મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ૫ ઓક્ટોબર ૧૯૯૫ |
રચના | લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો કલાત્મક સૂર્ય અને તેમાંથી નીકળતા આઠ પીળા રંગના પહોળા કિરણો |
રચનાકાર | મિરોસ્લાવ ગ્રચેવ |
મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર પીળા રંગનો કલાત્મક સૂર્ય ધરાવે છે. તેમાં આઠ પહોળા કિરણો પણ કેન્દ્રમાંથી નીકળતા દર્શાવ્યા છે. તેને મિરોસ્લાવ ગ્રચેવએ રેખાંકિત કર્યો હતો અને તે ૫ ઓક્ટોબર ૧૯૯૫ના અપનાવાયો હતો. લાલ અને પીળા રંગોને હંમેશા મેસેડોનિયાના રાષ્ટ્રિય રંગ મનાયા છે. તેમના ઐતિહાસિક રાજચિહ્નમાં પણ આ રંગો સામેલ છે. નવા ધ્વજ આઠ કિરણો ધરાવતો સૂર્ય રાષ્ટ્રગીતમાં આવતી કડી (આજે મેસેડોનિયાની ધરતી પર તપતા) "આઝાદીના નવા સૂર્ય"નો સૂચક છે.
શરૂઆતમાં રાષ્ટ્રવાદીઓ અને રૂઢિચુસ્ત પ્રજાજનો એ નવા ધ્વજને સ્વીકાર્યો નહોતો અને ૧૯૯૮ સુધી મોટાભાગે નવા અને જૂના બંને ધ્વજ સાથે ફરકાવવામાં આવતા. બાદમાં લોકમત લેવામાં આવતાં ૫૬.૩૩ ટકા લોકો નવા ધ્વજની તરફેણમાં હતા. દેશની સંસદે અંતે પ્રચંડ બહુમત સાથે નવા ધ્વજને સ્વીકૃતિ આપી.
રેખાંકન
[ફેરફાર કરો]ધ્વજનો આકાર ૧:૨ નો છે અને તેમાં બે રંગો છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]૧૧ ઓગસ્ટ ૧૯૯૨ના રોજ યુગોસ્લાવિયા પાસેથી આઝાદી મળ્યા બાદ મેસેડોનિયાએ ધ્વજમાંના સિતારાના સ્થાને વર્જિના સૂર્યને અપનાવ્યો. તે ગ્રીસના વર્જિના ગામના નામ પર આધારિત છે જ્યાં પ્રાચીન મેસેડોનિયાના શહેર આઈગઇના પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો.
વર્જિના સૂર્યને ગ્રીસ પ્રાચીન અને અર્વાચીન મેસેડોનિયા વચ્ચેની કડી ગણે છે અને ગ્રીસમાં રહેતા મેસેડોનિયન મૂળના લોકોએ તેનો ઉપયોગ સરકારના વિરોધ પ્રદર્શનમાં કરવા શરૂ કર્યો હતો. આની સામે ગ્રીસની સરકારનો સખત વિરોધ હતો.[૧]
આ વિવાદ ને કારણે ગ્રીસે મેસેડોનિયા પર આર્થિક નાકાબંધી કરી દીધી.[૨]
બાદમાં યુનાઈટેડ નેશન્સ ની દરમિયાનગીરીથી મામલાનું સમાધાન થયું અને ઓક્ટોબર ૧૯૯૫ના રોજ નાકાબંધી હટાવવામાં આવી.[૩]
સંદર્ભ અને નોંધ
[ફેરફાર કરો]- ↑ Hamilakis, Yannis.
- ↑ "Greece petitions for int'l rights to Vergina Star", ANA, 31 July 1995 .
- ↑ Wood, Michael C., Participation of Former Yugoslav States in the United Nations and Multilateral Treaties, "Max Planck Yearbook of United Nations Law" સંગ્રહિત ૨૦૧૪-૧૧-૨૯ ના રોજ વેબેક મશિન, Vol. 1, 1997, p. 240.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Makedonija.name: Macedonian flag
- Republic of Macedonia at Flags of the World