લખાણ પર જાઓ

મારુતિ સુઝુકી

વિકિપીડિયામાંથી
Maruti Suzuki India Limited
Public (BSE MARUTI, NSE MARUTI)
ઉદ્યોગAutomotive
સ્થાપના1981 (as Maruti Udyog Limited)
મુખ્ય કાર્યાલયDelhi, India
મુખ્ય લોકોMr. Shinzo Nakanishi, Managing Director and CEO
ઉત્પાદનોAutomobiles, Motorcycles
આવકIncreaseUS$4.8 billion (2009)
કર્મચારીઓ6,903 []
પિતૃ કંપનીSuzuki Motor Corporation
વેબસાઇટMarutiSuzuki.com

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (હિંદી: मारुति सुज़ूकी इंडिया लिमिटेड), જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની આંશિક ભાગીદાર પેટા કંપની છે જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે, અને સ્થાનિક કાર બજારમાં 45%થી વધારે હિસ્સેદારી ધરાવે છે. આ કંપની પ્રારંભિક સ્તરની મારુતિ 800 અને અલ્ટોથી હેચબેક રિટ્ઝ, એ-સ્ટાર, સ્વીફ્ટ, વેગન-આર, એસ્ટિલો અને સેડન કારમાં ડિઝાયર, એસએક્સ4 (SX4) તેમજ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ગ્રાન્ડ વિટારા જેવી કારની શ્રેણી ઉપલબ્ધ કરાવે છે.[]

એક મિલિયન કરતા વધારે કારનું મોટાપાયે ઉત્પાદન અને વેચાણ કરનાર તે ભારતની પ્રથમ કંપની હતી. ભારતમાં ઓટોમોબાઈલ ક્રાંતિ લાવવા માટે આ કંપનીને મોટો શ્રેય આપવામાં આવે છે. તે ભારતીય બજારમાં આગેવાન તરીકે ઓળખાય છે અને 17 સપ્ટેમ્બર 2007ના રોજ તેનું નામ મારુતિ ઉદ્યોગ લિમિટેડ માંથી બદલીને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું હતું. કંપનીનું વડુમથક દિલ્હીમાં છે.

ટૂંકી રૂપરેખા

[ફેરફાર કરો]
ચિત્ર:Maruti800 manhan.JPG
નૈનિતાલ હિલમાં મારુતિ 800
ચિત્ર:Maruti Old Logo.JPG
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો જુનો લોગોબાદમાં તેમાં સુઝુકી મોટર કોર્પ.નો લોગો પણ ઉમેરવામાં આવ્યો
'મારુતિ 800 પર મુનિસિયારીની સફર', ઉત્તરાખંડ હિમાલયમાં

મારુતિ સુઝુકી ભારતની પ્રથમ ક્રમની અગ્રણી મોટરગાડી નિર્માતા કંપની છે અને કાર ક્ષેત્રે, વેચાયેલા વાહનોની સંખ્યા અને કમાણી બંને રીતે બજારમાં અગ્રેસર છે. તાજેતરના સમય સુધી, કંપનીનો 18.28% ટકા હિસ્સો ભારત સરકારની માલિકીનો હતો, અને 54.2% હિસ્સો જાપાનની સુઝુકીની માલિકીનો હતો. ભાજપના વડપણ હેઠળની સરકાર 2003ના જૂન મહિનામાં કંપનીના 25% હિસ્સા માટે ઈનિશયલ પબ્લિક ઓફરિંગ (પ્રારંભિક જાહેર પ્રસ્તાવ) લાવી હતી. 10 મે 2007ના રોજ, ભારત સરકારે તેના તમામ શેર ભારતીય નાણાકીય સંસ્થાનોને વેચી દીધા હતા. આ સાથે, મારુતિ ઉદ્યોગમાં ભારત સરકારની વધુ હિસ્સેદારી નહોતી રહી.

મારુતિ ઉદ્યોગ લિમિટેડ (એમયુએલ (MUL)) ની સ્થાપના 1981ના ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી, જોકે તેમ છતા તેનુ વાસ્તવિક ઉત્પાદન 1983માં મારુતિ 800 સાથે શરૂ થઈ શક્યું હતું, જે ગાડી સુઝુકી અલ્ટો કેઈ કાર પર આધારિત હતી, જે તે સમયે ભારતમાં ઉપલબ્ધ એકમાત્ર આધુનિક ગાડી હતી, તેમના હરીફો માત્ર - હિન્દુસ્તાન એમ્બેસેડર અને પ્રિમિયર પદ્મિની હતા જે બંને તે વખતે 25 વર્ષ જૂના હતા. 2004 સુધીમાં, મારુતિ સુઝુકીએ 5 મિલિયનથી વધારે વાહનોનું ઉત્પાદન કરી નાખ્યું હતું. મારુતિ સુઝુકીનું વેચાણ ભારત અને કેટલાક અન્ય દેશોમાં નિકાસ ઓર્ડરના આધારે થાય છે. મારુતિ સુઝુકીની જેવા જ મોડેલો (પરંતુ મારુતિ ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત નહીં) સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા વેચવામાં આવે છે અને પાકિસ્તાન તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં તેનું ઉત્પાદન થાય છે.

આ કંપની દર વર્ષે 50,000થી વધુ કારની નિકાસ કરે છે અને ભારતમાં દર વર્ષે 730,000થી વધારે કારોના વેચાણ સાથે ખૂબ જ મોટુ સ્થાનિક બજાર ધરાવે છે. મારુતિ 800, 2004 સુધી, ભારતની અત્યાર સુધી સૌથી વધુ વેચાતી નાની ગાડી હતી અને તે 1983માં રજૂ થઈ હતી. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં આ કારના એક મિલિયનથી વધારે યુનિટ વેચાઈ ચુક્યા છે. હાલમાં, મારુતિ સુઝુકી અલ્ટો વેચાણના ચાર્ટમાં સૌથી ટોચે છે અને મારુતિ સુઝુકી સ્વીફ્ટ એ2 (A2) વિભાગમાં સૌથી વધારે વેચાય છે.

ભારતીય બજારમાં મારુતિ 800 મોટી સંખ્યામાં વેચાઈ ચુકી હોવાથી, તેની નાની કારના મોડેલ માટે સામાન્યપણે "મારુતિ" શબ્દનો ઉપયોગ થાય છે ("મારુતિ" હિન્દુ દેવતા હનુમાનનું નામ છે).

