ફિરોઝશાહ મહેતા
સર ફિરોઝશાહ મહેતા | |
---|---|
જન્મની વિગત | ફિરોઝશાહ મેરવાનજી મહેતા 4 August 1845 |
મૃત્યુ | 5 November 1915 મુંબઈ, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 70)
નાગરિકતા | બ્રિટીશ રાજ |
શિક્ષણ સંસ્થા | મુંબઈ વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | વકીલ, રાજકારણી |
પ્રખ્યાત કાર્ય | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સહ-સ્થાપક અને પ્રમુખ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
ફિરોઝશાહ મહેતા (૪ ઓગસ્ટ ૧૮૪૫ - ૫ નવેમ્બર ૧૯૧૫) ભારતના પારસી રાજકારણી અને વકીલ હતા. તેમને કાયદાની સેવાઓ માટે બ્રિટિશ સરકાર તરફથી સર નો ખિતાબ મળ્યો હતો.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૪ ઓગસ્ટ ૧૮૪૫ ના દિવસે મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો.[૧] એમણે મુંબઇમાં જ બી.એ. અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.[૧] એ પછી બેરીસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા હતા.[૧] લંડનમાં એમના પ્રયત્નોથી લંડન લીટરરી સોસાયટીની સ્થાપના થઇ.[૧] લંડનના અભ્યાસ દરમ્યાન એમણે હિન્દુસ્તાનની શીક્ષણવ્યવસ્થા નામે મહાનિબંધ લખ્યો.[૧] ૧૮૬૯ના વર્ષમાં તેઓ ભારત પરત આવ્યા અને વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.[૧] ૧૮૮૪ થી ૧૮૮૮ દરમ્યાન એમણે મુંબઇ સુધરાઇના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા.[૨] ૧૮૮૯માં તેઓ મુંબઈમાં કોંગ્રેસના પાંચમાં સત્રની એક સમિતિના પ્રમુખ રહ્યા હતા[૩] અને તેના પછીના કલકત્તા સત્રના પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "ફિરોઝશાહ મેહતા - દિવ્ય ભાસ્કર". દિવ્ય ભાસ્કર. ૪ ઓગષ્ટ ૨૦૧૭. Check date values in:
|date=
(મદદ) - ↑ "Rajya Sabha". મૂળ માંથી 2008-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-15.
- ↑ "An Uncrowned King". Malaya Tribune. ૮ ડિસેમ્બર ૧૯૧૫. મેળવેલ ૧૫ મે ૨૦૧૭.
- ↑ "Presidents of Indian National Congress". મૂળ સંગ્રહિત માંથી ૨૬ ઓક્ટોબર ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |