અશ્વત્થામા
આઠ ચિરંજીવીઓમાંનો એક અશ્વત્થામા (સંસ્કૃત: अश्वत्थामन्) દ્રોણાચાર્યનો પુત્ર છે.
તે ભગવાન શંકરનો અંશાવતાર હતો. દ્રોણાચાર્યને ઘણો પ્રિય હતો. તેમના પુત્રના મૃત્યુની અફવા સાંભળી લાગેલા આઘાતની અસર નીચે તેઓ ધૃષ્ટદ્યુમ્નના હાથે હણાયા. પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાએ મરણ શૈયા પર પોઢેલાં દુર્યોધન પાસે ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ સમાપ્તીની સત્તાવાર ઘોષણા પછી પણ મારવાની પરવાનગી મેળવી લીધી. અશ્વત્થામાએ દુર્યોધનને યુદ્ધને અંતે પાંડવોનો અંત લાવવાનું પણ વચન આપ્યું.
અશ્વત્થામાએ યુદ્ધનાં છેલ્લે દિવસે વિચાર કર્યો કે દિવસના સમયે કાગડાં ઘુવડ પર ત્રાટકે છે અને રાત્રે ધુવડ પાછો પ્રતિઘાત કરે છે. પ્રકૃતિના આ નિયમ અનુસાર જે જ્યારે શક્તિમાન હોય ત્યારે આક્રમણ કરે તે ઉચિત જ છે તેમ તેણે માન્યું. તેણે કૃતવર્મા અને કૃપાચાર્ય વિગેરે સાથે મળી પાંડવોની છાવણી પર હુમલો કર્યો. ત્યાં તેને કૃષ્ણનાં દાનવ દ્વારપાળ દ્વારા રોકવામાં આવ્યો. તે છતાં કૃષ્ણએ તકેદારી રાખી પાંડવો અને સત્યકીને ગંગા કિનારે ખસેડ્યાં હતાં.
અશ્વત્થામાએ શિવજી ની અર્ચના કરી અને પોતાનું શરીર શીવજી ને અર્પણ કર્યું. શીવજીએ તેને વરદાન આપ્યું કે તે રાત્રે જે તેની સાથે લડશે તે મૃત્યુ પામશે. તેણે મધ્ય રાત્રે પાંડવોની છાવણી પર હુમલો કર્યો અને ભૂલથી દ્રૌપદી અને પાંડવોના પાંચ પુત્રોને મારી બેઠો.
પાંડવોને આની ગંધ આવતાં જ અશ્વત્થામાનો પીછો કર્યો અને અર્જુન સાથે તેનો સામનો થયો. આ લડાઈ દરમ્યાન અશ્વત્થામાએ અત્યંત શક્તિશાળી એવા બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કર્યો જેનો એકવાર તેણે કૃષ્ણના સુદર્શન ચક્ર સામે નિષ્ફળ પ્રયોગ કર્યો હતો. આના પ્રત્યુતરમાં અર્જુને પણ તે જ શસ્ત્ર વાપર્યું. વિશ્વ વિનાશનાં ભય ને પામી ઋષી મુનીઓએ બનેંને પોતના શસ્ત્રો પાછા ખેંચી લેવા સમજાવ્યાં. અર્જુન તે કરી શક્યો પણ અશ્વત્થામા ઓછો નિપુણ હોવાથી તેમ ન કરી શક્યો અને તેને કોઈ એક નિશાન સાધવાનું કહેવામાં આવ્યું. અશ્વત્થામાએ શસ્ત્રને પાંડવ સ્ત્રીઓના ગર્ભ તરફ તાક્યો. જેમાં અર્જુનની પુત્રવધુ ઉત્તરા એક હતી.
એ સમયે ઉત્તરા અભિમન્યુનાં બાળક પરીક્ષિતને ગર્ભમાં સેવતી હતી જે ભવિષ્યમાં સર્વ પાંડવ કુળનો વારસદાર હતો. બ્રહ્માસ્ત્રએ સફળતાથી ગર્ભમાં રહેલા નવજાતને બાળી નાખ્યો પણ કૃષ્ણએ તેને જીવિત કર્યાં અને અશ્વત્થામાને શાપ આપ્યો કે તે કુષ્ટ રોગથી પીડાશે અને વિશ્વમાં ૬૦૦૦ વર્ષ સુધી તિરસ્કૃત અવસ્થામાં ભટકશે.
અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું.
અન્ય વાયકા અનુસાર તે હજું પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડાં સ્વરૂપે ભટકે છે. ભારતમાં આવેલ બુરહાનપુર પાસે એક અસિરગઢનામે કિલ્લો છે. તેમાં એક શીવ મંદિર છે. એમ માનવામાં આવે છે કે રોજ સવારે અશ્વત્થામા અહીં ભગવાનને લાલ ગુલાબ અર્પણ કરે છે. પુરાણ અને પલાવા કુળ જેમણે પૂરાણ અનેપૂર્વ મધ્ય કાળે કાંચીપુરમમાં રાજ કર્યું તેઓને અશ્વત્થામા અને અપ્સરા મેનકાનાં વંશજો માનવામાં આવે છે.