સભ્યની ચર્ચા:Maharshi675
સ્વાગત!
[ફેરફાર કરો]ભાઈશ્રી Maharshi675, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
Vkvora2001 ૧૩:૧૮, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)
નાનકડો ફેરફાર
[ફેરફાર કરો]સાહેબ શ્રી, [હેમચંદ્રાચાર્ય ] અને [હેમચંદ્ર સૂરિ] ને એક કરી નાખવા વિનંત્તિ છે. કુશળ હશો. લિ. હેમ સૂરિ નો ચાહક
બ્રહ્મકુંડની તસવીરો
[ફેરફાર કરો]મહર્ષિ આપનો બ્રહ્મકુંડ ઉપર આવો સુંદર લેખ લખવા બદલ આભાર. આ સુંદર લેખને લગતી કોઇ તસવીરો હોય તો કૃપા કરી લેખમાં ઉમેરો. તે કેવી રીતે કરવું તેનો ખ્યાલ ન હોય તો મારો સંપર્ક કરો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૮ એપ્રિલ ૨૦૦૮ (UTC)
- આપનો સંદેશો મળ્યો, આભાર.... કશ્ઓ વાંધો નહી જો તસવીરો ન હોય તો, આતો લેખ સુંદર હતો એટલે થયું કે તસવીરોથી વધુ દીપી ઉઠત. કદાચ તમારા પહેલા જો મારો ભારત જવાનો મેળ પડશે તો હું પાડતો આવીશ. જય શ્રી કૃષ્ણ.. અને હા, સંદેશો લખ્યા પછી, તેને અંતે --~~~~ ઉમેરવાથી તમારૂં નામ અને સંદેશો લખ્યાનો સમય આવી જશે, અને --~~~ ઉમેરવાથી ખાલી નામ આવશે, જે મારા જેવાને એમ સમજવા માટે સહેલું પડશે કે સંદેશો કોણે લખ્યો છે. આપ વિકિ પર અવિરત લખતા રહો એવી આશા. કોઇ પણ તકલીફ પડે કે માર્ગદર્શન ની જરૂર પડે તો નઃસંકોચ મારો સંપર્ક કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૨ મે ૨૦૦૮ (UTC)
આભાર
[ફેરફાર કરો]દિલિપભાઇ, મને હંમેશા એક વાતની ચિંતા રહેતી હ્તી કે તમારા લખાણમાં હું ફેરફારો કરૂ તેનાથી તમને ખરાબ તો નહી લાગતું હોયને, હું નવો નવો હતો ત્યારે મારી પણ ભુલો થતી અને હવે પ્રબંધક તરીકે કામ કરતો હોવાથી, વિકિપીડિયા અન્ય ભાષાઓનાં સંસ્કરણો નિ સમકક્ષ બને તેવા રૂપમાં રાખવાની ઇચ્છાથી ક્યારેક વધુ પડતી ચોકસાઇ રખાઇ જાય છે, તમને જ્યારે પણ મદદની જરૂર પડે કે જ્યારે પણ એમ લાગે કે મે ખોટું દોઢ ડહાપણ કર્યું છે, ત્યારે બેધડક જણાવજો. વધુમાં આપનાં કંઇક સુચનો હોય તો તે પણ જણાવજો. જય શ્રી કૃષ્ણ...--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૫, ૭ મે ૨૦૦૮ (UTC)
પ્રકાશનાધિકાર ભંગ
[ફેરફાર કરો]દિલિપભાઇ, આપે મારા ચર્ચાનાં પાના પર કરેલા સુચન બદલ આભાર. મારે તમારૂં ધ્યાન એક બાબત પર દોરવાનું હતું કે, તમારૂં યોગદાન મોટેભાગે અન્ય માહિતિનાં સ્ત્રોતમાંથી લીધેલું હોય છે, જે વિકિપીડિયાની નીતિની વિરૂદ્ધ છે. ગુજરાતીનો સભ્ય હોવાની સાથે સાથે હું પ્રબંધક પણ છું અને પ્રબંધક હોવાને નાતે, સાઇટની જાળવણી અને નીતિ પાલન પણ મારૂ કર્તવ્ય હોવાથી, હું આપને વિનંતિ કરૂં છું કે તમે ભવિષ્યમાં અન્ય જગ્યાએથી બેઠી ઉઠાંતરી ન કરતાં જે તે માહિતિનો પાયામાં ઉપયોગ કરીને મૌલિક રીતે લેખો લખશો. ના ચાહતા પણ મારે આવા પ્રકાશનધિકાર ભંગ કરતા તમારા લેખો વિકિપીડિયામાંથી દૂર કરવા પડશે. આપ મે સુચવ્યું છે તેમ મૌલિક પ્રદાન કરવાનું ચાલુ રાખશો. મારી આ સુચનાને વ્યક્તિગત રીતે ન લેતા વિકિનાં વિકાસ અને નીતિ પાલન માટે આવશ્યક સમજીને સમજદારીથી વર્તવા વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૫, ૧૪ મે ૨૦૦૮ (UTC)
- વાતને સાહજીકતાથી લેવા બદલ આભાર. પ્રકાશનાધિકાર (copyright) ના નિયમ અનુસાર કોઇ પણ લખાણમાંથી એક આખા ફકરાથી વધુ, અથવા બીજા શબ્દોમાં સળંગ ત્રણ લીટી/વાક્યોથી વધારે લખાણ કોપી કરવામાં આવે તો તે પ્રકાશનાધિકારનો ભંગ બને છે. હું પોતે થોડું ઘણુ જાણતો હતો, પરંતુ પુરેપુરી ખાતરી થયા સિવાય તમને કહેવાનું ઉચિત નહોતુ માન્યું. તકલીફ બદલ ક્ષમા કરશો. તમે જણાવ્યું તેમ લેખકોનો પરિચય કે એવા અન્ય વિષયો કે જ્યાં માહિતિ પબ્લિક ડૉમેઇનમાં પડી હોય ત્યાં કશો વાંધો નથી આવતો. એક રીતે જોવા જઇએ તો આ પ્રકાશનાધિકારનો મુદ્દો બહુ Treaky છે, એટલે સાવધાની પૂર્વક વર્તવું પડે છે. ફરી એક વખત વાતને સમજવા બદલ અને ઉશ્કેરાઇ ન જવ બદલ ઘણો ઘણો આભાર. વિકિનાં અન્ય પ્રકલ્પો/પરિયોજનાઓમાં સભ્યને આવી વિનંતિ કરતાં સભ્ય પરસ્પર દોષારોપણ ઉપર ઉઅતરી આવતા હોય છે, અને ક્યારેક ન કરવાનાં કામો કરતાં હોય છે, પરંતુ આપે એક સાચા ગુજરાતીને છાજે તેવું સહજ વર્તન દાખવીને ઉમદા ખેલદીલીનું પ્રતિક આપ્યું છે....ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૮, ૧૪ મે ૨૦૦૮ (UTC)
પ્રકાશનાધિકાર
[ફેરફાર કરો]હા ભાઇ, પ્રકાશનાધિકાર (copyright) ખરેખર જટિલ છે. તેમ છતા જેમને યોગ્ય યશ મળવો જોઇયે તેમને મળી રહે તે માટે આ જટિલતા વ્યાજબી છે. લખેલ માહિતી પબ્લિક ડૉમેઇનમાં છે તે કઇ રીતે સાબિત કરવુ તે વિશે મને ખબર નથી, તેમ છતા કોઇ પણ મે તમારુ કામ નાહક વધર્યુ છે અને જો તમે મને જો અયોગ્ય લેખોની યાદિ આપશો તો હું પોતે તેમને દૂર કરીશ. --Maharshi675 ૧૮:૧૦, ૧૪ મે ૨૦૦૮ (UTC)
દમ, શમ, ઉપરમ, તિતિક્ષા
[ફેરફાર કરો]મહર્ષિ,
આપે નવા બાનાવેલા લેખો દમ, શમ, ઉપરમ અને તિતિક્ષામાં મને શબ્દોની વ્યાખ્યા અથવાતો સમજુતીથી વધારે કશુ સમાવવાનો અવકાશ લાગતો નથી. જે રીતે આપણે કાર્ય, નિયમ, ઝાડ વિગેરે શબ્દો ઉપર કોઇ સમૃદ્ધ લેખ ના લખી શકીએ, તે જ રીતે આ શબ્દો માટે પણ કહી શકાય. આવા સંજોગોમાં આપ આ શબ્દો ઉપર વિકિપીડિયા ઉપર નવા પાના બનાવવાને બદલે જો આપ આ શબ્દોની સમજુતી વિક્શનરીમાં આપો તો વધુ સારૂ નહી રહે?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૨, ૪ જૂન ૨૦૦૮ (UTC)
- માફ કરજો મને એમ કે તમારી અટક છે, હું મુર્ખ છુ, મે ધ્યાન ના આપ્યું કે તમારી અટક તો મહેતા છે. અને તમારી વાત સાચી છે, મનુષ્ય, હાથ, વાળ વગેરે બરાબર છે, અને પહેલા સ્ટબ કે સબસ્ટબ બનાવી ને શરૂઆતે કરવી અને ધીમે ધીમે તેને એનરીચ કરતા રહેવું તે એકદમ બરાબર અપ્રોચ છે. સોરી વન્સ અગેન એન્ડ ઑલ ધ બેસ્ટ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૪ જૂન ૨૦૦૮ (UTC)
મહર્ષિભાઇ, પ્રબંધક તરીકે ધવલભાઇને આપનો ટેકો આપવા વિનંતી કરું છું. આપની જેમ અવારનવાર ધવલભાઇ તરફથી મને પણ સુંદર માર્ગદર્શન મળ્યું છે.--સતિષચંદ્ર ૨૧:૦૩, ૪ જૂન ૨૦૦૮ (UTC)
આભાર
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, આપનો ઘણો ઘણો આભાર. બસ હવે કદાચ એકાદ જ વધુ વોટ મળતા, કાયમી પ્રબંધક બની જવાશે. આજકાલ થોડા ઘણા નિયમિત સભ્યો બન્યા છે, એટલે આશા છે કે બાકીનો એક મત પણ જલ્દી મળી જશે. ફરી એક વખત આભાર, અને હા, તમારી વાત સાચિ છે સતિષભાઇનાં પ્રયત્નો અને યોગદાન ને કારણે જ ગુજરાતી વિકિ આજે એક હજાર લેખોનો આંકડો વટાવી શક્યું છે. પરંતુ આપનો ફાળો પણ કંઇ ઓછો નથી, નહિ નહિ તો પણ તમે ૧૦૦થી વધુ લેખો નવા બનાવ્યા હશે. આભાર અને આશા રાખીએ કે આપણે સહુ સાથે મળીને ખુબ જલ્દીથી વિકિને ૧૦,૦૦૦ લેખોથી વધુ ની સંખ્યા વાળા વિકિઓની યાદીમાં મુકાવી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૯, ૫ જૂન ૨૦૦૮ (UTC)
પોષક મુલ્યો
[ફેરફાર કરો]પોષક મુલ્યોનાં ઢાંચામાં તકલીફ ફક્ત ગુજરાતી આંકડાઓને કારણે હતી, મેં તે વાત પર ધ્યાન નાઆપ્યું કે ઢાંચામાં ટકાવારી કાઢવા માટે ગણતરી કરવી પડે છે, અને ગણતરી માટે તે હંમેશા અંગ્રેજી આંકડાજ નજર પર લે છે. તો હવે તો આપણેંગ્રેજીમાંથી બેઠે બેઠા ઢાંચા ઉપાડીને ગુજરાતીમાં મુકી શકીશું. વધુ સુચનો કરતા રહેજો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૬, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)
ભીષ્મ અને ભારત યાત્રા
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, જોકે મેં પણ્આ સંદેશો લખ્યા પછી નોંધ્યું કે મૂળ લેખમાં પણ્આ એ વાત નો ઉલ્લેખ છે, પરંતુ તેને એક વૈકલ્પિક કથા તરિકે વર્ણવી છે, માટે મેં પણ્આ ભાષાંતરને મઠારવાનો પ્રયત્ન કર્યો હતો. આપને અકારણ્આ તકલિફ આપવા બદલ ક્ષમા ચાહું છું. અને હા, ભારત યાત્ર ખુબ જ સારી રહી, ત્રણ વર્ષ પછી જે માણસ પહેલી વખત પોતાના દેશમાં જતો હોય તેને પુછવઅનું જ ના હોય કે તેને કેવું લાગ્યું? આપણો દેશ ગમે તેવો હોય અને બીજા દેશો ગમે તેટલા વિકસિત હોય, પણ્આ ભારતની તોલે બીજું કોઇ આવી શકે નહી. તમે પણ કંઇક જવાના હતું તેવું મેં ક્યાંક વાંચ્યું હતું, ક્યારે જાવ છો? કે જઇને આવી ગયાં?--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૨, ૨૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- મહર્ષિભાઇ, આપની કથા પણ્આ કંઇક અંશે મારા જેવી જ છે, મેં પણ કેટલીક તસવીરો મારા મોબાઇલમાં પાડી હતી, જે મારે અહીં વાપરવી હતી, પરંતુ, પુરીથી પાછા ફરતાં મારો મોબાઇલ ટ્રેનનાં ટોઇલેટમાં પડી ગયો, જેથી હું પણ ઘણી બધી તસવીરો નથી લાવી શક્યો અને મારા કેમેરામાં પાડેલી તસવીરો ચઢાવવાનો હજુ યોગ નથી નિકળતો. ચાલો, દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન સાથે સંદેશો પુરો કરૂં. આવનારૂં નવું વર્ષ આપના જીવનમાં નવી નવી ખુશીઓ લઇને આવે એ જ શુભકામના.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)
