બિલ ગેટ્સ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
બિલ ગેટ્સ | |
---|---|
જન્મ | ૨૮ ઓક્ટોબર ૧૯૫૫ સિએટલ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ઉદ્યોગ સાહસિક, programmer, philanthropist |
સંસ્થા | |
જીવન સાથી | Melinda Gates |
પુરસ્કારો |
|
સહી | |
શરૂઆતનું જીવન
ગેટ્સનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વિલિયમ એચ. ગેટ્સ, સિનિયર અને માતા મેરી મેક્સવેલ ગેટ્સ હતા.તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને યુનાઇટેડ વે ઓફ અમેરિકા યુનાઇટેડ વે ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફરજ નીભાવી હતી. તેણીના પિતા નેશનલ બેન્ક્ર યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ બેંક ના પ્રેસિડેન્ટ હતા.
ગેટ્સની મોટી બહેનનું નામ ક્રિસ્ટી (ક્રિસ્ટિના) અને નાની બહેનનું નામ લિબી છે.તેમના પરિવારમાં તેઓ ચોથા હતા જેમને આ નામ મળ્યું હતું પરંતુ તેઓ વિલિયમ ગેટ્સ 3 અથવા "ટ્રેય" તરીકે જાણીતા છે કેમકે તેમના પિતાએ તેમના નામની પાછળ 3 પ્રત્યય કાઢી નાખ્યો હતો. શરૂઆતના જીવનમાં તેમના માતા-પિતાએ તેમની કારકિર્દી માટે કાયદા ક્ષેત્ર પર પસંદગી ઉતારી હતી.
13 વર્ષની ઉંમરે તેમણે વિશિષ્ટ પ્રારંભીક શાળા લેકસાઇડ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે શાળાના મધર ક્લબે લેકસાઇડ સ્કૂલના રદ્દી સામાનોના વેચાણથી ઉંભા થતા નાણાંનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ માટે એએસઆર-33 ટેલિટાઇપ કોમ્પ્યુટર ટર્મિનલ તથા જનરલ ઇલેક્ટ્રીક કોમ્યુટર પર એક કોમ્પ્યુટર સમય બ્લોક ખરીદવા માટે કર્યો હતો. ગેટ્સે બેઝિક પ્રોગ્રામિંગ લેન્ગવેજ બેઝિકમાં જીઇ સિસ્ટમના પ્રોગ્રામિંગમાં રસ દર્શાવ્યો હતો અને તેમના આ રસ માટે તેમને ગણીતના વિષયમાં તેમને રજા આપવામાં આવતી હતી. તેમણે પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ આ મશીનમાં લખ્યો હતો. ટિક-ટેક-ટો નામથી ઓળખાતા આ પ્રોગ્રામમાં વપરાશકર્તા કોમ્પ્યુટર સાથે રમત રમી શકતા હતા.ગેટ્સ આ મશીનથી અને તે જે ચોક્સાઇથી હંમેશા સોફ્ટવેર કોડનું પાલન કરતું હતું તેનાંથી ભારે આકર્ષિત થયા હતાં. તેમણે પાછળથી આ અંગે નિવેદન કર્યું હતું કે, " આ મશિનમાં ખરેખર કોઇ વિશિષ્ટ ચોકસાઇ હતી." દાનની તમામ રકમ પૂર્ણ થઇ ગયા બાદ તેમણે અને તેમના અન્ય મિત્રોએ ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન ડીઇસી પ્રોગ્રામ્ડ ડેટા પ્રોસેસર પીડીપી અને મિનિ મ્પ્યુટર્સ જેવી પધ્ધતિમાં સમય ફાળવવાની શરૂઆત કરી.