મારુતિ સુઝુકી ભારતીય કાર બજારમાં બે દાયકા કરતા વધારે સમયથી અગ્રેસર છે.

તેના ઉત્પાદન એકમો ગુડગાંવ અને દિલ્હીની દક્ષિણે માનેસર, એમ બે સ્થળે ઉભા કરાયેલા છે. મારુતિ સુઝુકીની ગુડગાંડ ખાતેની સુવિધામાં વાર્ષિક 350,000 યુનિટનું ઉત્પાદન કરવાની સ્થાપિત ક્ષમતા છે. માનેસર ખાતેની સુવિધા ફેબ્રુઆરી 2007માં શરૂ કરવામાં આવી હતી જ્યાં વાર્ષિક 100,000 યુનિટ તૈયાર કરવાની ક્ષમતા વાળો વાહન એસેમ્બલ (જોડવા)નો પ્લાન્ટ છે અને ડીઝલ એન્જિન પ્લાન્ટ પણ છે જે વાર્ષિક 100,000 એન્જિન અને ટ્રાન્સમિશન્સની ક્ષમતા ધરાવે છે. માનેસર અને ગુડગાંવ સુવિધાઓ મળીને વાર્ષિક 700,000થી વધારે યુનિટના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.

ભારતમાં વેચાતી કુલ કારમાં અડધાથી વધારે મારુતિ સુઝુકી કારો હોય છે. આ કંપની જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની પેટા કંપની છે, જે મારુતિ સુઝુકીમાં 54.2 ટકા હિસ્સો ધરાવે છે. બાકીના હિસ્સાની માલિકી જાહેરજનતા અને નાણાંકીય સંસ્થાનોની છે. આ કંપની ભારતમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે.

2007-08 દરિમયાન, મારુતિ સુઝુકીએ 764,842 કારો વેચી હતી જેમાંથી 53,024ની નિકાસ કરવામાં આવી હતી. 14 ડિસેમ્બર 1983ના રોજ મારુતિ સુઝુકીની પ્રથમ કાર બજારમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં કંપનીની કુલ છ મિલિયનથી વધારે કારો ભારતીય માર્ગો પર દોડી રહી છે.

મારુતી સુઝુકી 15 મોડેલમાં ઉપલબ્ધ છે, મારુતિ 800, અલ્ટો, વેગનઆર, એસ્ટિલો, એ-સ્ટાર, રીટ્ઝ, સ્વીફ્ટ, સ્વીફ્ટ ડિઝાયર, એસએક્સ4 (SX4), ઓમ્ની, ઈકો, જીપ્સી, ગ્રાન્ડ વિટારા. સ્વીફ્ટ, સ્વીફ્ટ ડિઝાયર, એ-સ્ટાર અને એસએક્સ4 (SX4)નું ઉત્પાદન માનેસરમાં થાય છે જ્યારે, ગ્રાન્ડ વિટારા સંપૂર્ણપણે તૈયાર થયેલા યુનિટ (સીબીયુ (CBU)) તરીકે જાપાનથી આયાત કરવામાં આવે છે, બાકીના તમામ મોડેલોનું ઉત્પાદન મારુતિ સુઝુકીના ગુડગાંવ ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવે છે.

તેની જનક કંપની સુઝુકી મોટર કોર્પોરેશન, છેલ્લા ત્રણ દાયકાથી વિશ્વમાં મીની (ટૂંકી) અને કોમ્પેક્ટ (નાની) કારના બજારમાં અગ્રેસર છે. નાની કારમાં શક્તિ અને સારા પ્રદર્શનને એક સાથે ભેગા કરવાની ક્ષમતા અને, ઓછા વજનનું એન્જિન કે જે સુઘડ અને ઈંધણ સક્ષમ હોય છે તેમાં જ સુઝુકીની તકનીકી શ્રેષ્ઠતા જોવા મળે છે. ભારતનું નંબર 1 વાહન મારુતિ સુઝુકી મને નેગી સૌથી વધુ ગમે છે અંદાજે 75,000 લોકોને મારુતિ સુઝુકી અને તેની ભાગીદાર કંપનીઓમાં સીધા નોકરીએ રાખવામાં આવેલા છે. જે.ડી.પાવર એશિયા પેસિફિક દ્વારા 1999થી 2009 દરમિયાન ભારતમાં તમામ કાર નિર્માતાઓમાં ગ્રાહક સંતોષમાં તેને પ્રથમ ક્રમની કંપની તરીકે ગણાવાઈ છે.[]

ભાગીદાર અને સંયુક્ત સાહસો

[ફેરફાર કરો]

સંજય ગાંધીની માલિકી હેઠળની મારુતિ ટેકનિકલ સર્વિસિઝ લિમિટેડ, મુશ્કેલીઓમાં ચાલતી હતી અને ફડચામાં ગઈ હતી. સંજય ગાંધીના અવસાન બાદ, ઈન્દિરા ગાંધીની સરકારે આ યોજના માટે ભાગીદાર શોધવા ભારતીય ટેકનોક્રેક્ટ્સ (તંત્રજ્ઞો)ના પ્રતિનિધિમંડળની નિયુક્તિ કરી હતી. ટોયોટા, નિસાન અને હોન્ડા સહિતની જાપાનના ઓટોમોબાઈલ ઉદ્યોગની માંધાતા કંપનીઓ સાથે પ્રારંભિક રાઉન્ડની ચર્ચા કરવામાં આવી હતી. સુઝુકી મોટર કોર્પોરેશન તે સમયે ફોર વ્હીલર ઓટોમોબાઈલ (ચાર પૈડાંની ગાડીઓ) ક્ષેત્રે નાના ખેલાડીઓમાં ગણાતી હતી અને ટુ વ્હીલર (બે પૈડાં)ના વાહનોમાં મોટો હિસ્સો ધરાવતી હતી. સુઝુકીની બોલી મહત્વહીન ગણવામાં આવી.