દીવાળી સાલમુબારક અને નુતન વર્ષાભીનંદન
[ફેરફાર કરો]નવા વર્ષનો આપનો સંદેશ મળેલ છે. હું આપને દીવાળી સાલમુબારક અને નુતન વર્ષાભીનંદન મોકલું છું. Vkvora2001 ૦૯:૫૨, ૨૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)
નુતન વર્ષાભિનંદન
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઇ,આપને અને આપના પરિવારજનોને નુતન વર્ષાભિનંદન.આપનો સહકાર મળતો રહે અને ઇશ્વર આપને સુખઃ,સમૃધ્ધી અને સારૂં આરોગ્ય અર્પે તેવી અભ્યર્થના સહ.--અશોક મોઢવાડીયા ૧૦:૧૫, ૨૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)
નવા વર્ષનાં રામ રામ
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સાલ મુબારક માટે તમારો સંદેશો મળ્યો. મારા તરફથી તમને અને તમારા પરિવારજનોને નવા વર્ષનાં રામ રામ અને સાલ મુબારક. નવું વર્ષ બધાને ફાયદાકારક નિવડે તેવી ઈશ્ર્વરને પ્રાર્થના. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૩:૩૧, ૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
Log-in Error
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, આપનાં વર્ણન ઉપરથી એમ સમજાય છે કે ગુજરાતીમાં કશો વાંધો નથી પણ અંગ્રેજીમાં લૉગ ઇન કરતી વખતે તકલીફ પડે છે. કદાચ તમારા Global accountનાં એક્ટિવ થવાથી આમ થયું હોઇ શકે છે. એક ટ્રાય મારવા ખાતર આટલું કરી જુઓ, તમારા મારી પસંદમાં જઇને, "User Profile" ટૅબમાં "Global account status" પર ક્લિક કરીને તમારા ગ્લોબલ ઍકાઉન્ટ્સને Synchronise કરી જુઓ, કદાચ તેમ કરવાથી તમારૂં કામ થઇ જાય. આમ છતાં જો તકલીફ પડે અને તમને અનુકુળ હોય (વાંધો ના હોય)તો ક્યાંતો મને ફોન કરજો (આજ કાલ ઘણા યુરોપીયન દેશોમાંથી અન્ય યુરોપીયન દેશોમાં ફોન કરવું મફત થઇ ગયું છે, અને હું યુ.કે.માં છું માટે તમારે જર્મનીથી જો કદાચ ફ્રી હોય તો) અથવા તમારો ફોન નંબર મોકલજો, હું તમને ફોન કરીશ કેમકે મારા ઘરેથી જર્મની ફોન ફ્રી છે. હું મારો ફોન નંબર તમને ઇ-મેલ કરૂં છું, અત્યારે નહી તો ભવિષ્યમાં પણ ક્યારેક જરૂર પડે સંપર્ક કરી શકો છો. જય શ્રી કૃષ્ણ! --ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૯, ૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
Infobox Person
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઇ,નમસ્કાર
આપ Template:Infobox Person જોઇ જશો તેવી વિનંતી, આભાર --અશોક મોઢવાડીયા ૨૧:૨૫, ૧૨ નવેમ્બર ૨૦૦૮ (UTC)
આભાર,સુધારો કરી અને થોડી વધુ વિગતો મુકેલ છે.હજુ કોઇ સુચન હોયતો જ્ણાવશો.પ્રોત્સાહન આપવા બદલ ફરી આભાર --અશોક મોઢવાડીયા ૧૦:૧૨, ૧૩ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- અશોકભાઇ, સુંદર મઝાનો આ નવો ઢાંચો બનાવવા બદલ આભાર અને અભિનંદન. મારો પણ એક સુઝાવ છે, ફોટો ને બદલે તસવીર શબ્દ વાપરીએ તો? ઘણા લોકોને તસવીર શબ્દમાં હિંદીની ગંધ આવતી હોય છે, જો તેમ હોય તો શુદ્ધ ગુજરાતી શબ્દ છબી પણ વાપરી શકાય. વિચારી જુઓ અને ચર્ચા કરી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૨, ૧૩ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- હા ધવલભાઇ, હું તમારી વાત થી સંમ્મત થાઉ છું.... મહર્ષિ
- ધવલભાઇ,આપનો પ્રસ્તાવ સુંદર છે.અને હિન્દી પણ આપણીજ રાષ્ટ્રભાષા છે.મને લાગે છે કે તસવીર રાખીયે તો વાંધો નથી.
- તો આપ સૌનો અંતિમ અભિપ્રાય મળે એટલે સુધારો કરીએ. હું થોડી દેશી ભાષા વાપરૂં છું,આથી ક્યારેક આવું થાય છે,જરૂર જણાયે વધુ સારા શબ્દો માટે સુચન આપતા રહેવા સૌ મિત્રોને હાર્દિક વિનંતી છે.આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- અશોકભાઇ અને મહર્ષિભાઇ, મેં આ ચર્ચાને Template:Infobox_Personનાં ચર્ચાનાં પાના પર ખસેડી છે, જેથી અન્ય સભ્યો પણ ઇચ્છે તો તેમાં ભાગ લઇ શકે છે. જો કોઇ અન્ય વાંધા કે સુઝાવ ના આવે તો ૩-૪ દિવસ પછી તમે જ્યારે અનુચિત સમજો ત્યારે આ સુચિત ફેરફાર કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૪, ૧૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)
નરસિંહ મહેતાનાં ભજનો
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આ સુંદર ભજનો બદલ આભાર. મારું આપને એક સુચન હતું કે, કેમકે આ ભજનોનાં પાનાઓ ઉપર ફક્ત ભજન સિવાય અન્ય કોઇ માહિતિ નથી, તો આપણે તેને વિકિસોર્સમાં લઇ જઇએ તો કેવું? ત્યાં પહેલેથી જ નરસિંહ મહેતાનાં ભજનો નામથી પાનું છે, જ્યાં આપણૅ આ બધા ભજનોને ગોઠવી શકીએ. વિચારી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૭, ૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
- મહર્ષિભાઈ, આપની વાત સાથે આંશિક રીતે સહમત થાઉં છું કે, વિકિસોર્સ વધુ પ્રચલિત નથી અને અહીં થી સર્ચ કરવાથી ત્યાનાં પાનાઓની ખબર નથી પડતી, પરંતુ, જો આપ જુઓ તો નરસિંહ મહેતાનાં પાન ઉપર જ લખેલું છે કે આ લેખને લગતું અન્ય સાહિત્ય વિકિસોર્સમાં ઉપલબ્ધ છે.શી વાત ભજનો સર્ચ કરવાની, તો આપણે અહીં ગુજરાતીમાં ફક્ત યાદી આપી શકીએ, જે રીતે પહેલાં હતી, જેથી સર્ચ કરતાં તે પાનું જડી આવે, અને મથાળામાં લખી શકીએ કે ભજનો વાંચવાં માટે વિકિસોર્સની મુલાકાત લો, આમ કરવાથી, લોકોને વિકિસોર્સ વિષે ખબર પડશે અને સાહિત્ય બધું એક જગ્યા એ સંગ્રહી પણ શકાશે. હાલમાં વિકિસોર્સ ગુજરાતીનું અલગ પોર્ટલ નથી ધરાવતું, જો આપણે ત્યાં સારી એવી સંખ્યામાં લેખો/સાહિત્ય તૈયાર કરી શકીએ તો, અંગ્રેજીની જેમ જ ગુજરાતીનું પણ અલગ પોર્ટલ આપણે માંગી શકીએ. તથા જે રીતે પહેલાં નરસિંહ મહેતા લેખમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે…"ને બાહ્ય કડીથી વિકિસોર્સ સાથે સાંકળેલું હતું તેવું જ આપણે બધાજ ભજનો માટે કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૩ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
- શ્રી મહર્ષિભાઇ,નમસ્કાર.
પ્રથમતો આપને હ્રદયપૂર્વક ધન્યવાદ આપવા છે.આ અમેતો નરસૈંયાના નગરનાં,છતાં આટલાં ભજનનાં શબ્દો આપના દ્વારા પહેલી વખત જાણવા મળ્યા ! ખુબ આનંદ થયો. બિજું આ બધાં ભજનો "વિકિસોર્સ" પર પણ કોપી કરૂં છું,આપને ગમશે તેવી ધારણા શાથે.આપની અનુકુળતાએ ત્યાં જરા નજર કરી,જરૂર જણાયે માર્ગદર્શન કરશો. અને હા,આવું સુંદર કાર્ય વધુ આગળ ધપાવશો તેવી પ્રાથનાસહ. --અશોક મોઢવાડીયા ૧૦:૫૩, ૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
OCR (Optical Character Recognition)
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, ખરું કહું તો મને કોઇ ગુજરાતી OCRની ખબર નથી. હું પણ શોધું છું અને તમે પણ શોધી જુઓ. તમે તો સોફ્ટવેરનાં માણસ છો એટલે તમે મારા કરતા વધુ જાણતાં હશો પણ, મેં મારી પેહલાની એક જોબમાં સ્કેનર સાથે આવેલું આવું એક સોફ્ટવેર પ્વાપર્યું હતું, પણ તે ફક્ત ઇંગ્લીશમાં જ કામ કરતું હતું. ગુજરાતીમાં કોઇએ આવું ડેવલોપ કર્યું છે કે નહી તેની ખબર નથી, પણ આજે સવારે જ હું અન્ય એક કામ માટે ઓનલાઇન હીંદી ટાઇપીંગ ટૂલ શોધતો હતો (કેમકે હિંદી વિકિપીડિયા ખુબ ધિમુ છે, અને લોડ થતા અનહદ ટાઇમ લે છે) અને મને વિશાલઓન.નેટ સાઇટ મળી, અને તે ભાઇનાં પરિચયમાં લખ્યા પ્રમાણે તેમણે ગુજરાતીમાં અને અન્ય ૯ ઇન્ડિક સ્ક્રીપ્ટ્સમં સારું એવું કામ કર્યું છે અને અનેક ટૂલ્સ ડેવલોપ કર્યાં છે, જેમકે ગુજરાતી સ્પેલ ચેકર (જો કે તે સાવી રીતે કામ નથી કરતું તે જુદી વાત છે), પરંતુ, તમે કદાચ તે વિશાલભાઇની પાસેથી પણ કોઇ માહિતિ કે મદદ મેળવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૫, ૨ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
મહર્ષિ,
આભાર, અભિમન્યુ વિષે જણાવવા બદલ. હું ચેન્નૈ, મદ્રાસ માં છું. અને આગળ ભાષંતર ચાલુ રાખીશ. તમે શેના પર કામ કરો છો?
સુશાંત
Happy New Year 2009
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સીતારામ, જય માતાજી.
તમને અને તમારા પરિવારને Happy New Year 2009. ઈ.સ.નું નવુ વર્ષ મંગલમય બને તેવી શુભકામના. તેમજ ગુજરાતી વિકિપીડિયામાં લેખ લખીને યોગદાન આપવા બદલ વિકિપીડિયા વતી આપનો આભાર, કાયમ માટે આવુ કરતા રહો તેવી ઈચ્છા અને સબ ગત કો જય જય સીતારામ.
આભાર...--જીતેન્દ્રસિંહ ૦૫:૫૯, ૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
- મહર્ષિભાઈ, આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા.
Happy New Year 2009!
