે હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.

૨૦૨૨માં તેમનો દ્વિતીય ગઝલસંગ્રહ 'ઘણું બધું છે' પ્રકાશિત થયો.[]

સન્માન

[ફેરફાર કરો]
Anil Chavda At New Delhi

2010માં ઇન્ડિયન નેશનલ થિયેટર- મુંબઈએ તેમને શાયદા એવોર્ડ આપ્યો અને ગુજરાતી સાહિત્ય એકેડેમીએ યુવા ગૌરવ પુરષ્કાર આપ્યો। તેમનો ગઝલ સંગ્રહ 'સવાર લઈને' માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખતસિંહ પરમાર ઇનામ 2012 - 2013 અને સાહિત્ય એકેડેમી દિલ્હી દ્વારા યુવા પુરષ્કાર -2014 આપ્યો। ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત 2016માં રાવજી પટેલ એવોર્ડ તેમને મળેલો છે.

પ્રકાશિત પુસ્તકો

[ફેરફાર કરો]
  • વીસ પંચા -2007 (ગઝલ સંકલન બીજા યુવા કવિઓ અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી અને ચંદ્રેશ મકવાણા સાથે)
  • સવાર લઈને - 2012 (ગઝલ સંગ્રહ)
  • એક હતી વાર્તા -2012 (ટૂંકી વાર્તાઓ)
  • મિનિગફૂલ જર્ની - 2013 (નિબંધ)
  • આંબેડકર: જીવન અને ચિંતન -2015 (આંબેડકરની આત્મકથા)
  • ઘણું બધું છે - 2022 (ગઝલ સંગ્રહ)
  • સુખ-દુઃખ મારી દ્રષ્ટિએ - 2009
  • શબ્દ સાથે મારો સબંધ (હર્ષ બ્રહ્મભટ્ટની સાથે) -2012
  • પ્રેમ વિશે (હર્ષ બ્રહ્મભટ્ટણી સાથે)- 2014 (જાણીતા કવિ અને લેખકો દ્વારા લખાયેલા લેખો)
  • આકાશ વાવનારા - 2013 (એવોર્ડના વિજેતા શિક્ષકોનો જાત અનુભવ)
  • આચરે તે આચાર્ય - 2013 (એવોર્ડ વિજેતા આચાર્યનો જાત અનુભવ)
  1. "Gujarat Samachar". Epaper Gujarat Samachar. 18 March 2022. મૂળ સંગ્રહિત માંથી 28 March 2022 પર સંગ્રહિત. મેળવેલ 2022-03-28.