આમાંનું એક કોમ્પ્યુટર પીડીપી-10 કોમ્પ્યુટર સેન્ટર કોર્પોરેશન (સીસીસી)નું હતું. મુક્ત કોમ્પ્યુટર સમય પ્રાપ્ત કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરતા પકડાયા હોવાથી લેકસાઇડ શાળાના ચાર વિદ્યાર્થીઓ ગેટ્સ,પોલ એલન, રિક વિલેન્ડ અને કેન્ટ એવાન્સ પર ઉનાળાના દિવસોમાં આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
પ્રતિબંધના અંતે ચારે વિદ્યાર્થિઓએ કોમ્પ્યુટરના સમયના બદલામાં સીસીસી સોફ્ટવેરમાં રહેલી ખામીઓ શોધવા માટે પ્રસ્તાવ મૂક્યો.ટેલિટાઇપ દ્વારા પધ્ધતીનો ઉપયોગ કરવાને બદલે ગેટ્સ સીસીસીના કાર્યાલયો પર ગયા અને પધ્ધતીમાં ચાલતા વિવિધ પ્રોગ્રામોનું સ્ત્રોત કોડ માટે અભ્યાસ કર્યો. આ પ્રોગ્રામ્સમાં ફોર્ટરન, એલઆઇએસપી અને ભાષાયંત્ર ભાષાનો સમાવેશ થાય છે. 1970માં સીસીસી બંધ થઇ ત્યાં સુધી તેની સાથેની આ ગોઠવણ ચાલી.ત્યાર પછીના વર્ષોમાં ઇન્ફોર્મેશન સાયન્સીસ ઇન્કે. કોબોલમાં પેરોલ પ્રોગ્રામ લખવા માટે આ ચાર વિદ્યાર્થીઓને કામે રાખ્યા અને તેમને કોમ્પ્યુટર સમય અને રોયલ્ટી પૂરી પાડી.તેના કામકાજ પછી તેઓ તેમની પ્રોગ્રામિંગ ક્ષમતા અંગે સજાગ થયા, વર્ગોમાં વિદ્યાર્થીઓને અનુસૂચિત કરવા માટે ગેટ્સે શાળાનો કોમ્પ્યુટર પ્રોગ્રામ લખ્યો.તેમણે કોડને એવી રીતે બદલ્યો હતો કે જેથી ક્લાસમાં બને ત્યાં સુધી વિદ્યાર્થિનીઓ સાથે તેમનો ક્રમ આવે.તેમણે પાછળથી જણાવ્યું હતું કે મારા માટે મશીનથી દુર રહેવું અત્યંત મૂશ્કેલ બની ગયું હતું કે જ્યાં મારી સફળતા મને નિશ્ચીત જણાતી હતી. 17માં વર્ષે તેમણે ઇન્ટેલ ૮00૮ પ્રોસેસર પર આધારીત ટ્રાફિક કાઉન્ટર બનાવવા માટે એલન સાથે મળીને ટ્રાફ-ઓ-ડેટાની રચના કરી હતી. 1973ની શરૂઆતમાં બિલ ગેટ્સે યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેસન્ટેટિવ્ઝમાં કોગ્રેંસનલ પેજ તરીકે સેવા આપી હતી."કોન્ગ્રેસનલ પેજ હિસ્ટ્રી",ધ યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ પેજ એસોસિએશન ઓફ અમેરિકા.પેજ પ્રોગ્રામે ઘણાં રાજકારણીઓ, કોગ્રેંસના સભ્યો તેમજ પ્રખ્યાત પુરુષો અને સ્ત્રીઓનું સર્જન કર્યું છે.આ યાદીમાં કોગ્રેંસમાં સૌથી વધુ સેવા આપનાર માનનિય જ્હોન ડિન્ગેલ, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સ્થાપક અને સીઇઓ બિલ ગેટ્સ અને હાઉસના ભુતપૂર્વ ક્લાર્ક ડોનાલ્ડ કે એન્ડરસનનો સમાવેશ થાય છે.