આપના અનુભવ અને જ્ઞાનનો પ્રવાહ અમ વિકિપીડિયનો પ્રતિ પુનઃ વહેતો થાય તે જ કામના.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૧, ૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
Vacation
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, અંગ્રેજીમાં કહેવત છે ને કે "Better late then never" તો પછી ક્ષમા શેની? અને તમે તો આમ પણ વતનની ખુશ્બુ લેવામાં વ્યસ્ત હશો તે સમય દરમ્યાન, મને ખબર છે દેશમાં ગયા પછી બીજા કશા માટે સમય નથી રહેતો. કેવી રહી ભારત યાત્રા?--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૨૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
- મહર્ષિભાઈ, ચિંતા કરવા બદલ આભાર, ભગવઅનનિઇ દયાથી હજુ સુધીતો અસર થઈ નથી અને જો તેમની કૃપા રહેશે તો કદાચ થશે પણ નહી, પણ આ ફાઇનાન્સીયલ સેક્ટરનો કોઈ ભરોસો નથી. અમેરિકન બેંક છે એટલે યુ.કે. માર્કૅટની એટલી અસર નથી થતી, બાકી યુ.કે.ના હાલ તો બહુ ખરાબ છે. અને તમારા અમેરિકાનાં ફોટા જોવાની રાહ જોઇશું. અમેરિકામાં કઈ બાજુ ફરી આવ્યાં? ૨-૩ દિવસ વધારે રોકાઈને ઑબામાનાં શપથ વિધિ જોઈને જ આવવુંતું ને ભલા માણસ...ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૨૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
Reverting edits of Wahgujarat
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, આપનો આભાર કે આપે આ ભગિરથ કાર્ય શરૂ કર્યું છે, પરંતુ, આ મુર્ખે સેંકડો પાનાઓમાં આ લિંક ઉમેરી છે, જે આપણે મેન્યુઅલી કરવા બેસીશું તો ઘણો સમય લાગશે અને કદાચ થોડી ઘણી માહિતિ છુટી પણ જાય. માટે મેં બૉટ રિક્વેસ્ટ કરી છે, આશા છે કે તમને બૉટ વિષે ખ્યાલ હશે, બૉટ્સ એ સ્વચાલિત કાર્ય પ્રણાલી છે જ્યાં કોઈ એક કમાંડ એક કરતા વધુ વખત એક્ઝિક્યુટ કરવાનો હોય ત્યારે આવા ડેઝિગ્નેટેડ બૉટ ઑનર્સને કહેવાથી તેઓ પ્રોગ્રામ રન કરીને મલ્ટીપલ ચફેરફાર કરી શકે છે, જેમકે આપણે 'Find All' અને 'Replace All' વિગેરે કમાન્ડ વાપરીએ છીએ તે રીતે, અને હા, મેં આ Wahgujarat પર પ્રતિબંધ મુકી દિધો છે, એટલે તે હવે વધુ કોઈ Vandalism/ભાંગફોડ નહી કરી શકે. આપ આપનો સમય તેના એડિટ્સને રિવર્ટ કરવામાં ના બગાડશો. Growing COmmunitiesની તો આ બધી તકલીફો સામાન્ય છે, અને આપણે ભવિષ્યમાં આવી વસ્તુઓનો વધુ ને વધુ સામનો કરવાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૦, ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
- ચાલો આજે ગાંધી જયંતિનાં ઉપલક્ષમાં ગાંધી માર્ગે ચાલી જોઇએ, આપના સુચન ઉપર અમલ કરી દીધે છે, જોઈએ કેવો પ્રતિસાદ મળે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૫, ૩૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
નવા ભજન
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઇ,નમસ્કાર
આપે નરસિંહ મહેતાનાં સુંદર મજાનાં નવા બે ભજનનો લાભ આપ્યો,આભાર. આ બંન્ને ભજન મેં વિકિસોર્સ પર ચડાવ્યા. આપના આભાર સહ. --અશોક મોઢવાડીયા ૧૦:૫૯, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
શ્રી અશોક ભાઇ,
ભજનનો ને વિકિસોર્સ પર ચડાવ્યા બદલ તમારો ખુબ ખુબ આભાર... થોડિ ભૂલો રહેવા પામી છે અને આપ તો ભારત મા રહો છો તેથી માર્ગદર્શન આપશો.... આપના આભાર સહ. સીતારામ. --મહર્ષિ --Maharshi675
લે ભાઇ!
[ફેરફાર કરો]લે ભાઇ તમે તો માથા પર ચડી ગયા. જર્મન ક્લાસ નુ લેશન પહેલા પછી બીજી વાત.
grundlegende Deutschkenntnisse
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આપે જણાવ્યું તેમ જો આપ પ્રાથમિક કક્ષાનું જ્ઞાન માટેનો ઢાંચો બેબલમાં દર્શાવવા માંગતા હોવ તો Dieser Benutzer hat grundlegende Deutschkenntnisse દર્શાવતો ઢાંચો (Template:User de-1) વાપરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૧, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
માઠું લગાડવાનું ?
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઇ, નમસ્કાર
'ગાળ' બાબતે આપનું ચર્ચાપત્ર વાંચ્યું. ખરા હ્રદયપૂર્વક કહું છું કે,મને આપનાં વિચારોથી અભિમાન થયું. અને રહી વાત માઠું લગાડવાની,તો ભાઇ મારે હજુ આપની જાનમાં જવું છે,એમ કાંઇ થોડું બગાડી દઇશું !! :) થોડું ગંભીરતાથી કહું તો હું દરેકનાં વિચારોનું સન્માન કરવાની ટેવ ધરાવતો માણસ !! છું. આપતો જાણતાજ હશો કે છાસ વલોવી અને માખણ કાઢવું હોય તો વલોણાને અવળું સવળું બન્ને તરફ ફેરવવું જોઇએ,આમજ જ્ઞાનરૂપી માખણ પણ સહમતિ અને અસહમતિનાં તર્કરૂપી વલોણા દ્વારા નિકળતું હોયતો ના નહીં. આપનો સ્નેહ સદા પ્રાપ્ત થતો રહે તેવી અભ્યર્થના સહ : સીતારામ. (હવે બરાબર ૧૨-૦૦ AM [IST] વાગ્યા છે તો ધવલ ભાઇને શુભેચ્છા પાઠવી આવું !) --અશોક મોઢવાડીયા ૧૮:૩૩, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
A big thank you
[ફેરફાર કરો]અહો આશ્ચર્યમ્! અરે ભાઈ આ શું? હજુ તો મેં અશોકભાઈને આભાર સંદેશો લખવાનું પુરૂ કર્યુ ને જોયું કે મારા મટે ફરી એક નવો સંદેશો છે, અને પછા વળીને જોયું તો તમારો. ઘણો ઘણો આભાર, પણ જણાવશો કે તમે લોકોએ આ જાણ્યું ક્યાંથી? ચાલો તમને ફોન કરવાનો એક મોકો મળી ગયો. જોઉં છુ, પ્રયત્ન કરૂં છુ, તમને ફોન કરવાનો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
- ચાલો ભાઈ, મુનિક (મ્યુનિચ)થી પાછા ફરો પછી વાત કરીશુ. મિત્રને વળાવી આવો..ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૦, ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
શ્રી મહર્ષિભાઈ
[ફેરફાર કરો]સીતારામ...આપના વિચારો ખરેખર ખુબજ ઉમદા છે. કારણકે આપણે સંસારી છીએ એટલે પેટ માટે તો કોઈપણ ધંધો કરવો તો પડે જ છે. પરંતુ તમો ધંધાની સાથે પ્રજ્ઞાચક્ષુ માટે જે પહેલ કરી છે તે ખરેખર વંદનીય છે. બીજુ કે આપને રામાયણ સાથે નિકટતા છે તે અતિ સુંદર બાબત છે, કારણકે માણસને જીવન જીવવામાં આવતા તમામ પ્રશ્નોનાં જવાબ તેમાંથી મળે છે. તે ઉપરાંત રામાયણના વિચાર એ સંયુકત કુંટંબનું નિર્માણ કરે છે. જો આપને અથવા તમારા પરિવારનાં કોઈ સભ્યને સમય હોય તો વાંચવામાં મન ન લાગે તો ગુજરાતીમાં શ્રી મોરારીબાપુનાં મુખેથી રામકથાની કલીપ નેટ ઉપર છે તે સાંભળશો તો વધુ મજા આવશે. જેની લીંક અહીં મુકિ છે. [૧] જોઈ લેશો. બાકી માણસને કોઈ પણ જાતનો અહંમ હોય તો પણ એક દિવસ ઈશ્વરનાં શરણે જાવુજ પડે છે. માટે ધર્મથી વિમુખ વિશ્વને બચાવવા માટે આપણે સહુ પ્રયત્ન કરીએ. આભાર સહ....સીતારામ....--જીતેન્દ્રસિંહ ૦૯:૫૫, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)
મહર્ષિભાઇ, નમસ્કાર, બાળગીતનો વિચાર અઠવાડિયા તેમ જ વાર વિશે લખતાં આવ્યો. તેમાં આપનો સાથ મળવાથી ખૂબ જ આનંદ થયો. બાળગીતો લખતા રહેશો. આભાર.--સતિષચંદ્ર ૧૩:૦૯, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)સતિષચંદ્ર
શ્રી મહર્ષિભાઈ,
- સીતારામ...જય માતાજી...
તમે જે સુંદરકાંડનાં પાઠની કલીપ મોકલી તે જોઈ જે ખુબજ સરસ છે. તેમજ જે રાજકોટની છે તેમારા મેડીયાપ્લેયરમાં નથી ચાલતી તે એક અફસોસ છે. પણ તેનુ કાંઈક નિરાકરણ કરશુ. તે ઉપરાંત જે ઈગ્લીંશ માંથી હિન્દીની વાત કરી તે પણ જોઈ લીધી છે જે કામ સરસ થઈ જાય છે. આ તમામ સુઝાવ બાબતે તમારો ખુબ ખુબ આભાર. બીજુ કે આવુ ધાર્મિક સાહિત્ય તમારા હાથમાં આવે તો જણાવતા રહેજો તો તમારો આભારી રહીશ. બાકી તમારે ત્યાં શુ માહોલ છે જે જણાવતા રહેજો કારણકે વિદેશની ધરતી પર તો તમે અને આપણા ધવલભાઈ છો. ધવલભાઈતો સમય મળે ત્યારે અને તહેવારે ચર્ચમાં તથા અન્ય ઉત્સવમાં ભાગ લે છે. તમારે ત્યા કયા કયા દેવસ્થાન છે તેવુ કાંઈક જણાવો, ફોટા દેખાડો. ભારતમાં રહેતા અમારા જેવા મિત્રોને દેખાડોકે દુનિયા શુ છે, નહીતર અહી અમે સાવ જડની જેમજ જીવન વિતાવી નાખીશુ. કયારેક કયારેક મળતા રહેજો. મને ધાર્મિકમાં ખુબજ રસ છે. સીતારામ...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૪૪, ૬ માર્ચ ૨૦૦૯ (UTC)
ગીતાજી
[ફેરફાર કરો]શ્રી મહર્ષિંભાઇ,નમસ્કાર, આપ સદૈવ આવકાર્ય છો. આપ સમ સૌ મિત્રો સહકાર આપી ઉપકૃત કરશો તેની મને ખાત્રી જ છે. અને હા જર્મનીની ભુમિતો આપણે માટે આમેય વંદનિય છે,કારણકે 'અંધકાર યુગ'માં "વેદ" અને "સંસ્કૃત"ની જાળવણી આ ભુમિ પરજ થયેલ. ફરી એક વખત ભલે ગીતાજીનું જ્ઞાન પણ, (વિકિ નાં પાનાઓ પર) વાયા જર્મની, આવી જતું !! કહે છે ને કે "ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છે". (૨) 'ક્ષત્રિય' લેખ બાબતે જે પણ સંશોધનો હોય તે વિનાસંકોચે જણાવી આભારી કરશો. આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૫૩, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
સંસ્કૃતિનું જતન
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સીતારામ...જય માતાજી... હું એવું માનુ છુ કે ભારત એ સંતો અને ઋષિઓનો દેશ છે કે જેમને આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પોતાનું જીવન ઘસી નાખ્યુ. આપણા વેદો, પુરાણો અને ધાર્મિક ગ્રંથો લખીને તેઓએ આ દેશને ઘણુ બધુ આપ્યુ છે જે પૈસાથી નથી મળતુ. ભારતનાં ઋષિઓ વિષે આપે જે લેખ શરૂ કર્યા છે તે ખરેખર વંદનીય છે. ભલે આપણને એમ થાય કે આ એક પાનાથી દુનિયા બદલતી નથી છતાં પણ હું માનુ છુકે ફકત એક જ વ્યક્તિને આપણા ઋષિઓનું જીવન સ્પર્શી જાય તો આપણુ આ તમામ યોગદાન સાર્થક થઈ જાય. જેથી તમોને આવા ધાર્મિક લેખો લખીને આપણી સંસ્કૃતિનું જતન કરવાની સાથે વિકિમાં યોગદાન આપવા બદલ મારા અને સૌવિકિ મિત્રો તરફથી ધન્યવાદ. આભાર...--જીતેન્દ્રસિંહ ૧૩:૧૩, ૨૨ એપ્રિલ ૨૦૦૯ (UTC)
મહર્ષિભાઈ
[ફેરફાર કરો]નમસ્કાર..તમોએ મને જે આદેશ કરેલ તેમા મે મારી જાણકારી મુજબ ઔદીચ્ય બ્રાહ્મણોના ગૌત્ર વિષે થોડીક જાણકારી આપેલછે, તમોએ વત્સત ગૌત્ર વિશે કહેલુ પણ મારી પાસેજે પુસ્તકો છે તેમા ક્યાય આ ઉલેખ નથી આવતો છતાંય હું કોશિશ કરીશ. તમો વશિષ્ટ ગૌત્ર વિષે કહેવા માંગતાહશો અને મે ગૌત્ર એટલે શુ..?તેની માહિતી આપેલ છે તે તમો જોઈલેશો.મારાથી ક્યાંય ભુલ થઇ જાય તો માફ કરશો.--Dipsinhbhatti ૦૫:૧૬, ૩ મે ૨૦૦૯ (UTC)