ચર્ચાના પ્રારંભિક રાઉન્ડમાં મોટી કંપનીઓનું વ્યક્તિગત રીતે પ્રતિનિધિત્વ કરાયું હતું તેવી સ્થિતિમાં, કંપનીના પ્રમુખ અને સીઈઓ (CEO) ઓસામુ સુઝુકીએ ખાતરી આપી હતી કે તેઓ ચર્ચાના તમામ રાઉન્ડમાં ઉપસ્થિત હતા. ઓસામુએ એક લેખમાં લખ્યું હતું કે તેનાથી તેમના (ભારતીય પ્રતિનિધિમંડળોના) અહંમને સરળતાથી સંદેશ પહોંચ્યો હતો, અને સુઝુકીની બોલીની ઈમાનદારી અંગે પણ ખાતરી આપી હતી. બદલામાં સુઝુકીને સરકાર દ્વારા ઉત્પાદન સાધનસામગ્રી માટે આયાત મંજૂરી (તે વખતની અને ભારતીય મશીન ટૂલ્સ ઉદ્યોગની પોતાની સમાજવાદી વિચારધારાના કારણે તેમની ઈચ્છા વિરુદ્ધ), ગુડગાંવમાં ફેક્ટરી શરૂ કરવા માટે સરકારી ભાવે જમીનની ખરીદી અને આબકારી દરોમાં ઘટાડો અથવા દૂર કરવા જેવી બાબતોમાં ઘણી મદદ મળી હતી. તેનાથી ખાતરી થઈ કે સુઝુકીએ એકદમ પ્રારંભિક અવસ્થામાંથી તેમના પ્રમુખ સાહસો પૈકી એક બનવા માટે મારુતિ સુઝુકીની સંનિષ્ઠાથી સંભાળ લીધી હતી.[]

સંયુક્ત સાહસ અને સંબંધિત મુદ્દાઓ

[ફેરફાર કરો]
દિલ્હીના પ્રગતિ મેદાનમાં મારુતિ સુઝુકીના એ-સ્ટાર વાહનનું અનાવરણએ-સ્ટાર, સુઝુકીનું પાંચમું વૈશ્વિક કાર મોડેલ, માત્ર ભારતમાં ડિઝાઈન તેમજ તૈયાર કરવામાં આવ્યું હતું.[] કારના વેચાણમાં સુઝુકીની સૌથી મોટી પેટા કંપની હોવા ઉપરાંત, મારુતિ સુઝુકી જાપાન બહાર સુઝુકીની અગ્રણી સંશોધન અને વિકાસ શાખા છે.

સુઝુકી મોટર કોર્પોરેશને અંકુશ માટેનો હિસ્સો મેળવી લીધો ત્યાં સુધી યુનાઈડેટ ફ્રન્ટ (ઈન્ડિયા) સંગઠન હેઠળ ભારત સરકાર અને સુઝુકી મોટર કોર્પોરેશન વચ્ચે સંયુક્ત સાહસ અંગેના સંબંધો ભારતીય પ્રસાર માધ્યમોમાં ગરમ ચર્ચાનો તબક્કો હતો. આ ખૂબ જ નફાકારક સંયુક્ત સાહસ હતુ જેની પાસે ભારતીય ઓટોમોબાઈલ બજારમાં લગભગ ઈજારારૂપી વ્યાપાર હતો અને ત્યાં સુધી ભાગીદારી બંધાઈ તેનો પ્રકાર પણ મોટા ભાગના મુદ્દાઓ માટે અંતર્ગત કારણ હતો. આ સંયુક્ત સાહસની સફળતાના કારણે સુઝુકીએ 1987માં તેમનો ઈક્વિટી હિસ્સો 26% થી વધારીને 40% કર્યો હતો, અને બાદમાં 1992માં 50% સુધી વધાર્યો હતો. 1982માં આ સાહસના બંને ભાગીદારોએ પ્રબંધ નિર્દેશકના હોદ્દા માટે ઉમેદવારના નામાંકન અંગે અને તમામ પ્રબંધ નિર્દેશકનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે તે અંગે સમજૂતી સાધી હતી.[]

આ સંયુક્ત સાહસનો પ્રારંભ કરાયો ત્યાં સુધી પ્રારંભિક ધોરણે આર. સી. ભરગાવા પ્રબંધ નિર્દેશક રહ્યા હતા. આજના દિવસ સુધી તેમને મારુતિ સુઝુકીની સફળતા માટે ચાવીરૂપ વ્યક્તિ માનવામાં આવે છે. 1982માં જોડાયા બાદ તેમણે કંપનીમાં પ્રબંધ નિર્દેશકનો હોદ્દો સંભાળ્યો તે પહેલા કેટલાક ચાવીરૂપ હોદ્દાઓ સંભાળ્યા હતા. હાલમાં તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે.[] શ્રી ભરગાવાએ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બાદમાં તેમણે પાર્ટટાઈમ ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. સરકારે 27 ઓગસ્ટ 1997ના રોજ શ્રી એસ.એસ.એલ.એન. ભક્ષરુડુને પ્રબંધ નિર્દેશક તરીકે નામાંકિત કર્યા હતા. શ્રી ભક્ષરુડુએ જાહેરક્ષેત્રની કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સમાં 21 વર્ષની સેવા આપ્યા બાદ 1983માં મારુતિ સુઝુકી સાથે મહાપ્રબંધક તરીકે જોડાયા હતા. બાદમાં 1987માં તેમને મુખ્ય મહા પ્રબંધક તરીકે બઢતી આપવામાં આવી, અને 1988માં નિર્દેશક, ઉત્પાદન અને આયોજનો, 1989માં નિર્દેશક, સાધનસામગ્રી અને 1993માં સંયુક્ત મહાપ્રબંધક તરીકે બઢતી આપવામાં આવી.

સુઝુકી મોટર કોર્પોરેશનને એક ટૂંકી નોટિસ અપાઈ હોવાથી તે બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠકમાં ભાગ નહોતી લેતી.[] બાદમાં સુઝુકી મોટર કોર્પોરેશને એવુ કહેવું પડ્યું હતું કે શ્રી ભક્ષરુડુ “અસમર્થ” હતા અને અન્ય તેઓ અન્ય કોઈને ઈચ્છતા હતા. જોકે, ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયે આ આરોપો નકારી કાઢ્યા હતા. પ્રસાર માધ્યમોએ મારુતિ સુઝુકીના સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે ભક્ષરુડુ ખાસ કરીને મારુતિ 800ના ગિયર બોક્સ સહિત વિવિધ મોડેલોના મોટાભાગના ભાગો સ્વદેશમાં તૈયાર કરવામાં રસ ધરાવતા હતા. સુઝુકીને એવુ પણ લાગ્યું હતું કે ભક્ષરુડુ સરકારના પ્રતિનિધિના રૂપમાં હતા અને તેઓ આ સાહસમાં કંપનીનો હિસ્સો નહીં વધારવા દે.[] જો મારુતિ સુઝુકી પાસે સ્વદેશમાં બનેલા ગિયર બોક્સ આવી જાય તો મારુતિ સુઝુકી તમામ મોડેલ સુઝુકીની તકનીકી સહાય વગર જ ઉત્પાદન કરી શકે. ગિયર બોક્સને સ્થાનિકસ્તરે તૈયાર કરવા અંગેનો મુદ્દો આજના દિવસ સુધી પ્રેસ (પ્રસાર માધ્યમો)માં પ્રકાશમાં છે.[૧૦]

