લખાણ પર જાઓ

પત્તાદકલ

વિકિપીડિયામાંથી
(પટ્ટદકલ થી અહીં વાળેલું)
પત્તાદકલ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

પત્તદકલ (કન્નડ - પત્તદકલુ) ભારતના કર્ણાટક રાજ્યનું એક નગર છે. જે ભારતીય સ્થાપત્યકળાની વેસર શૈલીના આરંભિક પ્રયોગોવાળા સ્મારક સમૂહ માટે પ્રસિદ્ધ છે. આ મંદિર આઠમી સદીમાં બંધાવાયા હતાં. અહીં દ્રવિડ (દક્ષિણ ભારતીય) તથા નાગર (ઉત્તર ભારતીય કે આર્ય) બંને શૈલિઓના મંદિરો છે. પત્તદકલ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશની રાજધાની બાદામીથી ૨૨ કિ.મી. દૂર છે. ચાલુક્ય વંશના રાજાઓએ સાતમી અને આઠમી સદીમાં અહીં ઘણાં મંદિર બંધાવ્યાં. એહોલને સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે, બાદામીને મહાવિદ્યાલય તો પત્તદકલને વિશ્વવિદ્યાલય કહેવાય છે.[] પત્તદકલ શહેર ઉત્તર કર્ણાટક રાજ્યમાં બાગલકોટ જિલ્લામાં મલયપ્રભા નદીના તટ પર વસેલું છે. આ બાદામી શહેરથી ૨૨ કિ.મી. અને ઐહોલ શહેરથી માત્ર ૧૦ કિ.મી. દૂર છે. અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ૨૪ કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં બાદામી છે.[] આ શહેરને ક્યારેક કિસુવોલાલ કહેવાતું, કેમકે અહીંના બલુઆ પત્થર લાલ આભા વાળા છે.[]

શિલ્પ સ્મારક

[ફેરફાર કરો]

ચાલુક્ય શૈલીનો ઉદ્ભવ ૪૫૦ ઈ.માં એહોલમાં થયો. અહીં વાસ્તુકારોએ નાગર અને દ્રવિડ સમેત વિભિન્ન શૈલિઓના પ્રયોગ કર્યા હતાં. આ શૈલિઓના સંગમથી એક અભિન્ન શૈલીનો ઉદ્ભવ થયો. સાતમી શતાબ્દીની મધ્યમાં અહીં ચાલુક્ય રાજાઓના રાજ્યાભિષેક થતાં હતાં. કાલાંતરમાં મંદિર નિર્માણ નું સ્થળ બાદામીથી પત્તદકલ આવી ગયું. અહીં કુલ દસ મંદિર છે, જેમાં એક જૈન ધર્મશાળા પણ શામિલ છે. આને ઘેરેલા ઘણાં ચૈત્ય, પૂજા સ્થળ અને ઘણી અપૂર્ણ આધારશિલાઓ છે. અહીં ચાર મંદિર દ્રવિડ શૈલીના છે, ચાર નાગર શૈલીના છે તથા પાપનાથ મંદિર મિશ્રિત શૈલીનું છે. પત્તદકલને ૧૯૮૭માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. [][][][][]

અહીંના ઘણા શિલ્પ અવશેષ અહિં જ બનેલા પ્લેન્સના સંગ્રહાલય તથા શિલ્પ દીર્ઘામાં સુરક્ષિત રખાયા છે. આ સંગ્રહાલયોનું સંરક્ષણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ કરે છે, જે ભૂતનાથ મંદિર માર્ગ પર સ્થિત છે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ સ્મારકોમાં, અખંડ એકાશ્મ સ્તંભ, નાગનાથ મંદિર, ચંદ્રશેખર મંદિર તથા મહાકુટેશ્વર મંદિર પણ છે, જેમાં અનેક શિલાલેખ છે. વર્ષના આરંભિક ત્રૈમાસમાં અહીં વાર્ષિક નૃત્યોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને ચાલુક્ય ઉત્સવ કહે છે. આ ઉત્સવનું આયોજન પત્તદકલ સિવાય બાદામી અને ઐહોલમાં પણ થાય છે. આ ત્રિદિવસીય સંગીત તથા નૃત્યનો સંગમ કલાપ્રેમીઓ ની ભીડ જમાવે છે. ઉત્સવના મંચની પૃષ્ઠભૂમિમાં મંદિરના દૃશ્ય અને પ્રખ્યાત કલાકાર આ દિવસોમાં અહીંના ઇતિહાસને જીવંત કરી દે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "દ ચાલુક્યન મૈગ્નીફીશિયેંસ". મૂળ માંથી 2009-05-10 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૦૯.
  2. ૨.૦ ૨.૧ "પત્તદકલ". www.pattadakal.com. મૂળ માંથી 2009-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
  3. "પત્તદકલ". કર્નાટક ડૉટ કૉમ. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
  4. "દ ચાલુક્યન મૈગ્નીફ઼ીશિયેંસ". મૂળ માંથી 2009-05-10 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૦૯.
  5. "પત્તદકલ". મૂળ માંથી 2004-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૦૯.
  6. "વર્લ્ડ છેરિટેજ સાઇટ્સ - પત્તદકલ, ગ્રુપ ઑફ મૉન્યુમાંટ્સ ઐટ પત્તદકલ (૧૯૮૭), કર્નાટક". મેળવેલ ૬ માર્ચ ૨૦૦૯.
  7. "ગ્રુપ ઑફ મૉન્યુમાંટ્સ ઐટ પત્તદકલ" (PDF). મૂળ (PDF) માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ માર્ચ ૨૦૦૯.
  8. "અનુભાગ-૨, રાષ્ટ્ર પાર્ટી: ભારત, પ્રોપર્ટી નામ: પત્તદકલ માં સ્મારક સમૂહ" (PDF). મેળવેલ ૯ માર્ચ ૨૦૦૯.

ઇતર વાંચન

[ફેરફાર કરો]
  • જૉર્જ મિચેલ. પત્તદકલ. ઑક્સ્ફોર્ડ યુનિવર્સિટી પ્રેસ. મૂળ (પેપરબેક) માંથી 2009-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
  • જૉર્જ મિચેલ. પત્તદકલ, મૂવમેણ્ટલ લેગેસી. ઑક્સ્ફોર્ડ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ મનોહર પબ્લિશર્સ એન્ડ ડિસ્ટ્રિબ્યૂટર્સ. મૂળ (પેપરબેક) માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]