મહર્ષિ ભાઈ
[ફેરફાર કરો]નમસ્કાર વત્સત ગૌત્ર વિષેની થોડિક માહીતી આપુછુ, ગૌત્ર:વત્સત, પ્રવર:વત્સ,ચ્યવન,આપ્નુવાન,ઔર્વ,જમદગ્નિ... પ્રવરસંખ્યા:-૫ વેદઃ-શુકલયજુર્વેદ શાખા:-માધ્યન્દિની શિવઃ-શિવશંકર ગણપતિ:-સન્મુખ કુલદેવી:-તપ્તેશ્વરી ભૈરવઃ-ભીષણ શર્મ:-દત્ત શિહોર-સંપ્રદાયના જુદા જુદા ગામમાં રહેતા ભિન્ન ભિન્ન બાર ગોત્રના "મહેતા" અટકના કુલ ૧૪૨ છે. ઉત્તર માંથી આવ્યા એટલે ઉદીચ્ય કહેવાયા. મારી જાણકારી પ્રમાણે આ માહીતી આપી છે, આમાકાંઈ ફેરફાર હોયતો સુધારી લેશો, ભુલ થૈઇ હોય તો માફ કરશો.--117.254.15.25 ૧૧:૪૫, ૫ મે ૨૦૦૯ (UTC)
જય માતાજી
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સીતારામ..જય માતાજી.. કેમ ભાઈ હમણા દેખાતા નથી ? વેકેશનમાં છો કે પછી અમારા કોઈથી નારાજ છો ? એક વાત જણાવવાની હતી કે તમારા દ્વારા શરૂ થયેલ ખોડિયાર માતાજી વિષેનાં લેખમાં માહિતીઓ ઉમેરેલ છે તો તે જોઈ જશો અને જરૂરી લાગે તો સુધારાઓ કરશો અને વધારાની માહિતી હોય તો તેમાં ઉમેરશોજી. બીજુકે તમો પણ કાંઈક લેખો શરૂ કરો ભાઈ, એવી મારી ઈચ્છા છે.આભાર....--જીતેન્દ્રસિંહ ૦૬:૧૪, ૫ જૂન ૨૦૦૯ (UTC)
ધન્યવાદ્
[ફેરફાર કરો]તમારો સંદેશો મળ્યો. દર વખતે અનુવાદ કરતી વખતે મને હમેંશા શંકા રહેતી કે, મારા કરેલ કામનો કોઐ ફાયદો થશે કે? કોઈને તે કામ્ ઉપયોગિ થશે કે? પણ આજે તમારો સંદેશો વાંચીને આનંદ થયો છાલો કોઈકનેતો તે મદદ રૂપ થયો. યાદ કરવા બદ્દલ આભાર. --sushant ૧૦:૧૨, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)
હરજી
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઇ, નમસ્કાર
અત્યારે અહીં (જૂનાગઢમાં, જો કે લગભગતો સારાયે ગુજરાતમાં) સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. અને આપે આ નરસૈંયાનું સુંદર ગીત વંચાવ્યું. ભાઇ અમને તો આ ગીતમાંના 'હરજી' અત્યારે હળવે હળવે હળવે અમારે ત્યાં વરસતા હોય અને પ્રકૃતિ તેને જલબિંદુ રૂપી મોતીડે વધાવતી હોય તેવું લાગે છે. સુંદર ગીત. આભાર. --અશોક મોઢવાડીયા ૧૨:૦૩, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)
- શ્રી મહર્ષિભાઈ, સીતારામ...જય માતાજી...આપે નરસિંહ મહેતા કૃત હળવે હળવે હળવે હરજી ભજન મુકયુ, તે ખુબજ સરસ છે. ભલે તે બીજી વખત મુકાયુ તેની ચિંતા કરવાની જરૂર નથી. તે જુનુ ૧ ડિસેમ્બર વાળુ છે તે ધવલભાઈને કહીને દુર કરી નાખશુ. બીજુ નવા ભજન માં મેં થોડુ દોઢડહાપણ કરેલ છે. જે જોઈ લેશો. જેમ તમે અશોકભાઈને કહ્યુ તેમ આપણે પ્રકૃતિમાં પ્રભુના દર્શન થાય તેટલી સાત્વિક દ્રષ્ટિ જો કેળવી શકીયે તો આ અશ્વત્થ સંસાર વૃક્ષ માંથી પાર પામી શકીયે. અને નરસિંહ મહેતાનાં ભજન અને પદની તો વાત જ શુ કરવી ભલા. હાલ પણ અહીં અમો સૌરાષ્ટ્રમાં તેમનાં પ્રભાતિયા સાંભળીને જ દિવસની શુભ શરૂઆત કરીએ છીએ. તેમના ભજનને વાંચવા કરતા અનુભવવામાં જ મજા છે અને તો જ ભગવાનની પ્રાપ્તિ કરી શકાય તેમ છે. એટલે જ તો તેને ભગવાન કાળીયા ઠાકરને ૫૨-૫૨ (બાવન-બાવન) વખત પોતાનાં કામ કરવા આ ધરતી ઉપર ઉતાર્યા હતાં. જેની તો બધાને ખબર જ છે. આમ પણ ભગવાનની પ્રાપ્તિ માટે મારા મતે બુધ્ધિ કરતા સુધ્ધિની વધારે જરૂરીયાત છે. આમ પણ અત્યારનો માનવી ભગવાનનાં દર્શન માટે અલગ અલગ જગ્યાએ ગોત્યા રાખે છે. પણ અહીં તો આપણા નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, મીરાં બાઈનાં ઝેર પીધા, દાસી જીવણનો દંડ ભર્યો. આવા તો અસંખ્ય દાખલાઓ છે કે જેને ઉતમ પ્રકારની ભક્તિથી પ્રભુને રાજી કર્યા છે. એટલે જ કબિરજીએ કહ્યુ છે કે, ભગવાન કો ખોજો મત, અપને આપ મેં ખો જાઓ. આ બધા ભક્ત કવિઓ ભગવાન પાછળ ઘેલા થયા હતાં.
- બીજુ કે, આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એક એક પગથિયું સાવધાની પુર્વક, ઘમંડ કર્યા વગર, નિ:સ્વાર્થ ભાવે ચડતા જઈશુ એટલે ભગવાન પોતે સામે આવશે(હજુ સુધી મારી પાસે નથી આવ્યા એટલે રાહ જોઉ છુ, હાલ આપણામાંથી કોઈની પાસે આવ્યા હોય તો ખ્યાલ નથી). પણ ભક્તિ નિર્મળ હોવી જોઈએ. તેમાં સોદો ન હોવો જોઈએ. ભગવાનને એટલુ જ કહેવુ કે તુ અમને વાલો લાગે છે એટલે અમે તારા નામ લઈએ છીએ. તુ પ્રેમથી જે આપીશ તે અમે તારી કૃપાથી સ્વીકારી લઈશું. આવી નિર્મળ ભકિત જે દિવસે આપણા બધામાં આવશે, એટલે ભગવાનને આપણી પાસે આવવુ જ પડશે. અને તે એકવાર પકડાય ગયો એટલે જીવનમાં બધુ જ પામી ગયા સમજજો. અરે હા, મહર્ષિભાઈ, અશોકજી, સતિષભાઈ, ધવલભાઈ અને અન્ય મિત્રો, તમારી માફી ચાહુ છુ કે અહીં પ્રગટ કર્યો તે તો મારો ભાવ છે ભલા, કદાચ બીજા માટે આવુ ન પણ હોય. જેથી મને માફ કરજો. બીજુ કે મહર્ષિભાઈ તમે હળવે હળવે હળવે:-) નહી પણ ઝડપથી વિકિમાં ધાર્મિક વિષયો ઉપર યોગદાન આપતા રહો તેવી મારી ઈચ્છા છે. અને પેલા આશોકભાઈ તો કાલે જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ ખેંચી ગયાને અમારા રાજકોટમાં ફકત અડધો ઈંચ વરસાદ રાખ્યો બોલો:-) અમારે રાજકોટમાં અત્યારે બહેનોને પાણી માટે યુધ્ધ જેવી પરિસ્થિતીનો સામનો કરવો પડે છે.રાધે ક્રિષ્ન રાધે ક્રિષ્ન જમાનો તો જો આવ્યો છે. સારૂ ચાલો તો મિત્રો, મારા વતી ભગવાનનો એકવાર આભાર માનજો કે તે અમારી લાયકાત કરતા પણ વધારે આપ્યુ છે અને તારી અમારી ઉપર પુર્ણ કૃપા જ છે. તો સીતારામ...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૫૨, ૧૬ જુલાઇ ૨૦૦૯ (UTC)
વાહ રે વાહ !!
[ફેરફાર કરો]નમસ્કાર, મહર્ષિભાઇ. ગમશે શું! ગમ્યું!!! સુંદર સાઇટ એડ્રેસ મોકલવા બદલ આભાર. લાગે છે આપ મને યુદ્ધના મેદાનેથી ફરી સ્વાદની સફરે મોકલવા માંગો છો :-). હું આજે જરા શસ્ત્ર સરંજામોના લેખ પાછળ પડ્યો. તે માટે જરૂર લાગશે તેવું ગણી થોડા ઢાંચાઓ અંગ્રેજીમાંથી અહીં લીધા. ઉપરોક્ત લેખ બાબતે જરૂરી સુધારાઓ (શસ્ત્રોનાં ગુજરાતી નામ વગેરે) સુચવવા વિનંતી. આજે અમારે અહીં વરસાદે પોરો ખાધો છે, ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનીં ચુંટણીનું મતદાન પણ ચાલે છે. મત આપી આવ્યો !! (એ આપણો બંધારણીય હક્ક છે) અને હક્કને જતો ન કરાય !! હમણા ધવલ ભાઇ કંઇ કામમાં ગુંચવાયા લાગે છે. સારૂં ત્યારે યાદ કરી અને આવો સ`રસ લાભ આપતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયા ૧૦:૨૭, ૧૯ જુલાઇ ૨૦૦૯ (UTC)
- વાહ ભાઈ વાહ, ભલે પાસે ન હોય પણ વિડીયો જોઈ ત્યારે મુંહમાં પાણી આવી જાય હો:-) અને આવુ જ કાંઈક આજે તમે જે સાઈટ બતાવી તેનાથી મારે થયુ છે. ખુબજ સરસ અને ઉપયોગી માહિતી આપવા બદલ, અશોકભાઈની સાથે મારો પણ તમને આભાર....સીતારામ...--જીતેન્દ્રસિંહ ૧૧:૩૧, ૧૯ જુલાઇ ૨૦૦૯ (UTC)
- આપનું સ્વાગત છે, પધારો. દેશમાં આવવાનું થાય તો થોડો સમય અમ મિત્રોને પણ આપશો તેવી પ્રાર્થના. અને હા ગાંઠીયાનાં આમંત્રણ માટે હાર્દિક આભાર, જોકે આપ અમારા મહેમાન ગણાશો તેથી આગતા સ્વાગતા કરવાનો હક્ક તો પ્રથમ અમારો હોય. પરંતુ આપની ભાવનાની કદર કરતાં, આપના ભાવનગરી ગાંઠીયા પણ જરૂર ખાશું!!! (આને કહેવાય મારવાડી :-) મહેમાનને પણ ન મુકે ભાઇ!!!) આતો મજાક થઇ પરંતુ આવો ત્યારે ચોક્કસ સંપર્ક કરશો. આપની અનુકુળતા મુજબ બધા મિત્રો મળવાનું ગોઠવશું. આભાર.--અશોક મોઢવાડીયા ૨૦:૦૫, ૨૫ જુલાઇ ૨૦૦૯ (UTC)
ભજનો અને વિકિસ્ત્રોત
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, માફ કરજો, પણ આપણે ભૂતકાળમાં એવો નિર્ણય લઈ ચુક્યા છીએ કે ભજનો અને તેવું અન્ય સાહિત્ય કે જેને લેખનાં રૂપમાં વિકસાવવાનો કોઇ સ્કોપ ના હોય તેને વિકિસ્ત્રોત પર ચઢાવવું અને તેના પાના અહીં બનાવવા નહી. જો આપ તે સાથે સહમત થતા હોવ તો કૃપા કરી ફક્ત ભજનો કે વા કોઈ લોક સાહિત્યનાં નવાં પાનાં ભવિષ્યમાં અહીં ના બનાવતાં ફક્ત વિકિસ્ત્રોતમાં જ બનાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
Proverb
[ફેરફાર કરો]Maharshibhai, no need to apologise, and thank you for using that proverb, I didn't know about it, but I needed to learn it as I fall in the second half of it, so must remember it. Howz your preparations going on?--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
જન્મભોમકા
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સીતારામ...જય માતાજી.. કેમ છો ? શું જન્મભોમકા પધારવા માટેની તૈયારી ચાલુ કરી કે નહી? આવો એટલે મને મોબાઈલ ખાસ કરવાનો છે. અશોકભાઈ,સતિષભાઈ વગેરે મિત્રો અનુકુળ હશે તે રીતે જરૂર મળશુ. ખાસતો અશોકભાઈનો આગ્રહ છે કે, આપણે સૌ જૂનાગઢ તેમને ત્યાં મળશું. અને પછી તો ગિરનાર ની ગોદમાં ઘુમવાનો લ્હાવો તમારી સાથે લેવો છે. જેથી મારો,અશોકભાઈ અને સતિષચંદ્રજીનો મોબાઈલ નંબર મેઈલમાં આપીશ. બાકી શું ચાલે છે ? તમે કેમ અહીં વિકિમાં ઓછા દેખાવ છો. તમારા જ્ઞાનનો લાભ અમને મળે તેવુ કાંઈક કરો ને ? કાંઈ ખાસ ધંધો ચાલુ કર્યો હોય તો અમને પણ કહેજો જેથી અમે પણ ત્યાં આવી જાય. ચાલો ત્યારે સીતારામ,જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૪:૦૭, ૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
નવરાત્રિપર્વની શુભેચ્છા
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, જય માતાજી, સીતારામ.. આદ્યશક્તિ, જગત જનની જગદંબા, માં ભગવતીએ મહિષાસુર નો નાશ કરવા નવ દિવસ ખેલેલા મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરીએ ઉજવીએ છીએ. આ પર્વ નિમિતે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તેમજ મહિષાસુર રૂપી રાગ, દ્વેષ, ઇર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપના પરિવારને આપે એજ પ્રાર્થના. આપણે સૌ જન્મદેનારી માં નાં ખોળે આળોટીને શાંતિ મેળવીએ એજ ઈચ્છા છે કારણકે તેના જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથીજ દુલા કાગ કહ્યુ છેને કે, મોઢે બોલુ માં, મને સાચે જ નાનપણ સાંભરે, ત્યારે આ મોટપની મજા મને કળવી લાગે કાગડા (ભારતમાં વૃધ્ધાશ્રમ ખોલવા પડે તે એક કલંક છે. મધર્સ ડે ઉજવવાથી માં ના ઋણમાંથી મુકત કોઈ દિવસ ના થઈ શકાય)આ ઉપદેશ નથી ઉભરો છે તે મિત્રો પાસે તો ઠલવાય જ ને ?.