સુઝુકી મોટર કોર્પોરેશન જ્યારે શ્રી ભક્ષરુડુની નિયુક્તિના વિરુદ્ધમાં મનાઈ હુકમ મેળવવા માટે દિલ્હી ઉચ્ચ અદાલતના દ્વારે ગઈ ત્યારે સંબંધો વધુ વણસ્યા હતા. આ મુદ્દો અદાલતની બહારના સમાધાનથી ઉકેલવામાં આવ્યો હતો અને બંને પક્ષો એ વાત સાથે સહમત થયા હતા કે 31 ડિસેમ્બર 1999 સુધી આર.એસ.એસ.એલ.એન. ભક્ષરુડુ સેવા આપશે અને 1 જાન્યુઆરી 2000થી મારુતિ ઉદ્યોગ લિમિટેડના કાર્યકારી નિર્દેશક જગદીશ ખત્તાર પ્રબંધ નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળશે.[૧૧] સંખ્યાબંધ રાજકારણીઓ માનતા હતા, અને તેમણે સંસદમાં જણાવ્યું હતું કે સુઝુકી મોટર કોર્પોરેશન તેમનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવાનું અને આયાત ઘટાડવાનું ઈચ્છતી નથી. આ સાચુ જ છે, આજે પણ ગિયર બોક્સને હજુ જાપાનથી જ આયાત કરવામાં આવે છે અને ગુડગાંવ સુવિધા (પ્લાન્ટ)માં જોડવામાં આવે છે.

ઔદ્યોગિક સંબંધો

[ફેરફાર કરો]

મારુતિ ઉદ્યોગ લિમિટેડના ઇતિહાસમાં મોટાભાગે તેમને કર્મચારીઓ સાથે અપેક્ષાકૃત કેટલીક સમસ્યાઓ રહી હતી. કામમાં જાપાનીઝ સંસ્કૃતિની પ્રાધાન્યતા અને આધુનિક ઉત્પાદન પ્રક્રિયા, જે સૌપ્રથમ જાપાનમાં 1970ના દાયકામાં સ્થાપવામાં આવી હતી, તેને કંપનીના કાર્યદળે કોઈપણ પ્રકારની સમસ્યા વગર અપનાવી લીધી હતી. પરંતુ 1997માં પ્રબંધનમાં ફેરફાર સાથે, જ્યારે તે થોડા સમય માટે મુખ્યરૂપે સરકાર નિયંત્રિત બની, અને સંયુક્ત મોરચા સરકાર તેમજ સુઝુકી વચ્ચેનો વિવાદ સંભવતઃ કર્મચારીઓમાં અશાંતિનું કારણ હતું. સપ્ટેમ્બર 2000માં જ્યારે મારુતિ ઉદ્યોગ લિમિટેડ (એમયુએલ (MUL))ના કર્મચારીઓ તેમની સામે રજૂ કરાયેલી ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) યોજના અને પેન્શન યોજનાના અમલીકરણમાં સુધારા સહિત અન્ય માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા ત્યારે મોટો વિવાદ જાગ્યો હતો, ઓક્ટોબર 2000માં નવ કર્મચારીઓને નિલંબિત કરવાથી નારાજ થયેલા કર્મચારીઓએ ગુડગાંવ ખાતેના પ્લાન્ટમાં છ કલાક સાધનો હેઠા મુકવાની હડતાળ પાડી છ કલાક સુધી કામકાજ અટકાવી દીધું હતું, અને પગાર સંબંધિત ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન)માં સુધારાની માગણી કરી, જો નિલંબિત કરાયેલા કર્મચારીઓને પાછા લેવામાં ન આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. લગભગ આ સમયે, એનડીએ (NDA) સરકારે, વિનિવેશ નીતિને અનુસરતા, મારુતિ સુઝુકીનો હિસ્સો પબ્લિક ઓફરિંગ (જાહેર પ્રસ્તાવ)માં વેચવા માટે રજૂઆત કરી હતી. વેચાણ બાદ સરકાર દ્વારા મળતી આર્થિક સહાયતાનો મોટો વ્યાપરિક લાભ કંપની ગુમાવશે તેવા વિચારના આધારે કર્મચારી સંગઠને વેચાણની આ યોજનાનો વિરોધ કર્યો હતો.

પ્રબંધન સામેની આ લડત ડિસેમ્બર સુધી ચાલુ રહી હતી અને ત્યારે પ્રબંધન દ્વારા બે મહિના લાંબો વિરોધ અટકાવવા માટે પ્રસ્તાવ મુકાયો હતો જેને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા એમયુએલ (MUL)ના ચાર કર્મચારીઓ સહિત બરતરફ કરાયેલા 92 કર્મચારીને પાછા લેવાની માંગણી સાથે ફગાવી દેવાયો હતો. ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં એજીએમ (AGM)માં કંપનીના શેરધારકોની બેઠક યોજાઈ હતી જે 30 મિનિટ સુધી ચાલી હતી. બરાબર એ જ સમયે એમયુએલ (MUL)ના ગુડગાવ એકમના 1500 પ્લાન્ટ કર્મચારીઓ કંપનીની કોર્પોરેટ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ઉત્પાદન સંબંધિત ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન)ના આરંભ, વધુ બહેતર પેન્શન યોજના અને અન્ય લાભોની માંગણી કરી રહ્યા હતા. પ્રબંધને વધતી સ્પર્ધા અને ઘટતા લાભનું કારણ આગળ ધરી લાભોને માન્ય રાખવાની ના પાડી હતી.[૧૨]

અપાતી સેવાઓ

[ફેરફાર કરો]

