લખાણ પર જાઓ

ડિસેમ્બર ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૧૩ – આર્થર વાઇનનું "વર્ડ-ક્રોસ", પ્રથમ ક્રોસવર્ડ પઝલ, ન્યૂયોર્ક વર્લ્ડમાં પ્રકાશિત થયું.
  • ૧૯૬૫ – તમામ પ્રકારના વંશીય ભેદભાવને નાબૂદ કરવા પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું.
  • ૧૯૬૭ – માનવથી માનવ હૃદય પ્રત્યારોપણ કરાવનાર પ્રથમ વ્યક્તિ લુઇસ વોશકાન્સ્કીનું દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં અવસાન થયું, તેઓ પ્રત્યારોપણ બાદ ૧૮ દિવસ જીવિત રહ્યા હતા.
  • ૧૯૬૮ – એપોલો પ્રોગ્રામ: એપોલો ૮ કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ કરવામાં આવ્યું. મનુષ્ય દ્વારા અન્ય અવકાશી ભાગની મુલાકાત માટેના પ્રથમ પ્રયાસમાં ચાલક દળ ચંદ્રના પ્રક્ષેપવક્ર પર રવાના થયું.
  • ૧૯૯૫ – બેથલેહેમ શહેર ઈઝરાયલથી પેલેસ્ટાઇનના નિયંત્રણમાં ગયું.
  • ૧૫૫૦ – માનસિંહ, મુઘલ સમ્રાટ અકબરના વિશ્વાસુ સેનાપતિ અને તેમના નવરત્નો પૈકીના એક (અ. ૧૬૧૪)
  • ૧૯૨૧ – પી.એન.ભગવતી, ભારતના અગ્રણી ન્યાયવિદ્‌ તથા સર્વોચ્ચ ન્યાયાલયના ૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ
  • ૧૯૩૨ – યુ. આર. અનંતમૂર્તિ, ભારતીય લેખક, કવિ અને વિવેચક (અ. ૨૦૧૪)
  • ૧૯૭૨ – વાય. એસ. જગનમોહન રેડ્ડી, ભારતીય રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૭મા મુખ્યમંત્રી
  • ૧૯૮૯ – તમન્ના, દક્ષિણ ભારતીય અભિનેત્રી

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]