તમને ઈમેઈલ કર્યો છે જેમાં મારા અશોકભાઈ સતિષચંદ્રજીનાં મોબાઈલ નં આપેલ છે તો ભાવનગર આવો એટલે મોબાઈલ કરશો તેવી વિનંતી. જેથી રૂબરૂ મળવાની વ્યવસ્થા થઈ શકે. હવે તો ભારત આવવાની ઘડીઓ ગણાતી હશે ને ? જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૩૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
ભાવનગર
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, સીતારામ...જય માતાજી... પધારો પધારો આપણી જન્મભોમકામાં... પણ તમે તો તા.૨૫/૯/૨૦૦૯ એ આવી ગયા છો, તો અમારો સંપર્ક કેમ કરતા નથી ભાઈ ? કેમ અમને મળવાની ઈચ્છા નથી ? જો વિકિપીડીયા કે ઈમેઈલ ચેક કરો તો મને મોબાઈલ જરૂર કરશોજી... અમો તમારા મળવાની રાહ જોઈ છીએ. (અશોકભાઈ,સતિષચંદ્રજી અને હું) ચાલો તો જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૧૨:૧૫, ૮ ઓકટોબર ૨૦૦૯ (UTC)
ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ
[ફેરફાર કરો]આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૦૮:૪૭, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)
શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
. સાથે તમારા પરિવારમાં નવા એક સભ્ય જોડવા બદલ(સગાઈ:-) પણ અભિનંદન તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૫૮, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)
સાલ મુબારક
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આપને અને આપના સહુ સ્નેહીજનોને (અને હા, તાજેતરમાં ઉમેરાયેલા પરમ સ્નેહીને પણ) નૂતન વર્ષાભિનંદન અને નવું સાલ મુબારક
. --ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૬, ૨૦ ઓકટોબર ૨૦૦૯ (UTC)
વધાઈ
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, સહુથી પહેલાતો આપને સગપણ થયાની ઘણી ઘણી વધાઈ. આ વેવિશાળનાં સમાચાર સંભળીને ખુશી થઈ, હરખતો એ વાતનો છે કે હવે તમે પણ વાંઢામંડળનું સભ્યપદ છોડીને અમારા ગૃહસ્થમંડળના સભ્ય બનશો. મારી ફ્લાઈટ કમ-નસીબે નોન-ચેન્જેબલ, નોન-રિફન્ડેબલ છે, નહીતર રજાઓનો તો વાંધો નહોતો, આવો સોનેરી મોકો કેમે કરીને હું ના ચુકત. પણ કાંઈ નહી, અહીં તમે મારાથી દૂર નથી, તમારા રિસેપ્શનમાં સ્ટ્રુટગાર્ટ આવી જઈશું. અને એના કરતા પણ વધારે સારો આઈડિયા છે કે તમે ભાભીને લઈને હનીમૂનમાં અહીંજ આવી જાવને? આમે તમારે લંડન આવવાનું તો બાકી છે જ ને? અમારામાં નવા પરણેલા જોડાને ઘરે તેડવાનો રિવાજ છે, એ પણ સચવાઈ જશે.
તમારી વાત સાચી છે કે વિકિને ૧૦,૦૦૦ લેખો સુધી લઈ જવા માટે અન્ય યોગદાન કર્તાઓનો પણ ફાળો છે, તે વાત કોઈ કાળે નકારી શકાય તેમ નથી, પરંતુ, આપ જૂજ સભ્યોના પરિશ્રમ વગર આ ભગિરથ કાર્ય ક્યારેય પાર ના પડ્યું હોત.
ચાલો, લગ્નની તૈયારીઓમાં કાંઇ અમારે લાયક સેવા હોય તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૨, ૩ નવેમ્બર ૨૦૦૯ (UTC)
વધાઇ હો !!
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, નમસ્કાર. આપની સંસાર યાત્રાની શુભ શરુઆત વિશે આપનો સંદેશો વાંચી ખુબ જ આનંદ થયો. જાને ચઢવા ચોક્કસ પધરામણી કરીશું. હરખનું તેડું આવે એ તો વધાવવું જ પડે.--સતિષચંદ્ર ૧૬:૪૮, ૩ નવેમ્બર ૨૦૦૯ (UTC)
- મહર્ષિભાઈ, આપના જીવનનાં આ મહત્વપૂર્ણ પડાવનો હું રૂબરૂ સાક્ષી નહી બની શકું તે વાતનો ખેદ છે, પરંતુ, આપની સાથે સતિષભાઈ અને જીતેન્દ્રસિંહ, તથા અન્ય મિત્રો ઉપસ્થિત હશે તેથી આપને મારી ગેરહાજરી નહી જણાય તે વાતની ખાતરી છે. આપને આ નવા આશ્રમની શરૂઆત માટે ઘણી ઘણી શુભકામનાઓ. મેં અગાઉ જણાવ્યું હતું તેમ, લગ્ન પછી, અમારે તમને તેડવા પડશે, તો સજોડે લંડન પધારો અને અમને મહેમાનગતીનો લાભ આપો તો ઘણો આનંદ થશે. આમે હનીમુન માટે અત્યારે લંડનનું વાતાવરણ ખુબ ઉપયુક્ત છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૭, ૮ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)
Happy New Year 2010
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, જય માતાજી...સીતારામ... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010!
આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી આ કાર્યમાં સહયોગ આપતા રહો તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે. હવે કદાચ લગ્નનો થાક ઉતરી ગયો હશે, તેવુ મારૂ માનવુ છે:-) કારણકે તેમા વરરાજાને કાંઈ કામ ના કરવાનુ હોય તોય પરસેવો વળી જાય!..તમે પણ ઉપલેટા હેપી ન્યુ યર કરી લેજો:-) ચાલો, જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૫૮, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
સ્વાગત
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, ઘણા સમયે તમે અહીં આવ્યા એ જોઇ ઘણો આનંદ અનુભવું છું તેમ જ તમારું સ્વાગત કરું છું.--સતિષચંદ્ર ૧૮:૪૩, ૮ જુલાઇ ૨૦૧૦ (UTC)
અભિનંદન
[ફેરફાર કરો]ભાઇશ્રી મહર્ષિ, ગઇકાલે ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૧૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ સાતમા વ્યક્તિ છો!! આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન. --સતિષચંદ્ર ૧૧:૪૮, ૧૩ જુલાઇ ૨૦૧૦ (UTC)
પુનઃસ્વાગત
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, હું હંમેશાની જેમ આ વખતે પણ આપને આ પુનઃસ્વાગત સંદેશો પાઠવવામાં મોડો છું, પરંતુ આપના ફરી શરૂ કરેલા યોગદાન પર મારૂં ધ્યાન પહેલા દિવસે જ પડ્યું હતું, આળસ ને કારને આપને સંદેશો ના લખી શક્યો. અને હા, ઉપર સતિષભાઈએ જણાવ્યું છે તેમ આપને અભિનંદન પણ ખરા.
મારી જુની ફોજદારીની આદતને વશ, આપનું ફરી એક વખત ધ્યાન દોરવા માંગું છું કે, ભગવદ્ગોમંડલ પ્રકાશનાધિકારથી સુરક્ષિત વેબ સાઈટ (અને સંગ્રહ) છે. આપણે ત્યાંથી બેઠે બેઠી માહિતી અહીં ના મુકી શકીએ. આપનું તાજેતરનું યોગદાન મહદંશે ભગવદ્ગોમંડલ આધારિત રહ્યું છે. મારા મતે આપણે આ અવલંબન ટાળવું જોઈએ, કેમકે આપણી નીતિ આપણને પ્રકાશનાધિકારથી સુરક્ષિત કાર્ય અહીં અપલોડ કરવાની પરવાનગી આપતી નથી. આપના જેવા જુના સભ્યોનું યોગદાન હટાવવાનું મને મન થતું નથી, પરંતુ નીતિ સાથે પણ બાંધછોડ ના થઈ શકે. માટે, મેં પહેલા પણ આપને જણાવ્યું હતું તે મુજબ, જો આપ આ લેખોની ભાષા બદલી શકતા હોવ તો કૃપા કરી સત્વરે તેમ કરશો, મને ખાતરી છે કે, આપણે quantity કરતાં quality પર વધુ ધ્યાન આપવું જોઈએ એ વાત સાથે આપ સંમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૧૩ જુલાઇ ૨૦૧૦ (UTC)
- હા ભાઈ, અમે સહુ કુશળ છીએ, મેં હમણા બે મહિના પહેલા નવો ફ્લેટ લિધો અને ત્યાં રહેવા ગયા એટલે ફોન નંબર બદલાઈ ગયો છે અને તેની સાથે સાથે પેકેજ પણ બદલાયું જેથી પેલા યુરોપનાં ફ્રી કોલ્સ હવે નથી રહ્યાં તેથી આપને ફોન નથી કરી શકું તેમ, નહીતર ફોન કરીને જ વાત કરત. અને આભાર કે આપે મને આપના યોગદાનો પર કાતર ફેરવવાનો અધિકાર આપ્યો. બીજું જણાવો, ગૃહસ્થિ કેમ ચાલે છે? મારું ચર્ચાનું પાનું ઘણુ લાંબુ થઈ ગયું હતું, મને પોતાને પણ તે ખોલવામાં તકલિફ પડતી હતી, પરંતુ આળસને કારણે પાછું ઠેલ્યે જતો હતો, આજે તમને પડેલી તકલિફની વાત જાણીને તુરંત અમલમાં મુકી દીધું અને ગયા વર્ષનાં સંદેશા દફ્તરે કર્યાં. મને આ માટે પ્રેરવા બદલ પણ આપનો આભાર માનવો ઘટે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૨, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)
ભજનો
[ફેરફાર કરો]હા, દરેક ભજનોને વિકિસ્ત્રોતમાં ખસેડવા પડશે, પરંતુ લગભગ ૯૫% ભજનો ત્યાં ઓલરેડી છે, એટલે તેમને ખાલી અહીંથી દૂર જ કરવાના છે, એક વિકિમાંથી બીજા વિકિમાં પાનાં ખસેડી શકાય તેવો બોટ મારા ધ્યાનમાં નથી, અને આમે, મેં કીધું તેમ, આપણે ખાલી ત્યાં જોઈ જોવાનું છે કે આ ભજનો ત્યાં છે કે નહી, હોય તો ખાલી અહીંથી દૂર જ કરવાનાં છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૪, ૨૨ જુલાઇ ૨૦૧૦ (UTC)
નવા લોગો માટે આપનો મત
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૫, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)
મદદ
[ફેરફાર કરો]મહર્ષિભાઇ, નમસ્કાર. વધુમાં વાર્ટા નદી વિશે લેખ શરુ કર્યો હતો. થોડી માહિતીનું ગુજરાતી કરવાનું બાકી રાખ્યું છે. જેમાં આપ મારા કરતાં વધુ સારા ઉચ્ચારો લખી શકશો એવું યાદ આવતાં, તમારી મદદ લેવાનું વિચાર્યું છે. આપ મદદ કરી આ લેખમાં આ નદી પર આવતાં શહેરોનાં નામ ગુજરાતીમાં લખી આપશો.--સતિષચંદ્ર ૧૧:૦૭, ૨ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
માહિતીચોકઠાં અને નવા બનેલા સભ્યોનું યોગદાન
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, અંગ્રેજી ઠાંચાઓનું ગુજરાતી કરવા પાછળનું કારણ માત્ર એ જ કે અત્યારેતો આપણે અંગ્રેજી વિકિમાંથી ઉઠાંતરિ કરીને લેખો બનાવીએ છીએ, પરંતુ ભવિષ્યમાં જ્યારે ગુજરાતીમાં જ લેખો બનવા લાગે, અને આપણે તેમાં આવા ઢાંચા કે માહિતીચોકઠાં ઉમેરવા હોય ત્યારે 'નામ' ને બદલે 'name' અને 'જન્મ તારિખ' ને બદલે 'birth date' લખવું અઘરૂં થઈ પડે. પણ તમે સુચવ્યું તેમ બે ઠાંચાઓ રાખવા બાબતે વિચારી શકીએ, જો કે તેનાથી ડુપ્લિકેશન વધી જશે, અને આમે આપને સ્વતંત્ર થઈએ તો વધુ સારૂં નહી? શું કામ કોઈના પર પરતંત્ર રહેવું અને ક્યાં સુધી? રહી વાત ગુગલ ટ્રાન્સ્લેટ ટૂલકીટનો ઉપયોગ કરીને લેખો બનાવતા નવા સભ્યોની, તો હું અંગત રીતે તેનાથી ખુશ નથી. આપ જોશો તો તે લેખો શબ્દશ: ભાષાંતર કરેલા હોય છે, અને તેને કારને તે વાંચવું જરા અજુગતું લાગે છે, વધુમાં આ સભ્યો (કે પછી કોઈ એક જ સભ્ય) આપણી લેખન શૈલીથી માહિતગાર નથી, તેઓ અંગ્રેજીમાં જે આંતરિક કડીઓ હોય છે તેને તેમની તેમ રાખે છે, જે કારણે સ્વાભાવિક રીતે જ ગુજરાતીમાં તે બધા લેખો તૈયાર ન હોવાથી આખો લેખ લાલ કડીઓથી ભરેલો દેખાય છે, જે ખરેખર સારૂં ના કહેવાય, જે લેખો ના હોય તેના માટે આંતરિકે કડી માર્ક કરવાની જરૂર રહેતી નથી. ફક્ત આટલું જ નહી, આ સભ્યો (???) અહીં ગુજરાતી વિકિમાં ક્યારેય ધ્યાન આપતા નથી, તેમના ચર્ચાના પાનાઓ તેઓ વાંચતા નથી, અને થોડ થોડા સમયે નિષ્ક્રિય થઈ જાય છે. મને લાગે છે કે આ કોઈક પ્રોજેક્ટના ભાગરૂપે થતું કામ હોય, કેમકે દરેક સભ્ય નામથી અમુક લેખોનું ભાષાંતર કર્યા બાદ તે નામ નિષ્ક્રિય થઈ જાય છે અને નવા નામ દ્વારા નવા લેખો બને છે. આ બધી વાતો મારા fault finding મગજમાં અવ્યા કરે છે અને તેને કારને તે કામ સરાહવાની મને અંગત રીતે ક્યારેય ઇચ્છા થઈ નથી. આવા બધાજ લેખો ખુબ લાંબા અને મોટા હોવા છતાં ભાગ્યેજ કોઈક લેખ એવો હશે જેને આપણે મુખપૃષ્ઠ પર માસના ઉમદા લેખ તરિકે મુકી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
- માહિતીચોકઠાં:ચોક્કસ, તમારી સાથે શતપ્રતિશત સહમત છું, ભલે ડુપ્લિકેશન થતું, તેનાથી કામ સરળ બને છે, એ વાતમાં કોઈ બેમત નથી, તો જ્યાં પણ જરૂર લાગે ત્યાં આવા ડુપ્લિકેટ ઢાંચા બનાવતા ખસકાશો નહી.