હાલમાં મોટરગાડીઓનું વેચાણ

[ફેરફાર કરો]
મારુતિ ઓમ્ની
ભારતની સૈન્ય પોલીસના જવાનો પંજાબમાં વાઘા સરહદ ક્રોસિંગ નજીક મારુતિ જીપ્સીમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ચિત્ર:Maruti-Suzuki Wagon R.jpg
મારુતિ વેગનઆર
મારુતિ અલ્ટો
મારુતિ સુઝુકી સ્વીફ્ટ
ચિત્ર:P1090247.jpg
મારુતિ સુઝુકી ઝેન એસ્ટિલો
સુઝુકી એસએક્સ4 (SX4)
સુઝુકી અલ્ટોની 5મી પેઢીની કાર ભારતમાં મારુતિ સુઝુકી એ-સ્ટાર નામથી વેચાય છે.
મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર
સુઝુકી સ્પ્લેશ ભારતમાં મારુતિ સુઝુકી રિટ્ઝ તરીકે વેચાય છે.

સ્થાનિક સ્તરે ઉત્પાદિત

[ફેરફાર કરો]
  1. 800 (1983માં રજૂ)
  2. ઓમ્ની (1984માં રજૂ)
  3. જીપ્સી (1985માં રજૂ)
  4. વેગનઆર (2002માં રજૂ)
  5. અલ્ટો (2000માં રજૂ)
  6. સ્વીફ્ટ (2005માં રજૂ)
  7. એસ્ટિલો (2009માં રજૂ)
  8. એસએક્સ4 (SX4) (2007માં રજૂ)
  9. સ્વીફ્ટ ડિઝાયર (2008માં રજૂ)
  10. એ-સ્ટાર (2008માં રજૂ)
  11. રિટ્ઝ (2009માં રજૂ)
  12. ઈકો (2010માં રજૂ)
  13. અલ્ટો કે10 (K10)(2010માં રજૂ)
  14. કિઝાશી (2011માં રજૂ)
સુઝુકી ગ્રાન્ડ વિટારા
  1. ગ્રાન્ડ વિટારા (2007માં રજૂ)

બંધ કરી દેવાયેલા કાર મોડેલ

[ફેરફાર કરો]
  1. 1000 (1990–1994)
  2. ઝેન (1993–2006)
  3. એસ્ટીમ (1994–2008)
  4. બલેનો (1999–2007)
  5. ઝેન એસ્ટિલો (2006–2009)
  6. વર્સા (2001–2010)
  7. ગ્રાન્ડ વિટારા એક્સએલ7 (XL7) (2003–2007)

*સ્રોત સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન

ઉત્પાદન સુવિધાઓ

[ફેરફાર કરો]

મારુતિ સુઝુકી ભારતમાં બે રાજ્યમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.[૧૩] બન્ને ઉત્પાદન સુવિધા પાસે વાર્ષિક 1,250,000 વાહનોની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા છે.

ગુડગાંવ ઉત્પાદન સુવિધા

[ફેરફાર કરો]

ગુડગાંવ ઉત્પાદન સુવિધામાં ત્રણ સંપૂર્ણ એકીકૃત ઉત્પાદન પ્લાન્ટ છે અને તે 300 એકર (1.2 ચોરસ કિમી)માં પથરાયેલો છે.300 acres (1.2 km2) તમામ ત્રણેય પ્લાન્ટ વાર્ષિક 3,50,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, પણ ઉત્પાદક્તામાં સુધારો કરવામાં આવતા આ પ્લાન્ટસ વાર્ષિક 7,00,000 વાહનો ઉત્પાદન કરવા સમર્થ બની શક્યા છે. ગુડગાંવ સુવિધા ખાતે વાર્ષિક 240,000 કે-સીરિઝ એન્જિનનું પણ ઉત્પાદન થાય છે. આ સમગ્ર સુવિધા 150થી પણ વધુ યંત્રોથી સજજ છે, તેમાંથી 71 યંત્ર ઇન-હાઉસ (કંપનીમાં) તૈયાર કરાયા છે. ગુડગાંવ સુવિધા 800, અલ્ટો, વેગનઆર, એસ્ટિલો, ઓમ્ની, જીપ્સી અને ઈકોનું ઉત્પાદન કરે છે.

માનેસર ઉત્પાદન સુવિધા

[ફેરફાર કરો]

માનેસર ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન ફેબ્રુઆરી 2007માં થયું હતું અને તે 600 એકર (2.4 ચોરસ કિમી)માં પથરાયેલો છે.600 acres (2.4 km2) પ્રારંભમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 100,000 વાહનોની હતી, પણ તેમાં વધારો થઈને ઓક્ટોબર 2008માં વાર્ષિક 300,000 વાહનોની થઈ હતી. આ ઉત્પાદન ક્ષમતામાં 250,000 સુધીનો વધુ વધારો થયો હતો જે કુલ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 550,000 વાહનો સુધી લઈ ગયો હતો. માનેસર પ્લાન્ટ એ-સ્ટાર, સ્વીફ્ટ, સ્વીફ્ટ ડિઝાયર અને એસએક્સ4 (SX4)નું નિર્માણ કરે છે.

વેચાણ અને સેવા માળખું

[ફેરફાર કરો]

મારુતિ સુઝુકી ભારતીય કંપનીઓમાં એક એવી કંપની છે જે અજોડ વેચાણ અને સેવા માળખું ધરાવે છે. માર્ચ 2010 સુધીમાં તેની ભારતનાં 555 શહેરો અને નગરોમાં 802 ડીલરશિપ છે. તેના દ્વારા વેચાયેલા વાહનોની યોગ્ય સર્વિસ થાય તેની ખાતરી માટે 1,335 નગરો અને શહેરોમાં 2,740 વર્કશોપ (ડીલર વર્કશોપ અને મારુતિ અધિકૃત સર્વિસ સ્ટેશન સહિત) મારુતિ સુઝુકીએ ઊભા કર્યા છે.[૧૪] તેની પાસે ભારતમાં 1,314 શહેરો પરના 30 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 30 ઝડપી સવિર્સ સ્ટેશનો છે. 2015 સુધીમાં ડીલરશીપની સંખ્યા વધારીને 1,500 સુધી કરવાની કંપનીની યોજના છે.[૧૫]