ગેટ્સ 1973માં લેકસાઇડ સ્કૂલમાંથી સ્નાતક થયાં હતાં.તેમણે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટમાં 1600 માંથી 1590 માર્ક પ્રાપ્ત કર્યાં હતા અને ત્યાર પછી 1973 ના અંતે હાર્વર્ડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 1990 ના મધ્ય ભાગની પહેલા એસઇટીનો 1590 નો સ્કોરને બુદ્ધી આંકમાં 170ના આંકડા સાથે સરખાવવામાં આવતો. પ્રેસમાં આંકડાને ઘણી વાર દર્શાવવામાં આવ્યો છે.હાર્વર્ડમાં તેમનો ભેટો ભવિષ્યના વ્યાપાર સહયોગી સ્ટિવ બાલ્મેર સાથે થયો હતો જેમને પાછળથી ગેટ્સે માઇક્રોસોફ્ટના સીઇઓ બનાવ્યા. હાર્વર્ડમાં તેઓ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ક્રિસ્ટોસ પાપાડિમિટ્રિઓ ને પણ મળ્યાં હતાં જેમની સાથે મળીને પેનકેક સોર્ટિંગ પરના પેપર પર કામ કર્યું હતું. હાર્વર્ડમાં વિદ્યાર્થી હતાં તે દરમિયાન તેમણે સુયોજીત અભ્યાસ યોજના નક્કી કરી ન હતી અને મોટા ભાગનો સમય શાળાના કોમ્પ્યુટરોનો ઉપયોગ કરવામાં વ્યતીત કરતાં હતાં.તેઓ પોલ એલનના સંપર્કમાં રહ્યાં હતાં અને 1974 માં ઉનાળા દરમિયાન હનીવેલ ખાતે તેમની સાથે જોડાયા હતાં.પછીનો વર્ષોમાં તેમણે ઇન્ટેલ 8080 સીપીયુ પર આધારીત એમઆઇટીએસ અલ્ટેઇર 8800 રજુ કર્યું. ગેટ્સ અને એલને આ તેમના કાર્ય બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણયની વાત તેમના માતા-પિતાને કરી હતી. કંપની શરૂ કરવામાં ગેટ્સની ઉત્સુકતા જોઇ ગેટ્સના માતા-પિતાએ આ અંગે તેમને સમર્થન આપ્યું હતું.
માઇક્રોસોફ્ટ
બેસિક
એમઆઇટીએસ અલ્ટેઇર ૮૮૦૦ સાથે ૮ ઇંચ ફ્લોપી ડિસ્ક સિસ્ટમ અલ્ટેઇર ૮૮૦૦ને દર્શાવતો "પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સનો જાન્યુઆરી ૧૯૭૫ નો ઇસ્યુ દેખ્યા બાદ ગેટ્સે નવા માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટેલિમેટ્રી સિસ્ટમ્સ માઇક્રોકોમ્પ્યુટરની સર્જક કંપની માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટેલિમેટ્રી સિસ્ટમ્સ (એમઆઇટીએસ) નો સંપર્ક સાધ્યો હતો. તેઓ અન્ય સંસ્થાઓ માટે બેસિકના અધ્યાપકનું કાર્ય કરતાં હતાં.