- નવા બનેલા સભ્યોનું યોગદાન: નસીબજોગે આજે જ આ લેખ વીમો તેમા અજ્ઞાત સભ્યએ કરેલા ફેરફારોને કારણે મારા ધ્યાને ચઢ્યો, જો આપ તેમાં મેં પુનઃસ્થાપિત કરેલા ફેરફારો અને તેની ચર્ચાનાં પાનાં પર લખેલા સંદેશા પર ધ્યાન આપશો તો કદાચ આવા ભાષાંતરો પાછળનો કોઈ એકાદ ઉદ્દેશ્ય આપને જણાશે. હા, આ લેખન આપણને ઉપયોગી જરૂરથી થઈ પડે છે, પરંતુ મારો વિરોધ તે ભાષાંતરકારોની સરાહના કરવા સામે છે, જેા ઉદાહરણ જોયા પછી વધુ દૃઢ થાય છે. આપ શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૨, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
સીતારામ - જય માતાજી
[ફેરફાર કરો]મિત્ર મહર્ષિભાઈ, હું આપણા ગુજરાતી વિકિપીડિયા પરિવારનાં સભ્યમિત્રોથી ઘણા દિવસથી દુર છુ. તે માટે ક્ષમા માંગુ છુ. તમને બધાને ખ્યાલ જ છે કે, મે "સીતારામ ટ્રેડીંગ કંપની" નામે લોખંડનાં સ્ક્રેપનો નવો ધંધો શરૂ કર્યો છે. જેથી તેનાં સેટીંગમાં નવરાશ નથી મળતી. તમારી બધાની યાદ તો આવે જ છે. પણ અહીં વાત કરી શકાતી નથી. બીજુ કે, મેં વિકિપીડિયામાં જે લેખથી શરૂઆત કરી હતી તે જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારનો એક બ્લોગ બનાવેલ છે જે આપલોકો વાંચજો અને તેમાં આપની કોમેન્ટ અને સજેશન આપશો તેવી મારી વિનંતી છે. જેની અહીં કડી આપેલ છે. [શ્રી નાથજીદાદા.વર્ડપ્રેસ.કોમ] મારો સંપર્ક મારા ઈમેઈલ ઉપર કરતા રહેજો...જય માતાજી --જીતેન્દ્રસિંહ ૧૬:૦૨, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
બ્લોગ આધારિત યોગદાન
[ફેરફાર કરો]આ વિષય પરત્વે ધ્યાન દોરવા બદલ આભાર. મેં રૂપેનભાઈને નીતિઓની થોડીઘણી જાણકારી આપવા પ્રયત્ન કર્યો છે. આશા છે કે તેઓ તેને હકારાત્મક રીતે લેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૧, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
કેમ છો?
[ફેરફાર કરો]બસ ખાલી એમ જ યાદ કર્યા છે. (થોડું કામ પણ છે) , ત્યાંનું વાતાવરણ કેવું છે . વરસાદ છે?
મનેં પાંડવો નાં સ્વર્ગારોહણ વિશેનીં માહીતી જોઇતી હતી , જો કશેથી મળે તો જણાંવજો--sunil c solanki ૦૭:૩૧, ૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)સુનિલ
તારક એનાયત
[ફેરફાર કરો]સફાઈકામમાં યોગદાન | ||
ભાઈશ્રી મહર્ષિભાઈ, આપ ગુજરાતી વિકિપીડિયામાં અન્ય નવશિખીયા સભ્યોએ કરેલા કામમાં સાફસુફી કરીને તેને જે સુંદર રીતે મઠારી રહ્યાં છો તે બદલ પ્રબંધક હોવાને નાતે આ તારક એનાયત કરતા, હું અત્યંત ગર્વ અનુભવું છું. --ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC) |
અભિનંદન
[ફેરફાર કરો]ગુજરાતી વિકિમાં ગૌરવવંતુ સ્થાન મેળવવા બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ --PSPatel ૨૦:૪૨, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
અભિનંદન
[ફેરફાર કરો]ભાઈશ્રી મહર્ષિ, આપના મહેનતથી ભરપૂર કાર્યને વિકિપીડિયા તરફથી સન્માન બક્ષવામાં આવ્યું છે, આ ગૌરવવંતા પ્રસંગે મારાં ખુબ ખુબ અભિનંદન અને અનેક શુભેચ્છાઓ. હજુ પણ આપની શક્તિઓ આપને ખુબ ખુબ આગળ ચોક્કસપણે લઈ જશે એવી આશા સહ--સતિષચંદ્ર ૦૯:૨૬, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- સૌ મિત્રોની સાથે મારા અભિનંદન પણ સ્વીકારશો. --sushant ૧૧:૦૨, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
ગ્લોબલ વોર્મિંગ
[ફેરફાર કરો]ગ્લોબલ વોર્મિંગ ના લેખને વૈશ્વિક ઉષ્ણતા નામે બનાવાયું છે. વોર્મિંગ આ શબ્દ નું ભાષાંતર ઉષ્ણતા એ થોડું અજુગતું લાગે છે. વોર્મિંગ એ ગરમ થવાની ક્રિયા છે તેને ઉષ્ણતા ન કહી શકાય. ઉષ્ણતાનો અંગ્રેજી પર્યાય warmth થઈ શકે છે. મેં હિંદી વિકિપીડીયા પર જોયું, ત્યાં આને ઉષ્મીકરણ એવું નામ અપાયું છે , જે મને વ્યાકરણની દ્રષ્ટીએ પણ યોગ્ય લાગે છે. શું આ શબ્દ આપણે પણ વોર્મિંગ માટે વાપરીશું? --sushant ૧૫:૫૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
આભાર
[ફેરફાર કરો]આપની અનુમોદના બદ્દલ ખૂબ ખૂબ આભાર --sushant ૧૦:૧૬, ૧૭ નવેમ્બર ૨૦૧૦ (UTC)
GNU અને GNUFDL
[ફેરફાર કરો]ઉપરનાં બંને લેખોને અંગ્રેજી શીર્ષક સાથે રહેવા દઈએ તો? કેમકે આ લાયસંસીસ ક્યારેક અંગ્રેજી નામથી પણ રિફર થાય, તો હિતઘ છે કે અહીં લિંક મળી રહે. જો કે શોધમાં આ અંગ્રેજી શીર્ષકો વાપરીને સર્ચ કરી શકાય તેવું નથી, છતાં મારું માનવું છે કે આવા અમુક લેખોને અપવાદ રૂપે રહેવા દઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- "જી.એન.યુ" અને "જી.એન.યુ.એફ.ડિ.એલ" એવું નામ આપીયે તો વધું ઠીક નહીં રહે?. જો લેખ સર્ચબોક્સમાં કોઇ માંગવાનું જ નથી તો અપવાદ રાખીને ફાયદો નહીં થાય. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૨:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- ચોક્કસ રીતે મૂળ લેખનું નામ તો ગુજરાતીમાં જ કરી દેવું જોઈએ, પરંતુ, અનાયાસે ક્યાંય પણ આ લાયસંસનું નામ અંગ્રેજીમાં હોય, તો આ બે નામોને ફક્ત રિડાયરેક્ટ આપીને મુકી રાખવામાં કોઈ નુક્શાન નથી જણાતું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૫, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- સંમત્ત! સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૩:૧૬, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- ચોક્કસ રીતે મૂળ લેખનું નામ તો ગુજરાતીમાં જ કરી દેવું જોઈએ, પરંતુ, અનાયાસે ક્યાંય પણ આ લાયસંસનું નામ અંગ્રેજીમાં હોય, તો આ બે નામોને ફક્ત રિડાયરેક્ટ આપીને મુકી રાખવામાં કોઈ નુક્શાન નથી જણાતું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૫, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- "જી.એન.યુ" અને "જી.એન.યુ.એફ.ડિ.એલ" એવું નામ આપીયે તો વધું ઠીક નહીં રહે?. જો લેખ સર્ચબોક્સમાં કોઇ માંગવાનું જ નથી તો અપવાદ રાખીને ફાયદો નહીં થાય. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૨:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
સુંદર યોગદાન
[ફેરફાર કરો]મહર્ષી, કેમ છે? મજામા હોઈશ? ઘણાં વખતથી તારા દ્વારા થતું યોગદાન જોતો આવ્યો છું. તારું યોગદાન ખરેખર ખૂબ જ સુંદર તો છે પણ વિષયોની પસંદગી ખરેખર સુંદર અને નીતનવી હોય છે. આ વિવિધતા ગુજરાતી વિકીને એક ઈન્ટેલીજન્ટ પ્રકારના લેખો અર્પે છે. લેખોમાં સમાયેલ કન્ટેન્ટ ને જોઈને લાગે છે કે આટલો બધો સમય તમે કેમ ને ફાળવી શકો છો? આપણા ગુજરાતી વિકી તારા આવા યોગદાનથી ખૂબ સમૃદ્ધ થાય છે અને થતું રહેશે તેવી આશા સાથે ફરી એક વખત અભિનંદન. --sushant ૧૫:૦૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત સંદેશો આપોઆપ આવી જાય તેવું તો મને પણ ઘણી વાર સુઝે છે, ચાલો ખાંખાંખોળા કરી જોઈએ, અને જો હાથ લાગી જાય તો અમલમાં મુકી દઈએ. અને હા, અન્ય કોઈ જ પ્રબંધક સક્રિય નથી તે વાત તદ્દન સાચી છે. આપનું નામ જરૂરથી મુકવું જોઈએ, આપ બેધડક સ્વાગત સંદેશામાં ફેરફાર કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૨૪, ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- માફ કરજો ભાઈ, મેં 'ત' વાંચ્યો નહી અને નાહકનું ઠોકી બેસાડ્યું. પણ તમે ઘણા સ્વાગત સંદેશાઓ લખતા હોવ છો જ, તો તમારું નામ કેમ ના મુકવું? અને રહ્યો સવાલ મારું નામ મુકવાનો તો, મેં નોંધ્યું છે કે કદાચ આજ સુધી ભાગ્યે એકાદ જણે મારો સંપર્ક કોઈ યોગદાન કરતા પહેલા કર્યો હોય, અને તે પણ એ સ્વાગત સંદેશો વાંચીને. એટલે અન્ય કોઈ પ્રબંધકનો સંપર્ક કરવા કોઈ જાય એ વાતમાં તો કોઈ માલ જ નથી, તો પછી જેમ છે તેમ જ ચાલવા દઈએ. આમતો આ સ્વાગત સંદેશો ફક્ત એક ફોર્માલિટી જ લાગે છે, કેમકે તેમા આપેલી લિંક્સ જો માણસ ખરેખર દિલથી એક વખત જોઈ જુએ, તો એને કોઈનો સંપર્ક કરવાનું ના રહે, અને આપણે તેની ભૂલો કાઠવાનું પણ કામ ના રહે, પણ હજુ આ પશ્ચિમના દેશોની જેમ મેન્યુઅલ પહેલા વાંચીને પછી જ આગળ વધવું એવિ સિરસ્તો ભારતમાં આવ્યો નથી, એટલે એ સંદેશો ધુળ ખાતો પડ્યો રહે છે. અને માટે જ મને તેમાં કશો ફેરફાર કરવાની વિલકુલ ઇચ્છા નથી થતી. જતા જતા Happy New Year!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૯, ૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
- મીત્રો, આ સ્વાગત સંદેશાથી નવા આવનારને આનંદ અને રસ જાગે છે. Vkvora2001 ૧૮:૫૮, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
ઙ્રીતિન્ગ્સ્ ફ્રોમ્ ઈતલ્ય્
[ફેરફાર કરો]Hello. We’re looking for someone who could translate and upload on ગુ.wikipedia this page. Can you help us please. It’s very important for us. Thanks a lot !--Aeron10 ૨૦:૩૭, ૨૬ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
આભાર
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, મારો જન્મદિવસ યાદ રાખવા બદલ આપનો ઘણો આભાર. આપ જેવા મિત્રોના સંગથી જીવન ખરેખર મંગલમય બની ગયું છે. આપનો સાથ અને મિત્રતા હંમેશા મારી સાથે રહે એ અભ્યર્થના.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૪, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
વિકિપીડિયામાં પરત ફરવાના મુળમા
[ફેરફાર કરો]શ્રી મહર્ષિભાઈ, સીતારામ, જય માતાજી.. હવે મારો નવો ધંધો હળવે હળવે સેટ થતો જાય છે..એટલે હવે નજીકનાં સમયમાં જ નિયમિત તમારા દર્શન કરવાનો મોકો મળશે..તેવુ લાગે છે..બીજુ કે, ઘરનાં બધા સભ્યો મજામાં ને... યાદી આપજો. --જીતેન્દ્રસિંહ ૧૨:૨૦, ૧૫ મે ૨૦૧૧ (UTC)
Invite to WikiConference India 2011
[ફેરફાર કરો]Hi Maharshi675,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
. તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૪૧, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)
શુભકામના
[ફેરફાર કરો]બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૩૫, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)
An Invite to join the Wikimedia India Chapter
[ફેરફાર કરો]- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - - | ||
---|---|---|
Hi Maharshi675,
Greetings from the Wikimedia India Chapter ! Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects. As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.