કંપનીની આવક ઊભી કરવામાં સર્વિસ મુખ્ય સ્ત્રોત હતી. મોટાભાગના સર્વિસ સ્ટેશનોનું સંચાલન ફ્રેન્ચાઈઝ આધારીત હતું, જ્યાં મારુતિ સુઝુકી સ્થાનિક કર્મચારીઓને તાલીમ આપે છે. મારુતિ સુઝુકીએ ઊભી કરેલી આ સીમાચિહ્નનરૂપ સુવિધાની બરાબરી કરવા માટે અન્ય ઓટોમોબાઈલ કંપનીઓ સક્ષમ નથી. ઝડપી સર્વિસ સ્ટેશનોએ વાહન સુધી તેમનાં સમારકામ કારીગરને મોકલીને ધોરીમાર્ગો પર અટવાઈ ગયેલા અસંખ્ય વાહનોને મદદ કરી છે.[૧૬]

મારુતિ વીમો

[ફેરફાર કરો]

2002માં આરંભ કરીને મારુતિ સુઝુકીએ, રાષ્ટ્રીય વીમા કંપની, બજાજ આલિઆન્ઝ, નવી દિલ્હી અને રોયલ સુંદરમની મદદથી તેના ગ્રાહકોને વાહન વીમા પૂરા પાડ્યા હતા. મારુતિ ઇન્શ્યૂરન્સ ડિસ્ટ્રિબ્યુટર્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને મારુતિ ઇન્શ્યુરન્સ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની બે સહાયક કંપનીના આરંભ સાથે કંપનીએ આ સેવા પ્રસ્થાપિત કરી હતી.[૧૭]

આ સેવા ગ્રાહકો માટે લાભદાયી અથવા મૂલ્યવાન વધારા તરીકે શરૂ થઈ હતી અને સહેલાઈથી માર્ગ તૈયાર કરવા સક્ષમ હતી. તેના આરંભથી ડિસેમ્બર 2005 સુધીમાં 2 મિલિયન કરતાં વધુ વીમા પોલિસી વેચવા માટે સક્ષમ રહી હતી.[૧૮]

મારુતિ ફાઈનાન્સ

[ફેરફાર કરો]

તેના પાયાના સ્તરના વિકાસને પ્રોત્સાહિત કરવા, મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2002માં મારુતિ ફાઈનાન્સની શરૂઆત કરી હતી. આ સેવા શરૂ કરતાં પહેલાં મારુતિ સુઝુકીએ, લોન મેળવવામાં તેના ગ્રાહકોને મદદ કરવા માટે સિટી ગ્રુપ અને જીઇ કન્ટ્રીવાઇડ સાથે અનુક્રમે સિટિકોર્પ મારુતિ અને મારુતિ કન્ટ્રીવાઇડ નામના બે સંયુક્ત સાહસ શરૂ કર્યા હતા.[૧૯] મારુતિ સુઝુકીએ આ સાહસ શરૂ કરવા કાર ફાઈનાન્સમાં તેના વ્યૂહાત્મક ભાગીદારો સહિત એબીએન એમરો બેંક, એચડીએફસી (HDFC) બેંક, આઇસીઆઇસીઆઇ (ICICI) લિમિટેડ, કોટક મહિન્દ્રા, સ્ટાર્ન્ડડ ચાર્ટર્ડ બેંક અને સુંદરમ સાથે સંધિ કરી હતી. ફરીથી કંપની, માર્ચ 2003માં એસબીઆઇ (SBI) સાથે એક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશી હતી.[૨૦] માર્ચ 2003થી અત્યાર સુધીમાં મારુતિએ એસબીઆઇ-મારુતિ (SBI-Maruti) ફાઈનાન્સ દ્વારા 12,000 વાહનો વેંચ્યાં હતા. એસબીઆઇ-મારુતિ (SBI-Maruti) ફાઈનાન્સ હાલમાં ભારતભરનાં 166 શહેરોમાં ઉપલબ્ધ છે.[૨૧]

"કાર ફાઈનાન્સ વેપારમાં મારુતિ ફાઈનાન્સ સૌથી દિગ્ગજ ખેલાડીઓમાં ઉભરી આવ્યું હતું. તેઓ ગુણવત્તા અને કાર્યક્ષમતામાં આધારચિહ્નન હતા. મારુતિ જથ્થા અને નેટવર્કડ (માળખાયુક્ત) ડીલરશિપ્સ સાથે જોડાતા, બજારસ્થળમાં સર્વોચ્ચ સેવા અને સ્પર્ધાત્મક દરો ઉપલબ્ધ કરાવવા મારુતિ ફાઈનાન્સને સક્ષમ બનાવશે".

Jagdish Khattar, Managing director of Maruti Udyog Limited in a press conference announcing the launch of Maruti Finance on 7 January 2002[૧૯] સિટિકોર્પ મારુતિ ફાઈનાન્સ લિમિટેડએ સિટિકોર્પ ફાઈનાન્સ ઇન્ડિયા અને મારુતિ ઉદ્યોગ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેમનો પ્રાથમિક વ્યવસાય કંપનીએ જણાવ્યા અનુસાર “મારુતિ સુઝુકી વાહનોની ભાડા-ખરીદ માટે નાણાં પૂરા પાડવાનો છે.” સિટિ ફાઈનાન્સ ઇન્ડિયા લિમિટેડ સિટિબેંક ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ડેલવેરની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે. જે સિટિબેંક એન.એ.ના 100% સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. જેમાં સિટિ ફાઈનાન્સ ઇન્ડિયા લિમિટેડ 74% ટકાનો હિસ્સો અને મારુતિ સુઝુકી બાકીનો 26% નો હિસ્સો ધરાવે છે.[૨૨] મારુતિ કન્ટ્રીવાઇડની સ્થાપના કરવા માટે 1995માં જીઇ (GE) કેપિટલ, એચડીએફસી (HDFC) અને મારુતિ સુઝુકી એકસાથે આગળ આવ્યાં હતા.[૨૩] મારુતિ એ દાવો કર્યો હતો કે તેનો ફાઈનાન્સ કાર્યક્રમ તેના ગ્રાહકોને સૌથી સ્પર્ધાત્મક વ્યાજ દરની ઓફર કરે છે, જે બજાર દરથી 0.25% થી 0.5% સુધીનો નીચો દર છે.

