મે ૨૨
Appearance
૨૨ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૨૬ – ચાર્લસ ડાર્વિન (Charles Darwin)ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નીકળ્યું.
- ૧૮૪૯ – ભાવિ યુ.એસ. પ્રમુખ અબ્રાહમ લિંકનને હોડીઓ ઉચકવાની શોધ માટે પેટન્ટ જારી કરવામાં આવ્યું, તેઓ પેટન્ટ ધરાવતા એકમાત્ર યુ.એસ. પ્રમુખ છે.
- ૧૮૯૭ – થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ' (Blackwall Tunnel) અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
- ૧૯૦૬ – રાઇટ બંધુઓ (Wright brothers)ને "ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યો.
- ૧૯૫૭ – દક્ષિણ આફ્રિકાની સરકારે યુનિવર્સિટીઓમાં વંશીય અલગાવને મંજૂરી આપી.
- ૧૯૭૨ – 'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.
- ૧૯૯૦ – માઇક્રોસોફ્ટ (Microsoft) દ્વારા 'વિન્ડોઝ ૩.૦' (Windows 3.0) 'ઓપરેટીંગ સિસ્ટમ' (Operating system)મુકવામાં આવી.
- ૧૯૯૦ – ઉત્તર અને દક્ષિણ યમન એકીકૃત થઈ યમન ગણરાજ્ય બન્યા.
- ૨૦૧૦ – એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ ભારતના મેંગલોર ખાતે ઉતરતા જ એક ખડક પર ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર ૧૬૬માંથી ૧૫૮ લોકો માર્યા ગયા હતા, જે લાયન એર ફ્લાઇટ ૬૧૦ના ક્રેશ સુધી બોઇંગ ૭૩૭ સાથે સંકળાયેલો સૌથી ઘાતક અકસ્માત બની ગયો હતો.
- ૨૦૧૫ – રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જાહેર જનમત સંગ્રહ દ્વારા સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૪૦૮ – અન્નામાચાર્ય, દક્ષિણ ભારતીય હિંદુ સંત. (અ. ૧૫૦૩)
- ૧૭૭૨ – રાજા રામમોહનરાય,સમાજ સુધારક (અ. ૧૮૩૩)
- ૧૮૫૯ – આર્થર કૉનન ડોયલ, સ્કોટીશ ચિકિત્સક અને જાસૂસી કથા શેરલોક હોમ્સના લેખક. (અ. ૧૯૩૦)
- ૧૯૪૦ – એરોપલ્લી પ્રસન્ના, ભારતીય ક્રિકેટર
- ૧૯૫૯ – મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ભારતીય રાજકારણી અને જમ્મુ-કાશ્મીરના છેલ્લા મુખ્યમંત્રી.
અવસાન
[ફેરફાર કરો]- ૧૫૪૫ – શેર શાહ સૂરી, ભારતમાં સૂરી સામ્રાજ્યના સ્થાપક અને રૂપિયાનું ચલણ રજૂ કરનાર શાસક. (જ. ૧૪૮૬)
- ૧૯૯૧ – શ્રીપાદ અમૃત ડાંગે, ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ (International Day for Biological Diversity)
- શ્રીલંકા: ગણતંત્ર દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર May 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.