| ||
More details can be found at Our Blog • Our Wiki | ||
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.
|
--Naveenpf ૦૭:૫૮, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)
આપના પ્રતિભાવની આવશ્યકતા
[ફેરફાર કરો]પ્રિય મહર્ષિભાઈ, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૮, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મહર્ષિભાઈ, આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આનંદ
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આજે તમને જોઈને આનંદ થયો. આશા છે કે આ આનંદનો માહોલ હંમેશા માટે ટકી રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૧, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
મદદ અંગે
[ફેરફાર કરો]ફરી ક્યારે પણ આવી કોઈ પણ જરૂર હોય તો જરૂર થી કેજો.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૨:૦૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
પ્રકાશનાધિકાર ભંગ
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, સીતારામ! તમને જાણ હશે જ કે આપણે અહિં પ્રકાશનાધિકારથી સુરક્ષિત કશું જ સાહિત્ય મૂકતા નથી. અને અન્ય કોઈ સ્થળે પ્રકાશિત સાહિત્ય ભલે પ્રકાશનાધિકારથી મૂક્ત હોય તો પણ આપણે બેઠેબેઠું તો નથી જ મૂકતાં. માટે મેં ભૂરિશ્રવાનું પાનું ડિલિશન માટે માર્ક કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હવે બરોબર છે. સાચી વાત છે કે ટૂંકા લેખોમાં ખાસ અવકાશ હોતો નથી તેને સુધારવાનો, પણ સાથે સાથે આપણે આપણી નૈતિક જવાબદારી પાના નિભાવવાની છે કે કોઈના હક્ક પર તરાપ ના મારવી. રહ્યો સવાલ ઐતિહાસિક તથ્યોનો, તો અપને અત્યારે કર્યું તેમ અન્ય શબ્દોમાં લખીને પણ અપને તે રજુ કરી શકીએ છીએ અને બેઠેબેઠું કોઈનું લખેલું લીધુ હોય તેમ પણ નથી લાગતું. મેં હવે ભૂરિશ્રવાનું ડિલિશન ટેગ દૂર કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૩, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
સબસ્ટબ કાર્યકારિણી
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, આજે ચર્ચા થયા મુજબ સબસ્ટબ કાર્યકારિણી વિષેનું પાનું Portal:સબસ્ટબ કાર્યકારિણી બનાવ્યું છે. તમે તે કાર્યકારિણીમાં આપની સેવાઓ આપવા સંમત થયા તે બદલ્ આપનો આભાર. તે વિષય પરની બધીજ ચર્ચા કેન્દ્રીય રીતે ત્યાં જ કરવા વિનંતિ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૦, ૭ મે ૨૦૧૨ (IST)
delete syntax
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, delete ઢાંચાની syntax બદલાઇ ગઇ છે. ઢાંચો:Delete. મહેરબાની કરીને એક વાર revision કરવા વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૪૩, ૮ મે ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ રદ કરવા માટેના પાના 5-2012 આ પેજ પર આ મહિને જેમાં delete tag મુકેલુ છે તેની યાદી છે. તો આ પેજ પર જાઇને મતદાન કરવા વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૧૭, ૮ મે ૨૦૧૨ (IST)
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
ચિત્ર પ્રકાશનાધિકાર
[ફેરફાર કરો]શ્રી. મહર્ષિભાઈ, નમસ્કાર. હમણાં મને ધવલભાઈએ ચિત્રો પર કાતરકામનાં ધંધે લગાડ્યો છે તે તો જ્ઞાત હશે જ !! આ કાર્યાર્થે આપનો વારો આવતાં જોવામાં આવ્યું કે નીચેના ચિત્રોને પ્રકાશનાધિકાર ટૅગ નથી અપાયેલી. શક્ય બને તો આપ આપનાં બધાં જ ચિત્રો કૉમન્સ પર મોકલી આપો. (આપનાં ચડાવાયેલાં બધાં ચિત્રોની યાદી) અથવા તો નીચે બાકી રહ્યા તે ચિત્રોને પ્રકાશનાધિકાર ટૅગ આપો. ({{Cc-by-sa-3.0}} અથવા અન્ય જે આપને યોગ્ય જણાય.). મારે એ બધા ચિત્રોને અલગથી ’સ્રોત આપો’ ટૅગ ન આપવી પડે એ માટે અહીં જ આપને જાણ કરું છું !! (ભ‘ઈ મારી મહેનત પણ થોડી બચે ને :-) ) યાદી:
આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૦૧, ૮ મે ૨૦૧૨ (IST)
સ્થળાના લેખ
[ફેરફાર કરો]તમે કહો છો એ વાત બરાબર છે કે સ્થળના લેખ રહેવા દેવા. હવે અહીં પ્રોબ્લેમ્ એ છે કે સ્થળના લેખમાં એક જ લાઈન છે. કોઈ ખાસ માહિતી નથી. આ માહિતી તો કોઠા સ્વરૂપે રાજ્યના કે જિલ્લાના લેખમાં મૂકી દો તો પણ કામ થાય છે. અને કદાચ એ સ્વરૂપે ઉપલબ્ધ છે. તેને માટે મારા મતે નવું પૃષ્ઠ કે નવો લેખની જરૂર જણાતી નથી. આમ, તે કોઠામાં તમે તેને શોધી પણ શકશો. તેમ છતાં હું સારો વિકલ્પ આપું કાર્ય કારિણીના દરેક સભ્યો તે સ્થળના લેખમાં માહિતી ઉમેરતા જાય અને તેને સ્ટબ બનાવી દેવાય તો તેમને રાખવામાં વાંધો નથી. માત્ર ગુજરાત બહારના નગરો ગામડાને હટાવવા અંકિત કર્યા છે. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી ગુજરાતના ગામડાના લેખોને મેં સ્ટબ બનાવ્યા છે. અશોકજીની પણ મદદ મળી છે. અન્ય લોકો પણ આમ કરે તો હટાવવાની જરૂર નહી રહે.--sushant (talk) ૦૯:૩૬, ૨૨ મે ૨૦૧૨ (IST)
શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨માં ૧૨૩ લેખો બચ્યા છે, જેમાં બે કે તેથી ઓછા મત છે. આપને સમય મળે તો તેના ઉપર એક વખત નજર નાખી દેશો? ખાસ કરીને કક્કાવારીમાં 'ન' પછીના લેખોને ડિલિશન ટેગ મારનાર (મોટેભાગે સુશાંતભાઈ) સિવાય કોઈએ રિવ્યુ કર્યા નથી. અને તે પહેલાના લેખોમાં સુશાંતભાઈ અને હર્ષભાઈ બેનાં જ મતો મહદંશે છે. તમારો એક્ ચિરાયુભાઈનો મત જો દૂર કરવાની હિમાયત કરતો હશે તો નિર્ણાયક રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૨, ૧ જૂન ૨૦૧૨ (IST)
શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૬-૨૦૧૨ આમાં પણ મતદાન કરવા વિનંતિ. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૦૦, ૧ જૂન ૨૦૧૨ (IST)
જિલ્લા અને શહેરોના સબસ્ટબ અંગે
[ફેરફાર કરો]આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો અને ઓરિસ્સાના જિલ્લા અને શહેરો ના લેખ જોઇ જોવા વિનંતિ. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૩:૦૯, ૨ જૂન ૨૦૧૨ (IST)
સબસ્ટબમાંથી સ્ટબ બનાવા માટેના લેખો
[ફેરફાર કરો]મ,સ શ્રેણી:હટાવવા માટેના જિલ્લા અને શહેરોની યાદી
હવે લેખમાં સંદર્ભ મુકવો એક્દમ આસાન
[ફેરફાર કરો]- આ લિંક પર જાઓ લોગ ઇન કરીને http://gu.wikipedia.org/wiki/Special:MyPage/vector.js?action=edit
- નીચેનો કોડ કોપી પેસ્ટ કરો(કોઇપણ ફેરફાર કર્યા વગર)
importScriptURI('http://en.wikipedia.org/w/index.php?title=User:ProveIt_GT/ProveIt.js&action=raw&ctype=text/javascript');
- સેવ કરો.
હવે જ્યારે તમે કોઇપણ પેજમાં ફેરફાર કરો બટન દબાવશો ત્યારે નીચે જમણી બાજુ એક ટુલબાર દેખાશે તેમાં "add a refrence" પર ક્લિક કરશો એટ્લે સંદર્ભ ઉમેરવા માટેની બધી field આવશે. જેમાં માહિતિ ઉમેરિ "inser into form" પર ક્લિક કર્શો એટ્લે જ્યાં કર્સર હશે ત્યાં સંદર્ભ ઉમેરાઇ જશે. કંઇ પણ તકલીફ હોય તો જણાવશો. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૦, ૧૩ જૂન ૨૦૧૨ (IST)
રામાયણ મિમાંસા
[ફેરફાર કરો]શ્રી.મહર્ષિભાઈ, પ્રથમ તો એક રસપ્રદ પુસ્તકની ઓળખ કરાવવા બદલ આભાર. આ લિંક પર તેની હિન્દી PDF મળી. ડા.લો. થાય છે. હવે આપની સાથે સાથે મને પણ આ પુસ્તક વાંચવાનો અવસર મળશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૨, ૨૭ જૂન ૨૦૧૨ (IST)
સ્રોતનું ચર્ચા પાનું જોવા વિનંતિ
[ફેરફાર કરો]નવી પરિયોજના માટે સ્રોતનું ચર્ચા પાનું જોવા વિનંતિ--sushant (talk) ૧૭:૫૬, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
આભાર
[ફેરફાર કરો]હુ આ બાબતની જવાબદારી લઉ છુ અને આ લેખો ને યોગ્ય વિકિ અનુસાર બનાવાનો પ્રયત્ન કરીશ. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૭:૦૯, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)
- આભાર હર્ષ ભાઇ.... ખુબ સારુ રહેશે.... સીતારામ... મહર્ષિ -ä-Maharshi675 (talk) ૧૭:૧૨, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)
લિંક અંગે
[ફેરફાર કરો]તમે કીધુ એ મુજબ લિંક મુકાઇ ગઇ છે. જોઇ જવા વિનંતિ. આભાર.[૩]..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૫૧, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)
અધ..ધ..ધ. સભ્યો અને સ્વાગત !