મારુતિ ટ્રૂ વેલ્યૂ

[ફેરફાર કરો]

મુખ્ય લેખ - મારુતિ ટ્રૂ વેલ્યૂ

મારુતિ સુઝુકી દ્વારા તેના ગ્રાહકોને મારુતિ ટ્રૂ સર્વિસની ઓફર કરાઈ હતી. તે ઉપયોગ કરાયેલા મારુતિ સુઝુકી વાહનો માટેનું એક બજાર સ્થળ હતું. કોઈ પણ વ્યક્તિ, ભારતમાં આ સેવાની મદદથી ઉપયોગ કરાયેલા મારુતિ સુઝુકી વાહનોની ખરીદી, વેચાણ અથવા અદલા-બદલી કરી શકે છે. વર્ષ 2009 સુધીમાં 315 મારુતિ ટ્રૂ વેલ્યૂ શોપ ખોલવામાં આવી છે.[૨૪]

એન2એન (N2N) ચપળ વહીવટ

[ફેરફાર કરો]

એન2એન (N2N)એ એન્ડ ટુ એન્ડ ફ્લીટ મેનેજમેન્ટ (સંપૂર્ણ ચપળ વહીવટ) નું સંક્ષિપ્ત નામ છે અને કોર્પોરેટ્સને લીઝ (ભાડાની સેવા) તેમજ ચપળ વહીવટી ઉકેલ પૂરા પાડે છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ડ્યૂપોન્ટ, રેકકિટ્ટ બેંકિસર/2}, સોના સ્ટીયરિંગ, દૂરદર્શન, સિંગર ઇન્ડિયા, નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ ટ્રાન્સવર્ડ સહિત આ સેવા કરારબદ્ધ કરનારા તેના ગ્રાહકોની પ્રભાવી યાદી છે. આ ચપળ વહીવટી સેવામા વાહનોના જીવનભરના તમામ ઉકેલો સામેલ છે, જેમાં ભાડાપટ્ટે અપાતુ સમારકામ કે જાળવણી, સાનૂકળ સેવાઓ અને પુનઃમાર્કેટિંગનો સમાવેશ થાય છે.[૨૫]

ઍક્સેસરિઝ (સહાયક સામગ્રી)

[ફેરફાર કરો]

મારુતિ સુઝુકી સિવાયની વાહનના ભાગોની કંપનીઓમાંથી ઘણીએ સુસંગત હોય તેવા ભાગો અને ઍક્સેસરિ (સહાયક સામગ્રી)ની ઓફર શરૂ કરી હતી. આ બાબતે મારુતિ સુઝુકી માટે ગંભીર જોખમ અને આવકમાં ખોટ ઊભી કરી હતી. મારુતિ સુઝુકીએ એલૉઈ વ્હીલ્સ, બોડી કવર, કાર્પેટ, ડોર વિઝર્સ, ફોગ લેમ્પ્સ,,સ્ટીરિયો સિસ્ટમ્સ, સીટ કવર્સ જેવી ઍક્સેસરિઝ અને અન્ય કાર પ્રોડક્ટ્સની ઓફર કરવા મારુતિ જેન્યૂઇન ઍક્સેસરિઝ ના બ્રાન્ડ નામ હેઠળ એક નવી પહેલ કરી હતી. આ પ્રોડક્ટ્સ દેશભરમાં વિક્રેતા દુકાનો અને સત્તાવાર સર્વિસ સ્ટેશનો દ્વારા વેચવામાં આવે છે.[૨૬]

મારુતિ ડ્રાઈવિંગ શાળા

[ફેરફાર કરો]
ચેન્નઈમાં મારુતિ ડ્રાઈવિંગ શાળા

તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે મારુતિ સુઝુકીએ દિલ્હીમાં મારુતિ ડ્રાઈવિંગ શાળા શરૂ કરી હતી. પાછળથી આ સેવા ભારતના અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવી હતી. આ શાળાઓ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણ પરના નમૂના પ્રમાણે હતી, જ્યાં શીખનારાઓએ વર્ગખંડ અને પ્રયોગ એમ બંને સત્રમાંથી પસાર થવાનું હોય છે. માર્ગ વર્તુણક અને વલણ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય સ્તરની તાલિમ પણ આપવામાં આવે છે. અસલ વાહનો પર ડ્રાઈવિંગ પર જતાં પહેલાં ભાગ લેનારાઓને સ્ટિમ્યૂલેટર્સ(અસલની પ્રતિકૃતિ) પર તાલિમ આપવામાં આવે છે.[૨૭]

"ભારતીય માર્ગો પર વધી રહેલાં મૃત્યુ અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ. સરકાર, ઉદ્યોગ અને સ્વૈચ્છિક ક્ષેત્રો સમન્વિત રીતે એક જૂથ થઈને કામ કરે તો આ મૃત્યુ દર ઘટાડી શકાય તેમ છે. પણ અમે માનીએ છીએ કે મારુતિ આ સંદર્ભે કંઈક કરી શકે તેવી સૌપ્રથમ કંપની હોઈ શકે છે અને આથી જ મારુતિ ડ્રાઈવિંગ શાળાઓની પહેલ કરવામાં આવી છે."

Jagdish Khattar, at the launch ceremony of Maruti Driving School, Bangalore

મુદ્દાઓ અને સમસ્યાઓ

[ફેરફાર કરો]

24મી ફેબ્રુઆરી, 2010ના રોજ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ, ઈંધણ લિકેજ સમસ્યા દૂર કરવા માટે 100,000 એ-સ્ટાર કાર પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. કંપની આ તમામ 100,000 એ-સ્ટાર કારમાં ગેસકીટ મુકવાની છે.[૨૮]

નિકાસો

[ફેરફાર કરો]

મારુતિ સુઝુકીની પેટા કંપની મારુતિ એક્સ્પોર્ટ લિમિટેડ તેમની નિકાસ પર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરે છે અને તે ઘરેલું ભારતીય બજારમાં કાર્યરત નથી. તેનું 480 કારનું સૌપ્રથમ કોમર્શિયલ કન્સાઈનમેન્ટ(વેપાર હેતુસર માલ રવાના) હંગેરી મોકલવામાં આવ્યું હતું. આજ દેશમાં 571 કારનું એક કન્સાઇનમેન્ટ મોકલીને મારુતિ સુઝુકીએ 300,000 કારોનું સીમાચિહ્નન પાર કર્યું હતું. તેના આરંભથી જ નિકાસ એક એવું પાસુ હતુ જેને પ્રોત્સાહન આપવા માટે સરકાર આતુર હતી. મારુતિ સુઝુકી વિદેશી હુંડિયામણ કમાય તેવી અપેક્ષા દરેક રાજકીય પક્ષોની હતી.