વાસ્તવમાં ગેટ્સ અને એલન પાસે અલ્ટેઇર ન હતું અને તેમણે તેના માટે કોઇ કોડ પણ લખ્યું ન હતું. તેઓ માત્ર એમઆઇટીએસનો રસ માપવા માંગતા હતાં. એમઆઇટીએસના પ્રેસિડેન્ટ એડવર્ડ રોબર્ટસ પ્રદર્શન માટે તેમને મળવા સંમત થયા હતાં. થોડા સપ્તાહોમાં તેમણે અલ્ટેઇર એમ્યુલેટર વિકસાવી દીધું ત્યારબાદ તેમણે તેને માઇક્રોકોમ્પ્યુટર અને પછીથી બેસિક ઇન્ટરપ્રિટર પર ચલાવ્યું.અલ્બુકર્કમાં એમઆઇટીએસના કાર્યાલયોમાં ગોઠવવામાં આવેલા પ્રદર્શનો સફળ રહ્યાં અને તેના પરીણામ સ્વરૂપે તેમણે અલ્ટેઇલ બેઝિક જેવાં ઇન્ટરપ્રિટરની ફાળવણીનો એમઆઇટીએસ સાથે સોદો કર્યો. પોલ એલને એમઆઇટીએસમાં નોકરી મેળવી પછી ગેટ્સે પણ નવેમ્બર 1975માં એમઆઇટીએસમાં એલન સાથે કામ કરવા માટે હાર્વર્ડમાંથી રજાની પરવાનગી મેળવી.તેમણે તેમની ભાગીદારીનું નામ માઇક્રો-સોફ્ટ રાખ્યું અને અલ્બુકર્કમાં પ્રથમ કાર્યાલય સ્થાપ્યું.એક વર્ષના સમયગાળામાં ભાગીદારી તૂટી ગઇ અને 26 નવેમ્બર, 1976માં સ્ટેટ ઓફ ન્યુ મેક્સિકોના સિચવના કાર્યાલયમાં માઇક્રોસોફ્ટ નામની નોંધણી કરવામાં આવી.
કોમ્પ્યટરના ચાહકોમાં માઇક્રોસોફ્ટનો બેઝિક લોકપ્રિય થઇ ગયો હતો પરંતુ ગેટ્સને જાણ થઇ કે તેની પ્રિ-માર્કેટ નકલો બજારમાં જાહેર થઇ ગયું હતું અને પુર ઝડપે તેની નકલો અને ફાળવણી થઇ રહી હતી.ફેબ્રુઆરી 1976માં ગેટ્સે એમઆઇટીએસના સમાચારપત્રમાં કોમ્પ્યુટર ચાહકોને ખુલ્લો પત્ર લખ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે એમઆઇટીએસ ચૂકવણી વગર ઉચ્ચગુણવત્તાયુક્ત સોફ્ટવેરનું ઉત્પાદન, ફાળવણી અને જાળવણી ચાલુ નહી રાખે. ઘણાં કોમ્પ્યુટર ચાહકોને આ પત્ર ન ગમ્યો પરંતુ ગેટ્સ તેમના વિચાર પર અડગ રહ્યાં કે સોફ્ટવેર ડેવલપર્સ તેમની ચૂકવણી માંગી શકે છે.1976ના પાછળના ભાગમાં માઇક્રોસોફ્ટ એમઆઇટીએસથી અલગ પડી ગયું અને વિવિધ સિસ્ટમો માટે લેંગ્વેજ સોફ્ટવેર માટે પ્રોગ્રામ બનાવવાનું ચાલુ રાખ્યું. કંપની 1, જાન્યુઆરી, 1979માં અલ્બુકર્કથી બેલેવ્યુ, વોશિંગ્ટન સ્થિત થઇ હતી.