[ફેરફાર કરો]સીતારામ મહર્ષિભાઈ, આપે અ.ધ..ધ..ધ સ્વાગત સંદેશનો ઢગલો કરી દીધો તે હું તો નવાઈમાં પડી ગયો. આ એક સાથે આટલા બધા નવા સભ્યો કેમ કરીને એકત્ર થઈ ગયા ! જો કે પછી ધ્યાને આવ્યું કે ગુજરાતી વિકિ પર નવા સભ્ય બન્યા હોય તેવા તો થોડા જ છે, મોટાભાગના તો ગ્લોબલ ખાતાઓની સગવડ વડે આપોઆપ સભ્ય તરીકે દર્શાવાય છે. એક સૂચન કરું ? આપણે આપોઆપ (ગ્લોબલ ખાતા વડે) બનતા સભ્યોને (જે ગુજરાતી જાણતા-સમજતા હોવાની કે ગુજરાતી વિકિ પર યોગદાન કરશે તેવી શક્યતા નહિવત હોય છે) સ્વાગત સંદેશ મોકલવાની મહેનત ન લઈએ તો ચાલે. જો કે આપને આ કાર્ય કંટાળાજનક ન લાગતું હોય તો ખુશીથી કરો. આ તો માત્ર સૂચન છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૧, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
- આપની પરોણાગતની ભાવનાને સલામ. મેં તો માત્ર "મહેનત"ને લક્ષમાં રાખીને વાત કરેલી. પણ આપની વાત શતઃપ્રતિશત વાજબી જ છે. રહ્યું ઓટોમેટિક સ્વાગત સંદેશ આવવા વિષે તો ધવલભાઈનો ટપ્પો ન પડ્યો ત્યાં આપણો તો ક્યાંથી પડશે ! છતાં, આપણે પ્રયત્નશીલ રહીશું જ. કોઈક પ્રકારે આવી સગવડ થઈ શકે તો જરૂર પ્રયત્ન કરીશું. ધન્યવાદ. (એક અંગત વાત અહીં કરી દઉં; સ્રોત પર મારા ભાગનું ત્રીજું પ્રકરણ લખવામાં જરા મોડું થયું છે, બાળકોનાં એડમીશન વગેરેની કાર્યવાહીમાં પડ્યો હતો, હવે બે‘ક દહાડામાં એ પ્રકરણ પૂર્ણ કરી લઈશ.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૬, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
- સીતારામ, આ ચર્ચા સંદર્ભે અને આપને કંઈક ટપ્પો પડે તો સૌને લાભ થાય એ આશાએ એક બે લિંક્સ અહીં આપું છું. અભ્યાસ કરશોજી.
- અંગ્રેજી પર ઓટોમેટિક સ્વાગત વિશે ચર્ચા
- સ્વાગત સંદેશ અંગ્રેજી પર
- બોટ વપરાશ વિશે. આમાં કંઈક જાણવા જેવું મળે તો જાણ કરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૯, ૨૦ જુલાઇ ૨૦૧૨ (IST)
ખુબ સરસ અશોકભાઇ! આ પેચિદો પ્રશ્ન છે. અને આમ જોઇયે તો પસંદગી નો પ્રશ્ન છે. અંગ્રેજી વિકિ પર બોટ વાપરવા વિશે નીચેની ત્રણ સમસ્યાઓ ચર્ચાઇ છે.
- જો બોટનો ઉપિયોગ થાય તો વ્યક્તિગત રીતે સંદેશ પાઠવતા હોઇયે એવું ન લાગે ! ખરેખરતો દરેક નવા સભ્યો ને એવું લાગવું જોઇયે કે આ "જાગતો પોર છે" અને વ્યક્તિગત રીતે કોઇ છે જેને દરેક સમસ્યા લખી શકાય.
- ભાગંફોડ પ્રવૃત્તિના સભ્યોને પણ બોટ દ્વારા સંદેશો જતો રહે. મારું માનવું છે કે આપણે ચાળવાનું કામ બાજુ પર જ રાખી દઈયે. ઘરે આવ્યા એટલે "પધારો" એવું તો કહિ જ દઈયે અને પછી એક-બે વાર તોડફોડ પણ સહન કરીયે અને સાથે સાથે સમજાવીયે. પછી ન છુટકે પ્રતિબંધ મુકવો જ પડે તો જુદી વાત છે. પણ મોટા ભાગે આપણે નવા સભ્યોના વિકિનીતિ થી જુદા યોગદાન ને ભાંગફોડ પ્રવૃત્તિ ગણી લેતા હોઇયે છીએ. જે સભ્ય યોગદાન કરે તે વિકિ યોગ્ય ન હોય તો તેને એક વાર ડેમો બતાવવો કે વિકિ લાયક કઈ રીતે બનાવવું. પછી પણ ન જ માને તો તેનું લખાણ દુર કરવું. એ પહેલા નહીં.
- બોટ એવા એડિટ કરશે જેનો કંઇ અર્થ નથી. વળી એવા સભ્યોને વેલકમ કરશે જે ક્યારેય કંઇ યોગદાન આપવાના નથી. આપણને આ બન્ને મુદ્દામાં કંઇ વાંધો નથી.
બીજો રસ્તો સ્વાગત સમિતિ બનાવવાનો હોઇ શકે. આ સમિતિએ નવા સભ્યોને તુરંત સ્વાગત કરવું. તેમણે કરેલા ફેરફારોને તુરંત મઠારવા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું. જો આપણે આટલું કરીયે તો મને લાગે છે કે નવા યોગદાન કર્તાઓ ને પ્રોત્સાહન મળશે અને આપણું વિકિ વધુ સમૃદ્દ બનશે. આ ચર્ચા ચોતરા પર લઈ જશું ? સીતારામ.. મહર્ષિ
- આપનો આભાર, હવે મેં મુદાઓ તારવ્યા એ આ મુજબ થયા. (૧) આપોઆપ કે બૉટ દ્વારા સ્વાગત મન હેઠળ આવતું નથી. (આપનો પહેલો મુદ્દો મને ગમી ગયો !) છતાં અન્ય મિત્રોના વિચારનું સ્વાગત છે. (૨) વ્યક્તિગત ઢબે સ્વાગતથી સ્વાગત કરનાર જુના સભ્ય અને નવા સભ્ય વચ્ચે ઓછામાં ઓછી એક ઓળખાણ જેવું તો થાય જ છે. જે આવકારદાયક રહેશે. (૩) સ્વાગત સમિતિની રચનાનું સૂચન સ_રસ છે. આપણે અહીં હજુ બહુ ભારે ગીરદી (!) નથી થતી તો શરૂઆત લેખે બે સભ્યોની એક સ્વાગત સમિતિ બનાવીએ જે "નવા બનેલા સભ્યોનો લોગ" પર દરરોજ એકાદ-બે વખત નજર નાંખી, સમયાનુકૂલન પ્રમાણે, સ્વાગત સંદેશ મોકલે. સાથોસાથ નવા સભ્યએ કશું યોગદાન કર્યું હોય, તેમાં કશી સલાહ આપવા જેવું લાગે તો, પ્રાથમિક સલાહ આપવાની સેવા પણ બજાવે. આ સૂચન (અને આ ચર્ચા) આપ "ચોતરા" પર મુકી દો. અન્ય સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રી (ધવલભાઈ)નું માર્ગદર્શન પણ મેળવીએ. હું "સ્વાગત સમિતિ" રચવાનાં પક્ષમાં છું. ભાંગફોડ પ્રવૃત્તિ ખાસ કંઈ તકલીફનું કારણ નહીં રહે ! કેમ કે હવે બે પ્રબંધકો અહીં એક્શનમાં છે જ ! ઉપરાંત કેટલાક ગ્લોબલ પ્રબંધકો કે સભ્યો પણ અહીં ધ્યાન આપે જ છે. આપણે જેઓ શરૂઆતની અજાણતાને કારણે, યોગદાન આપવામાં, થોડું ક્ષતિગ્રસ્ત કાર્ય કરે તેમને "ભાંગફોડ" ગણતા જ નથી. તેમાં શક્ય તેટલું સુધારવા, શિખવવા પર ધ્યાન આપીએ છીએ અને આપીશું. (આ પણ વિકિનીતિ છે.) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૨૧ જુલાઇ ૨૦૧૨ (IST)
- I think Bot can be used to welcome only those users which have created account on GUWP only. When user is created on GUWP following message is displayed "એ સભ્ય ખાતું બનાવ્યું". We can use this to bifurcate GUWP users and global users from log page..
- And we know bot cannot help new users so instead of adding BOT Signature on welcome page, it can be configured to put his owner signature..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૦:૧૩, ૨૨ જુલાઇ ૨૦૧૨ (IST)
Dear Chirayu bhai, I think what you have pointed out is real good solution. I was thinking to integrate name of bot creator inorder to make it personalize. Let us make it! સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)
- આપણે બોટ ચલાવી શકીએ છીએ. દિવસમાં એક વાર બોટ ચલાવાથી બધાને સ્વાગત સંદેશો મળી જશે. અને બોટ ૫ -૫ મિનિટ પર પણ ચલાવી શકીએ છીએ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૪, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)
- બોટને ખબર પડી જશે કે કોણ automatic create થયુ છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૨૬, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)
સ્વાગત કરવાની જવાબદારી
[ફેરફાર કરો]હુ દરેક નવા સભ્યને સ્વાગત સંદેશો મુકવાની જવાબદારી લઉ છુ. આ કામ મારો બોટ કરશે.http://gu.wikipedia.org/wiki/સભ્યની_ચર્ચા:Diwanpatel આ જોવા વિનંતિ. આવુ દરેક નવા સભ્યમાં થઈ જશે. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૨૨, ૨૪ જુલાઇ ૨૦૧૨ (IST)
વિડિયો અંગે
[ફેરફાર કરો]હા જરુરથી મહર્ષિભાઇ. એક વિડિયો બનાવિએ. પણ એના માટે સ્ક્રિપ્ટ બનાવી પડશે ને. એ બનાવી દઈએ એટ્લે બનાવી દઈએ વિડિઓ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૩૮, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
દૂર કરવા વિનંતી | ગંગાસતી has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
1.186.9.129 ૦૨:૧૪, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
ચર્ચા:સર પ્રભાશંકર પટ્ટણી
[ફેરફાર કરો]કૃપયા ચર્ચા:સર પ્રભાશંકર પટ્ટણી જુઓ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ, આપે આ ચિત્ર કૉમન્સ પર ચઢાવ્યું એ સારું કામ થયું. જો કે ત્યાં લાઈસન્સ આપવું પડશે. મારા નોલેજ પ્રમાણે, એ માટે આપે ત્યાં ચિત્રના એડિટમોડમાં જઈ, Information હેઠળ permission= સામે {{cc-by-3.0}} એ ઢાંચો મુકી દેવાનો રહેશે. આથી કરીને આ ચિત્ર કૉપીરાઈટ ધારકે ક્રિએટિવ કૉમન્સ લાઈસન્સ હેઠળ વપરાશ કરવા મૂક્ત કર્યું છે તે જાણકારી દેખાશે. કૃપયા દિવસ ૭ પહેલાં આટલું કષ્ટ ઊઠાવશોજી. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૧, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
નૂતન વર્ષાભિનંદન
[ફેરફાર કરો]મહર્ષિભાઇ તમને નવા વર્ષની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન . અને તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના તથા ગુજરાતી વિકિપીડિયા ૩૦,૦૦૦ ગુણવત્તાસભર લેખો નો આંકડો પાર કરે તેવી આશા સાથે ફરી સાલ મુબારક.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૩૯, ૧૪ નવેમ્બર ૨૦૧૨ (IST) |
Article request: Transport for London
[ફેરફાર કરો]Hi! Do you article requests related to the UK? I found that en:Transport for London, the London transit agency, has a website in Gujarati. Are you interested in starting a Wikipedia stub in Gujarati? Thanks WhisperToMe (talk) ૧૧:૧૪, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | નિબંધ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
116.202.68.134 ૧૯:૪૫, ૧૫ જુલાઇ ૨૦૧૩ (IST)
મુંબઈ સમાચાર
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, જય માતાજી...સીતારામ... ઘણા દિવસે વિકિપીડિયામાં તમારી સાથે વાત કરી રહ્યો છું. હવે વાત એમ છે કે, મુંબઈ સમાચારમાં કોઈ લેખકે "સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં" શિર્ષક હેઠળ વિકિપીડિયા વિષે નથુરામ ગોડસેનાં એક લેખ બાબતે લખાણ કરેલ છે. જેની એક કડી તમને મોકલુ છું. સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં. જેમાં તેને એવુ લખેલ છે કે, ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું.. તો શું આ બાબતે તમારૂ શું કહેવાનુ થાય ? આપણે તેને કાંઈ જવાબ આપવો પડે કે તે લેખકે લખ્યુ તે બરોબર છે... જય માતાજી..--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૨૬, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | બધિરતા has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સુંદર ભાષાંતર બદલ આભાર, મહર્ષિભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | બાળગીત:સો વરસનો થા has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
KartikMistry (talk) ૧૨:૧૮, ૧૬ માર્ચ ૨૦૧૪ (IST)
ગોષ્ઠિ
[ફેરફાર કરો]મા. Maharshi675,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
દૂર કરવા વિનંતી | પૂ. મોટા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
KartikMistry (ચર્ચા) ૧૩:૪૩, ૨૭ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
દૂર કરવા વિનંતી | ચિત્ર:ManeklalSurti.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ચિત્ર:NSurti Crop2-1.png ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૦, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ધીરૂબેન પટેલ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૬, ૧૪ માર્ચ ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ઝીંઝુવાડા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૨૧, ૨૯ જૂન ૨૦૧૭ (IST)
દૂર કરવા વિનંતી | સભ્ય:VikramVajir/વ્લાદિમીર લેનિન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
VikramVajir (ચર્ચા) ૧૪:૨૬, ૧૪ જૂન ૨૦૨૧ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.