મારુતિ એક્સ્પોર્ટ્સે નિકાસનો ઉદ્દેશ પાર પાડ્યો હોય તેવાં કેટલાંક બજારોમાં એંગોલા, બેનિન, ડજીબોઇટી, ઈથોપિયા, યુરોપ, કેન્યા, મોરોક્કો, શ્રીલંકા, યુગાન્ડા, ચીલી, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા અને અલ સાલ્વાડોરનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • સુઝુકી મોટર કોર્પોરેશન
  • ભારતમાં કારો
  • ભારતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ

સંદર્ભ અને નોંધો

[ફેરફાર કરો]
  1. Maruti Udyog Ltd. Company Profile [૧] સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન
  2. "Automobile Industry India". Imagin Mor Pty Ltd. મૂળ માંથી 2012-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-12.
  3. "J.D.Power and Associates - Press Release". Businesscenter.jdpower.com. 2009-10-27. મૂળ માંથી 2010-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-26.
  4. ધ હિન્દુ, સોમવારે પ્રકાશિત બિઝનેસ, 24 નવેમ્બર 2003. કેન્શુમાં ઓસામુ સુઝુકીનો લેખ પ્રકાશિત થયો હતો, વિદેશમાં તકનીકી શિષ્યવૃત્તિના સંગઠનનું જાપાનિઝ ત્રિમાસિક પ્રકાશન. હું પણ ભાગીદાર છું... [૨] સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન
  5. [9]
  6. નેટ પર રેડીફ: 19 સપ્ટેમ્બર 1997ના રોજ સફળ લગ્ન અદાલતના દ્વારે પહોંચ્યા [૩]
  7. "Rediff, On the Net - Date: 3 September 1997". Rediff.com. 1997-09-03. મેળવેલ 2010-10-10.
  8. "Rediff, On the Net Date: 27 August 1997". Rediff.com. 1997-08-27. મેળવેલ 2010-10-10.
  9. "Rediff on the Net ''Bhaskarudu: The man Suzuki loves to hate''". Rediff.com. 1997-09-22. મેળવેલ 2010-10-10.
  10. બિઝનેસ લિન્ટ: મારુતિ સુઝુકી ડિસઈન્વેસ્ટમેન્ટ — રિલિઝિંગ ધ ક્લચ રવિવાર, મે 19, 2002 [૪]
  11. "Government, Suzuki resolve Maruti Suzuki row 8 June 1998". Rediff. મેળવેલ 2010-10-10.
  12. "Article Timeline of Maruti Suzuki Labour Unrest, World History Archive". Hartford-hwp.com. મેળવેલ 2010-10-10.
  13. "Facilities". Marutisuzuki.com. મૂળ માંથી 2010-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-10.
  14. "મારુતિ સુઝુકીનું માળખું". મૂળ માંથી 2012-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-12.
  15. 5 Aug, 2010, 07.27PM IST,PTI (2010-08-05). "Maruti to increase sales outlets to 1,500 in 5 years". Economictimes.indiatimes.com. મેળવેલ 2010-10-10.CS1 maint: multiple names: authors list (link)
  16. આઈપીઓ પહેલા 5 પૈસા સ્ટોકબ્રોકિંગ દ્વારા મારુતિ ઉદ્યોગ લિમિટેડ પર અહેવાલ (.pdf ફાઈલ) [૫] સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન
  17. ધ હિન્દુ બિઝનેસ:શનિવાર, 11 મે 2002 - મારુતિએ કાર ઈન્સ્યુરન્સ લોન્ચ કર્યો [૬] સંગ્રહિત ૨૦૦૫-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
  18. ધ હિન્દુ બિઝનેસ લાઈન રવિવાર, 18 ડીસેમ્બર 2005 -મારુતિ ઈન્સ્યુરન્સના વેચાણમાં વધારો [૭]
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ "મારુતિ સુઝુકી દ્વારા અખબારી નોંધ, ગુગલ પરથી લેવાયેલ સંગ્રહિત પાનું". મૂળ સંગ્રહિત માંથી 2004-11-18 પર સંગ્રહિત. મેળવેલ 2004-11-18.
  20. બિઝનેસ લાઈન, શનિવાર, 15 માર્ચ 2003, કાર લોન માટે એસબીઆઈ (SBI) એ મારુતિ સુઝુકી સાથે જોડાણ કર્યું [૮]
  21. Retail Yatra. Com, 8 ઓગસ્ટ 2003 -મારુતિ સુઝુકી, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર અને જયપુરે કાર ફાઈનાન્સિંગ જયપુર માટે હાથ મિલાવ્યા [૯] સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૯ ના રોજ વેબેક મશિન
  22. ધ હિન્દુ, ભારતના રાષ્ટ્રીય અખબારની ઓલલાઈન આવૃત્તિ, પ્રકાશિત: ગુરુવાર, 26 જુલાઈ 2001, સીટીકોર્પ મારુતિ ફાઈનાન્સને પી1 (P1) પ્લસ મળ્યું [૧૦] સંગ્રહિત ૨૦૦૨-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન
  23. "મારુતિ ફાઈનાન્સ, સંયુક્ત સાહસો". મૂળ માંથી 2007-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2013-08-17.
  24. ધ મારુતિ ટ્રૂ વેલ્યૂ વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન
  25. મારુતિ એન2એન (N2N) ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૧ ના રોજ વેબેક મશિન અંગે વિસ્તારપૂર્વક લખાણ
  26. "મારુતિની અસલ ઍક્સેસરિ". મૂળ માંથી 2005-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2013-08-17.
  27. ડેક્કન હેરાલ્ડ, રવિવાર, 20 માર્ચ 2007ની ઓનલાઈન આવૃત્તિ "બેંગલોરમાં મારુતિ સુઝુકીની પ્રથમ ડ્રાઈવિંગ શાળા"[૧૧]
  28. "Maruti Suzuki recalls 1 lakh 'A-Star' cars; stk flat". 24 February 2010. મેળવેલ 24 February 2010.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:Maruti Suzuki Timeline ઢાંચો:Maruti Suzuki ઢાંચો:Japanese Automobile Industry