માઇક્રોસોફ્ટની શરૂઆતમાં તેના બધાંજ કર્મચારીઓ પર કંપનીના વ્યવસાય માટે મોટી જવાબદારી હતી. ગેટ્સ વ્યાપારની બધીજ વિગતો તપાસતા અને તેની સાથે સાથે કોડ પણ લખવાનું તેમણે ચાલું રાખ્યું હતું. પ્રથમ પાંચ વર્ષ દરિમયાન કંપની દ્વારા નિકાસીત થતાં દરેક કોડની દરેક દરેક લાઇનને ધ્યાનપૂર્વક ચકાસતાં હતા અને જ્યાં તેમને જરૂર જણાય ભાગ ફરીથી લખતાં હતા
આઇબીએમમાં ભાગીદીરી
1980માં આઇબીએમે તેના આગામી પર્સનલ કોમ્પ્યુટર, આઇબીએમ પીસી માટે બેઝિક ઇન્ટરપ્રિટર લખવા માટે માઇક્રોસોફ્ટનો સંપર્ક સાધ્યો હતો.જ્યારે આઇબીએમના પ્રતિનિધીએ જણાવ્યું કે તેમને ઓપરેટિંગ સિસ્ટમની જરૂરીયાત છે ત્યારે ગેટ્સે તેમને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સીપીએમ ઓપરેટિંગ સિસ્ટમ ડિજીટલ રિસર્ચનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. આઇબીએમની ડિજિટલ રીસર્ચ સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી અને તેઓ પરવાનગી કરાર સુધી પંહોચી ન શક્યાં.આઇબીએમના પ્રતિનિધી જેત સેમ્સે ત્યારબાદ ગોઠવેલી ગેટ્સ સાથેની મૂલાકાતમાં પરવાનગીને લગતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને તેમને સ્વીકૃત ઓપરેટિંગ સિસ્ટમ મેળવવા માટે જણાવ્યું.થોડા સપ્તાહો બાદ ગેટ્સે સીપીએમ જેવી 86-ડોસ નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પીસી સમાન હાર્ડવેર બનાવનાર સિએટલ કોમ્પ્યુટર પ્રોડક્ટ્સ (એસસીપી)ના ટિમ પિટરસન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. માઇક્રોસોફ્ટે વિશેષ પરવાનગી એજન્ટ બનવા માટે એસસીપી સમક્ષ કરાર કર્યો અને ત્યારબાદ 86-ડોસની સંપૂર્ણ માલિકી મેળવી. પીસીની ઓપરેટિંગ સિસ્ટમને બંધબેસતી કરીને માઇક્રોસોફ્ટે 50,00 ડોલરની એક વખતની ફીના વિનિમય પેટે તે સિસ્ટમ આઇબીએમને આઇબીએમ પીસી-ડોસ તરીકે આપી. ગેટ્સે આઇબીએમને આગ્રહ કર્યો હતો કે આઇબીએમ આ ઓપરેટિંગ સિસ્ટમ પર કોપિરાઇટ રાખશે કારણકે તેઓ માનતાં હતાં કે અન્ય હાર્ડવેર વિતરકો આઇબીએનની આ સિસ્ટમની નકલ કરી શકે છે.
વિન્ડોવ્ઝ
ગેટ્સની દેખરેખ હેઠળ 25 જુન, 1981માં માઇક્રોસોફ્ટ કંપનીનું પુનગઠન કરવામાં આવ્યું જેમાં કંપનીનું વોશિંગ્ટન ખાતે પુનસ્થાપન કરવામાં આવ્યું અને ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના પ્રેસિડેન્ટ અને બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.માઇક્રોસોફ્ટે 20 નવેમ્બર, 1985માં માઇક્રોસોફ્ટ વિન્ડોઝની છુટક આવૃત્તિ રજુ કરી અને ઓગષ્ટમાં કંપનીએ ઓએસ/2 નામની અલગ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે આઇબીએમ સાથે કરાર કર્યો. બંને કંપનીઓએ નવી સિસ્ટમની પ્રથમ આવૃત્તી સફળતા પૂર્વક ડેવલપ કરી હોવા છતાં રચનાત્મક મતભેદોના કારણે બંનેની ભાગીદારીમાં વિખવાદ ઉભો થયો હતો. ગેટ્સે 16 મે, 1991માં આંતરીક મેમોનો ભંગ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે ઓએસ/2 ની ભાગીદારીનો અંત લાવવામાં આવ્યો છે અને માઇક્રોસોફ્ટ તેના કાર્યો વિન્ડોઝ એનટી કેર્નેલ (કોમ્પ્યુટર સાયન્સ) ના વિકાસમાં લગાવશે
વ્યવસ્થાપન શૈલી
બિલ ગેટ્સે 27 ઓગષ્ટ,1998 ના દિવસે માઇક્રોસોફ્ટ ખાતે વક્યવ્ય આપ્યું હતું. 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના બાદ 2006 સુધી કંપનીની ઉત્પાદન વ્યુહરચના માટે પ્રાથમિક જવાબદારી ગેટ્સની હતી.તેમણે ભારે ઉત્સાહ સાથે કંપનીની પ્રોડક્ટસનો વ્યાપ વધાર્યો હતો અને જ્યારે પણ માઇક્રોસોફ્ટ સોર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતી ત્યારે તેઓ તેને ટકાવી રાખવા માટે તનતોડ મહેનત પણ કરતાં હતા. એક્ઝિક્યુટિવ તરીકે ગેટ્સ માઇક્રોસોફ્ટના સિનિયર મેનેજરો અને પ્રોગ્રામ મેનેજરોને નિયમિત મળતા હતા.કંપનીને લાંબા ગાળાના જોખમમાં મુકી શકે તેવી મેનેજરોની વ્યાપાર વ્યૂહરચનામાં અને દરખાસ્તોમાં ખામીઓ દેખાતાં પ્રથમ તબક્કે તેમને શાબ્દિક લડાઇખોરી અને ધમકાવવાનો અભિગમ અપનાવ્યો હતો. તેઓ પ્રદર્શન દરમિયાન વાંરવાર આ શબ્દોનું ઉચ્ચારણ કર્યાં કરતાં હતા કે, "પહેલી વાર મેં આ પ્રકારની મૂર્ખામીભરી વાત સાંભળી.અને "શા માટે તમે તમારા બધાંજ (નાણાકિય)વિકલ્પો છોડી પીસ કોર્પસમાં જોડાઇ જતાં નથી?"શરૂઆતમાં આક્રોશ વ્યક્ત કરી પછી તેઓ વિગતવાર દરખાસ્તનો બચાવ કરતાં અને છેવટે તેઓ સંપુર્ણપણ સંમત થઇ જતાં હતા. જ્યારે તેમના સહકર્મચારીઓ કોઇ કાર્યમાં ઢીલ કરતાં ત્યારે તેઓ કટાક્ષપૂર્વક કહેતાં કે હું કાર્ય સપ્તાહના અંતે પૂર્ણ કરી દઇશ.
ભૂતકાળમાં માઇક્રોસોફટ ખાતે ગેટ્સની ભૂમિકા પ્રાથમિક સ્તરે વ્યવસ્થાપક અને જો કે, શરૂઆતના વર્ષોમાં તેઓ સક્રિય સોફ્ટવેર ડેવલપર રહ્યાં હતાં અને ખાસ કરીને તેઓ કંપનીની પ્રોગ્રામિંગ લેગ્વેંજ પ્રોડક્ટ્સ માટે સક્રિય રહેતાં હતા. ટીઆરએસ-80 મોડલ 100 લાઇન માટે કામ કરતાં હતાં ત્યારથી તેઓ ડેવલપમેન્ટ ટીમમાં સત્તાવાર રીતે કામ નથી આપી રહ્યાં પરંતુ તેમણે છેક 1989 માં આ માટેનો કોડ રજુ કર્યો હતો.15 જુન, 2006માં ગેટ્સે જાહેરાત કરી હતી કે સેવાવૃત્તીના કામમાં વધારે સમય ફાળવવા માટે તે બે વર્ષ પછી રોજબરોજના કામમાંથી નિવૃત્તી લઇ લેશે.તેમણે તેમના કાર્યની જવાબદારી બે વ્યક્તિઓ વચ્ચે વહેંચી દીધી છે. રે ઓઝ્ઝીને રોજબરોજની જવાબદારી સોંપવામાં આવી જ્યારે ક્રેગ મુન્ડીને લાબાં ગાળાની ઉત્પાદન વ્યુહરચનાની જવાબદારી આપવામાં આવી.
