ભેડાઘાટ
Appearance
ભેડાઘાટ (હિંદી: भेड़ाघाट), ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલ એક રમણીય પર્યટન સ્થળ છે. નર્મદા નદી પર આવેલ ધુંઆધાર ધોધ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત "ચોસઠ જોગણી મંદિર" પણ અહીં આવેલ છે.
નર્મદા નદીના બન્ને કિનારા પર આરસપહાણ (સંગેમરમર)ના પથ્થર વડે બનેલ ઊંચી ભેખડો અહીંની ખાસિયત છે. આ પર્યટન સ્થળ જબલપુર થી આશરે 23 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. જબલપુરથી અહીં આવવા માટે બસ, રીક્ષા, ટેક્સી વગેરેની સવલત ઉપલબ્ધ છે. આ સ્થળ પર કેટલાક જાણીતા ચલચિત્રોનું ફિલ્માંકન પણ કરવામાં આવેલ છે.