અવિશ્વાસનો આરોપ
કેટલાક નિર્ણયો માટે માઇક્રોસોફ્ટના વ્યાપાર સંબધિત વ્યવહાર સામે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિટ્રસ્ટ લો અવિશ્વાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો.1998માં યુનાઇટેડ સ્ટેટ્સ વિ. માઇક્રોસોફ્ટ કેસમાં ગેટ્સે જે પૂરાવા આપ્યા હતા તેને કેટલાક પત્રકારોએ ઉડાઉ જણાવ્યા હતા.તેઓ "સ્પર્ધા", "સંબધ" અને "અમે" જેવા શબ્દોના પ્રાસગિક અર્થ માટે નિરિક્ષક ડેવિડ બોઇઝ સાથે દલિલમાં પડ્યાં."બિઝનેસ વિકે નોંધ્યું હતું,
ગેટ્સે પછીથી જણાવ્યું હતું કે તેમના શબ્દોને બોઇઝ ખોટી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરતાં હતાં તેને અટકાવવાનો તેમણે સામાન્ય પ્રયત્ન કર્યો હતો.તેમની નિવેદનના સમય દરમિયાન તેમણે જણાવ્યું હતું કે શું હું બોઇઝને સીધા જવાબો આપવાનું ટોળું છું?મે ગુનાઓ પર દલીલ કરી છે.બોઇઝના સામે હું ઉદ્ધતાઇથી વર્ત્યો હોઇ તો મને જે પણ સજા આપશો તે મંજુર છે.
જાહેરખબરોમાં દેખાવ
બિલ ગેટ્સે 2008માં નિર્ણય લીધો હતો કે માઇક્રોસોફ્ટને પ્રમોટ કરવા માટે તેમણે જાહેરખબરોની હારમાળમાં ઓછામાં ઓછા એક વખત પ્રસ્તુત થવાનું રહેશે. આ વ્યાપારિક જાહેર ખબરમાં બે અજાણ્યા માણસો વચ્ચેની 90 સેકન્ડની વાતચીત દર્શાવવામાં આવી છે જેમાં જેરી સિનફેલ્ડ ડિસ્કાઉન્ટ શુઝ સ્ટોર (શુઝ સર્કસ) ની બહાર ચાલે છે અને બિલ ગેટ્સ અંદર શુઝની ખરીદી કરી રહ્યાં છે.સેલ્સમેન શ્રીમાન ગેટ્સને શુઝ વેચવાનો પ્રયત્ન કહ્યો છે જે કદમાં ઘણાં મોટા છે.શ્રીમાન સિનફેલ્ડ કંકિવસ્ટડોર્સ નામના શુઝ અંગે માહિતી આપે છે જે સામાન્ય સજ્જડ છે અને તેમને 10 સાઇઝના શુઝ વેચે છે (જ્યારે સ્ટોર ક્લાર્ક 11 સાઇઝના શુઝનો પ્રયત્ન કરી રહ્યાં છે)શ્રીમાન ગેટ્સ શુઝની ખરીદી કરે છે અને ડિસ્કાઉન્ટ કાર્ડ ઉચું કરે છે જે 1977માં તેમની ટ્રાફિક ઉલંઘન માટે ન્યુમેક્સિકોમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનું મગશોટ હતું તેમાં સામાન્ય ફેરફાર સાથે રજુ કરવામાં આવ્યું હતું. તેઓ મોલમાંથી બહાર નિકળે છે ત્યારે જેરી સિનફેલ્ડ બિલ ગેટ્સને પુછે છે કે તેમણે અન્ય ડેવલપર્સ તરફ મન વાળ્યું હતું ત્યારે તેમને જવાબમાં હકાર મળે છે પછીથી પુછવામાં આવે છે કે તેઓ કોમ્પ્યુટર્સ ઇડિબલ બનાવી રહ્યાં છે ત્યારે પણ તેનો જવાબ હા મળે છે.ઘણાં લોકો કહે છે કે આ શ્રીમાન સિનફેલ્ડના પોતાના કાર્યક્રમ "નથિંગ" (સિનફેલ્ડ) ને અંજલી છે